આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું વિપક્ષ કોરોનાના નામે રાજકારણ કરી રહ્યો છે

રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું કોરોના મૃતકોના નામે વિધાનસભા ગૃહમાં વિપક્ષે જે નાટક કર્યું છે એ ખરેખર નિંદનીય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 6:40 PM

GANDHINAGAR : ગુજરાત વિધાનસભાના બે દિવસીય સત્રના આકે પ્રથમ દિવસે વિપક્ષે આજે હોબાળો કર્યો હતો અને ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. કોરોના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા અંગે વિપક્ષે પહેલા વિધાનસભા ગૃહમાં હોબાળો કર્યો હતો અને બાદમાં ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.

આ અંગે રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું કે વિપક્ષ કોરોનાના નામે રાજકારણ કરી રહ્યો છે. કોરોના મૃતકોના નામે વિધાનસભા ગૃહમાં વિપક્ષે જે નાટક કર્યું છે એ ખરેખર નિંદનીય છે.. તેમણે કહ્યું કે કોરોના મૃતકોના પરિવારજનોને સહાયનો કેસ સુપ્રીમ કોર્ટમાં છે. તેમણે કહ્યું કોરોનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનોને રૂ.50,000 ની સહાય આપવાનો પરિપત્ર થયો છે.

આગળ તેમણે કહ્યું કે એ પરિપત્રમાં ગાઈડલાઈન પ્રમાણે કોનો કોનો સમાવેશ થશે એ બાબત પણ એમાં વર્ણવી છે. આ પરિપત્રનો અભ્યાસ કરીને સરકાર પ્રત્યેક મૃતકના પરિવારને રૂ.50,000 ની સહાય આપવા માટે જરૂરી પગલા લેવાની છે.

કોરોના કાળમાં લાખો લોકો મૃત્યુ પામ્યા છે. કોરોના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. કોંગ્રેસ પક્ષે વિધાનસભા ગૃહમાં કોરોનામાં મૃતકોને મૌન પાળીને શ્રદ્ધાંજલિ પાઠવી. ગૃહમાં શાક્ષક પક્ષની કાર્યવાહી ચાલુ હતી તો બીજી તરફ કોંગ્રેસ પક્ષ દ્વારા કોરોના મૃતકોને ઉભા થઇને ૐ નાઉચ્ચારણ સાથે શ્રદ્ધાંજલિ પાઠવી. ગૃહગમાં કોરોના મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવવાની દરખાસ્ત માન્ય ન રાખતા કોંગ્રેસના સભ્યોએ વોકઆઉટ કર્યું. વિધાનસભા ગૃહમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા ગૃહના સ્વર્ગસ્થ સભ્યોના આત્માને શાંતિ આપે તે માટે શોકદર્શક ઉલ્લેખ કર્યો. ગૃહના 19 પૂર્વ સભ્યોના દુઃખદ અવસાનની નોંધ મુકી હતી.

આ પણ વાંચો : GANDHINAGAR : જેઠા આહીર ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા, વિધાનસભાનું ઉપાધ્યક્ષનું પદ પણ ભાજપ પાસે

આ પણ વાંચો : સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિ તરીકે પ્રેમસ્વરૂપ સ્વામી નિમાયા

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">