નવરાત્રીના આગમન સાથે કોરોનાનું પલાયન, આજે ગુજરાતમાં કોરોનાના માત્ર 85 કેસ નોંધાયા
ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં આજે 26 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 85 કેસ નોંધાયા છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 981 થઈ છે.

ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં આજે 26 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 85 કેસ નોંધાયા છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 981 થઈ છે. કોરોનાના રિકવરી રેટ 99.06 ટકા થયો છે. જ્યારે આજે કોરોનાથી 115 દર્દીઓ સાજા થયા છે. જ્યારે કોરોનાના નવા નોંધાયેલા કોરોનાના કેસની વાત કરીએ તો આજે અમદાવાદમાં 22 , સુરતમાં 17, વડોદરામાં 13, વડોદરા જિલ્લામાં 5, આણંદમાં 4, સાબરકાંઠામાં 4, સુરત જિલ્લામાં 4, ગાંધીનગરમાં 3, વલસાડમાં 3, ગાંધીનગર જિલ્લામાં 2, નવસારીમાં 2, બનાસકાંઠામાં 1, મોરબીમાં 1, રાજકોટ જિલ્લામાં 1, સુરેન્દ્રનગરમાં 1, તાપીમાં 1, રાજકોટ જિલ્લામાં 1 કેસ નોંધાયા છે.
જ્યારે ગુજરાતના અન્ય જિલ્લામાં આજે એક પણ કોરોના કેસ નોંધાયો નથી. જેના કારણે તંત્ર એ આજે રાહતનો શ્વાસ લીધો હતો. કોરોના મહામારીમાંથી ભારતને બહાર લાવવા માટે તંત્રના તમામ અધિકારીઓ અને કર્માચારીઓએ અગત્યનો ભાગ ભજવ્યો છે. આજે ગુજરાતમાં કોરોનાને કારણે 1 દર્દીનું મોત થયુ છે. આજે અમદાવાદના દર્દીનું મોત થયું હતુ.
નવરાત્રી અને અન્ય તહેવારોમાં સાચવજો
ગણેશ ઉત્સવનો તહેવાર પૂરો થયા બાદ હવે આજથી નવરાત્રીનો તહેવાર ધૂમધામથી ઉજવાશે. તમામ ગુજરાતીઓ કોરોના મહામારીના લગભગ 2 વર્ષ બાદ મન મૂકીને ગરબા રમશે. તે બધા વચ્ચે નવરાત્રીના આયોજનમાં ભીડ જમા થઈ શકે છે. જેના કારણે કોરોના સંક્રમણમાં પણ વધારો થઈ શકે છે. તેથી તહેવારો દરમિયાન કોરોના નિયમોનું પાલન કરી, સાવચેત રહેવાની જરુર છે.
શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત
કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.
નિયમોનું પાલન કરો
કોરોનાથી બચવા કોરોના નિયમોનું પાલન કરવું પણ એટલું જરુરી છે. તેની મદદથી જ ભારત કોરોના મહામારીમાંથી બહાર નીકળવામાં સફર થયું છે. સરકારે લોકોને વેક્સીન લેવા માટે પણ વિંનતી કરી છે. જેથી કોરોનાને ઝડપથી નાબૂદ કરી શકાય. તેના માટે આખા ગુજરાતમાં વેક્સીનેશન સેન્ટર આજદિન સુધી કાર્યરત છે.
Latest News Updates





