સૌનો કાર્યકાળ યશસ્વી રહે! PM મોદી અને અમિત શાહે નવા મંત્રીમંડળને પાઠવી શુભેચ્છાઓ

રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવી સરકારના 24 પ્રધાનોને પ્રધાનપદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા અને રાજ્યનાના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનું પ્રધાનમંડળ અસ્તિત્વમાં આવી ગયું.

GANDHINAGAR :જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યાં હતા એ નાવ પ્રધાનમંડળનો શપથગ્રહણ સમારોહ આજે થઇ ગયો. સૌ કોઈના મનમાં પ્રશ્ન હતા કે કોણે મંત્રી બનાવાશે, જેનો જવાબ આખરે મળી ગયો છે. આજે રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવી સરકારના 24 પ્રધાનોને પ્રધાનપદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા અને રાજ્યનાના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનું પ્રધાનમંડળ અસ્તિત્વમાં આવી ગયું. આ પ્રધાનમંડળમાં 100% નો-રીપીટ થીયરી અપનાવવામાં આવી છે, એટલે કે રૂપાણી સરકારના અકે પણ પ્રધાનને આ નવા પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ નવા મંત્રીમંડળને શુભેચ્છાઓ પાઠવી છે. PM મોદીએ ટ્વીટ કરીને નવી ટીમનો ઉત્સાહ વધાર્યો. ટ્વીટમાં લખ્યું કે ‘ગુજરાત સરકારમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કરનારા પાર્ટીના તમામ સાથીઓને અભિનંદન. આ ઉત્કૃષ્ટ કાર્યકર્તાઓ છે જેમણે પોતાનું જીવન જાહેર સેવા માટે સમર્પિત કર્યું છે અને અમારી પાર્ટીના વિકાસના એજન્ડાને આગળ ધપાવ્યો છે. સૌને યશસ્વી કાર્યકાળ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ..!’

સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે પણ લખ્યું કે, ‘ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કરનારા તમામ લોકોને હું શુભેચ્છા પાઠવું છું. મને વિશ્વાસ છે કે @narendramodi  જી અને @Bhupendrapbjp જી ના નેતૃત્વમાં સમગ્ર મંત્રીમંડળ લોક કલ્યાણકારી યોજનાઓને રાજ્યના ગરીબ લોકો સુધી પહોંચાડવા માટે નિરંતર સેવાભાવ સાથે કામ કરશે.’

 

આ પણ વાંચો: Gujarat New Cabinet : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં ખાતાની વહેંચણી, હર્ષ સંઘવીને ગૃહ વિભાગ સોપાયું

Click on your DTH Provider to Add TV9 Gujarati