ગુજરાતમાં કમોસમી વરસાદથી અનેક જિલ્લામાં રસ્તાઓ પર પાણી ભરાયા, ખેડૂતોની હાલત કફોડી બની

ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના લીધે અનેક જિલ્લાઓમાં ખેડૂતોના રવી પાકને નુકશાનની ભીતિ છે. જ્યારે અનેક માર્કેટ યાર્ડમાં પડેલો તૈયાર પાક પણ પલળી ગયા છે.

ગુજરાતમાં કમોસમી વરસાદથી અનેક જિલ્લામાં રસ્તાઓ પર પાણી ભરાયા, ખેડૂતોની હાલત કફોડી બની
Gujarat Unseasonal Rains
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 10:15 PM

ગુજરાતના(Gujarat)અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ(Unseasonal Rains)પડ્યો હતો. જેમાં ઠંડીના(Cold) ચમકારા સાથે વરસાદ પડતા લોકોની સ્થિતિ કફોડી બની હતી. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, વલસાડ, વાપી, તાપી ,ભરૂચ અને નવસારી જેવા જિલ્લામાં માવઠું પડ્યું હતું. જેમાં કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઇ(Water logging)ગયા હતા.

જયારે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને કરજણ જેવા વિસ્તારમાં માવઠું પડ્યું હતું. મધ્ય ગુજરાતમાં માવઠાથી મોટું નુકસાન પહોંચ્યું નથી. પરંતુ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના લીધે વાદળછાયું વાતાવરણથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે.

આ તરફ સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો જૂનાગઢ જામનગર અને કચ્છ જિલ્લામાં માવઠાની અસર જોવા મળી હતી. ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. તેમજ અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો તેની સાથે રસ્તા પર પાણી ભરાયા હતા.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જ્યારે આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો. મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી જેવા જિલ્લામાં કમૌસમી વરસાદ ખાબક્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો હતો. રસ્તા પર પાણી ભરાયા હતા. જ્યારે બીજી તરફ માવઠાને કારણે ખેડૂતો ચિંતિત બન્યા હતા.

જો કે ખેડૂતોની મહેનત પાણીમાં જઈ શકે છે.કેમ કે કમોસમી વરસાદે બધો ખેલ બગાડી દીધો છે.અચાનક આવેલા વરસાદને કારણે ખેડૂતોનો ડાંગરનો તૈયાર પાક પલળી ગયો.

અમદાવાદ જિલ્લાના ગોરજ ગામના ડાંગર પકવતા ખેડૂતો ચિંતામાં તો છે જ પરંતુ સાથે સાથે તેમણે નારાજગી પણ વ્યક્ત કરી છે.તેમનું કહેવું છે કે જો સમયસર ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરી લેવાય તો ખેડૂતોનો પાક ખરાબ ન થાય.

આ તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ વહેલી સવારથી કમોસમી વરસાદ શરૂ થતાં ખેડૂતોના માથે આફત આવી છે.જિલ્લાના દાંતા, પાલનપુર, ડીસા, કાંકરેજ, લાખણી અને ધાનેરા પંથકમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. રવી સીઝનમાં ખેડૂતોએ બટાકા અને એરંડાનું વાવેતર કરી દીધું છે. તે વચ્ચે કમોસમી વરસાદે મુશ્કેલી વધારી દીધી છે.

બીજી તરફ આકસ્મિક વરસાદ આવી જતા માર્કેટીંગ યાર્ડના વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. પાલનપુરમાં કમોસમી વરસાદના કારણે મગફળીનો પાક વરસાદી પાણીમાં પલળ્યો. જ્યારે ઇકબાલગઢ માર્કેટયાર્ડમાં પણ કપાસ તેમજ મગફળીના પાકને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પડતા પર પાટુ લાગ્યુ છે.

આ પણ  વાંચો : શું કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર ભાજપમાં જોડાશે, સી.આર.પાટીલના નિવેદન બાદ આપી આ પ્રતિક્રિયા

આ પણ  વાંચો : ગુજરાતમાં કોરોનાના વધતા કેસો અંગે આરોગ્ય મંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન

g clip-path="url(#clip0_868_265)">