ગાંધીનગરમાં વર્ગ-1ના અધિકારી 15 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા, પેટ્રોલ પંપ માટે જમીન NA કરવા લાંચ માગી હતી
એસીબીએ ગાંધીનગરની મુખ્ય નગર નિયોજકની કચેરીના વર્ગ - 1ના અધિકારી નયનભાઇ નટવરલાલ મહેતા અને નગર રચના અધિકારીની કચેરી, ગુડા એકમમાં પ્લાનીંગ આસીસ્ટન્ટ (વર્ગ-3) સંજયકુમાર ખુમાનસિંહ હઠીલાની અટકાયત કરી છે.
ગાંધીનગર (Gandhinagar) માં વર્ગ-1ના અધિકારી 15 લાખ રૂપિયાની લાંચ (bribe) લેતા ઝડપાયા છે. પેટ્રોલ પંપ (petrol pump) માટે જમીન NA કરવા લાંચ માગનાર ગાંધીનગરમાં ટાઉન પ્લાનર એન.એન.મહેતા રૂપિયા 15 લાખની લાંચ લેતા ઝડપાયા છે. જેમાં ટાઉન પ્લાનર તેમજ અન્ય એક આસિસ્ટન્ટ પ્લાનરને લાંચ લેતા ઝડપી લેવાયા છે. હાલ એસીબીએ ગાંધીનગરના સેક્ટર-10માં સેન્ટ જેવીયર્સ ની સામે આવેલી મુખ્ય નગર નિયોજકની કચેરીના વર્ગ – 1ના અધિકારી ટાઉન પ્લાનર નયનભાઇ નટવરલાલ મહેતા કે જેની પાસે બહુમાળી ભવન, બીજો માળ, સેક્ટર-11માં આવેલી નગર રચના અધિકારીની કચેરી, ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ એકમના ટાઉન પ્લાનીંગ ઓફિસર (officer) (વર્ગ-1)નો ચાર્જ છે. તે આરોપી અને નગર રચના અધિકારીની કચેરી, ગુડા એકમમાં પ્લાનીંગ આસીસ્ટન્ટ (વર્ગ-3) સંજયકુમાર ખુમાનસિંહ હઠીલાની અટકાયત કરી છે.
ફરિયાદીના પત્નીના નામે શેરથા ગામે કલેકટર દ્વારા 2 પ્લોટ સોંપવામાં આવ્યા હતા જે બન્ને પ્લોટના ફાઇનલ માપ માટે ફરિયાદીએ ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ (ગુડા)માં અરજી કરી હતી. જે બન્ને પ્લોટના માપ કાઢવા તથા અભિપ્રાય માટે ગુડામાંથી અરજી નગર રચના અધિકારીની કચેરી, ગુ.ડા. એકમ, બહુમાળી ભવન, બીજો માળ, સેક્ટર-11, ગાંધીનગર ખાતે મોકલવામાં આવી હતી. જે અરજી અનુસંધાને બન્ને પ્લોટના માપ કાઢવાની તથા તેનો અભિપ્રાય આપવાની સત્તા આરોપી ટાઉન પ્લાનર નયન મહેતાને હોય, આ બન્ને પ્લોટનું માપ કાઢવાના તથા અભિપ્રાય આપવાના અવેજ પેટે રૂ.15 લાખની માંગણી કરી હતી.
આ વાતચીતનું ફરિયાદીએ રેકોર્ડીગ કરી લીધું હતું. ફરિયાદી લાંચના રૂપિયા આપવા માંગતા ન હોય ACBનો સંપર્ક કર્યો હતો. જે ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવતા ટાઉન પ્લાનરના કહેવાથી આરોપી પ્લાનીંગ આસીસ્ટન્ટ (વર્ગ-3) સંજયકુમાર હઠીલાને ફરિયાદીએ રૂ.એક લાખ આપેલ અને બાકી ના રૂ.14 લાખ આરોપી ટાઉન પ્લાનરે સ્વિકારી બન્ને આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી, લાંચની માંગણી કરી, સ્વીકારી, પકડાઇ ગયા હતા. બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
આ પણ વાંચોઃ Surat: એરપોર્ટ પર એપ્રોચ લાઈટ સિસ્ટમ મુકવાની રજૂઆતો વર્ષોથી ટલ્લે ચડાવાઈ
આ પણ વાંચોઃ Valsad: ગુજરાતનું ચેરાપુંજી કહેવાતા કપરાડા તાલુકાના લોકોને દર વર્ષે ઉનાળામાં પાણી માટે વલખાં મારવાં પડે છે
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો