નવરાત્રીમાં કોરોના કાબુમાં, આજે ગુજરાતમાં નવા 96 કોરોનાના કેસ નોંધાયા

|

Sep 27, 2022 | 7:48 PM

ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં આજે 27 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 96 કેસ નોંધાયા છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 953 થઈ છે.

નવરાત્રીમાં કોરોના કાબુમાં, આજે ગુજરાતમાં નવા 96 કોરોનાના કેસ નોંધાયા
Corona Update
Image Credit source: TV9 gfx

Follow us on

ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં આજે 27 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 96 કેસ નોંધાયા છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 953 થઈ છે. કોરોનાના રિકવરી રેટ 99.06 ટકા થયો છે. જ્યારે આજે કોરોનાથી 123 દર્દીઓ સાજા થયા છે. જ્યારે કોરોનાના નવા નોંધાયેલા કોરોનાના કેસની વાત કરીએ તો આજે અમદાવાદમાં 31, સુરતમાં 18, વડોદરામાં 8, જામનગરમાં 5, મહેસાણામાં 5, સુરત જિલ્લામાં 4, વલસાડમાં 4, અરવલ્લીમાં 3, ગાંધીનગરમાં 3, કચ્છમાં 3, નવસારીમાં 2, વડોદરા જિલ્લામાં 2, આણંદમાં 1, ભરુચમાં 1, ભાવનગરમાં 1, ગાંધીનગરમાં 1, પોરબંદરમાં 1, રાજકોટમાં 1, સાબરકાંઠામાં 1, સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયા છે.

જ્યારે ગુજરાતના અન્ય જિલ્લામાં આજે એક પણ કોરોના કેસ નોંધાયો નથી. જેના કારણે તંત્ર એ આજે રાહતનો શ્વાસ લીધો હતો. કોરોના મહામારીમાંથી ભારતને બહાર લાવવા માટે તંત્રના તમામ અધિકારીઓ અને કર્માચારીઓએ અગત્યનો ભાગ ભજવ્યો છે. આજે ગુજરાતમાં કોરોનાને કારણે 1 દર્દીનું મોત થયુ છે. આજે રાજકોટ જિલ્લાના દર્દીનું મોત થયું હતુ.

નવરાત્રી અને અન્ય તહેવારોમાં સાચવજો

હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. તમામ ગુજરાતીઓ કોરોના મહામારીના લગભગ 2 વર્ષ બાદ મન મૂકીને ગરબા રમશે. તે બધા વચ્ચે નવરાત્રીના આયોજનમાં ભીડ જમા થઈ શકે છે. જેના કારણે કોરોના સંક્રમણમાં પણ વધારો થઈ શકે છે. તેથી તહેવારો દરમિયાન કોરોના નિયમોનું પાલન કરી, સાવચેત રહેવાની જરુર છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત

કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

નિયમોનું પાલન કરો

કોરોનાથી બચવા કોરોના નિયમોનું પાલન કરવું પણ એટલું જરુરી છે. તેની મદદથી જ ભારત કોરોના મહામારીમાંથી બહાર નીકળવામાં સફર થયું છે. સરકારે લોકોને વેક્સીન લેવા માટે પણ વિંનતી કરી છે. જેથી કોરોનાને ઝડપથી નાબૂદ કરી શકાય. તેના માટે આખા ગુજરાતમાં વેક્સીનેશન સેન્ટર આજદિન સુધી કાર્યરત છે.

Next Article