GUJARAT : શ્રમિક અન્નપૂર્ણા યોજના ફરી શરૂ થશે, છેલ્લા દોઢ વર્ષથી યોજના છે બંધ

નોંધનીય છેકે તામિલનાડુમાં ગરીબો માટે 2013માં લોન્ચ કરવામાં આવેલી અમ્મા ઉનાવગમ યોજનામાં રૂ.1, 3 અને 5માં ઈડલી, પોંગલ, પ્રી-મિક્સ્ડ રાઇસ અને ચપાટી અને દાળ આપવામાં આવે છે. રાજસ્થાનમાં પણ અન્નપૂર્ણા રસોઈ યોજના ચાલે છે, જેમાં રૂ.5માં નાસ્તો અને રૂ.8માં બપોરે ભોજન આપવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 2:07 PM

ગુજરાત રાજ્યના શ્રમિકો માટે ચાલતી શ્રમિક અન્નપૂર્ણા યોજના ફરી શરૂ થવા જઇ રહીં છે. 10 રૂપિયામાં શ્રમિકોને ટિફિન આપતી આ યોજના શ્રમ-રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ એક મહિનામાં શરૂ કરવાની જાહેરાત કરી છે. નોંધનીય છેકે દેશના અન્ય રાજયોની તુલનામાં  ગુજરાતમાં ગરીબોને વધારે મોંઘું ભોજન મળતું હોય છે.  ઉદાહરણ તરીકે તામિલનાડુમાં રૂ.1થી 5માં, જ્યારે રાજસ્થાનમાં રૂ.8માં ગરીબોને ભોજન મળી રહે છે.

2017માં શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ થઇ હતી
રાજય સરકારે 18 જુલાઈ, 2017ના રોજ શ્રમિકો અને ગરીબો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કર્યો હતો. જોકે કોરોનાની મહામારીના કારણે શ્રમિક અન્નપૂર્ણા યોજના છેલ્લા દોઢ વર્ષથી બંધ હાલતમાં હતી. જોકે રાજ્યમાં કોરોના કેસોમાં ઝડપી ઘટાડા બાદ સરકારે આ યોજનાને ફરીથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

​​​​અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ નક્કી કરેલાં શહેરોમાં શ્રમિકો-કામદારોને માત્ર 10 રૂપિયામાં જ ટિફિન અપાતું હતું. જેમાં રોટલી અથવા થેપલાં, શાક, અથાણું કે ચટણી અને લીલાં મરચાં અપાતા હતા. શ્રમિકો વહેલી સવારે કામ પર નીકળે ત્યારે ટિફિન ભરાવી લેતા અને, એ રીતે સવારે 7થી 11 વાગ્યા સુધી ત્યાં કાઉન્ટર પર ભોજન વિતરણ થતું હતું.

તામિલનાડું અને રાજસ્થાનમાં પણ આ યોજના ચાલે છે

નોંધનીય છેકે તામિલનાડુમાં ગરીબો માટે 2013માં લોન્ચ કરવામાં આવેલી અમ્મા ઉનાવગમ યોજનામાં રૂ.1, 3 અને 5માં ઈડલી, પોંગલ, પ્રી-મિક્સ્ડ રાઇસ અને ચપાટી અને દાળ આપવામાં આવે છે. રાજસ્થાનમાં પણ અન્નપૂર્ણા રસોઈ યોજના ચાલે છે, જેમાં રૂ.5માં નાસ્તો અને રૂ.8માં બપોરે ભોજન આપવામાં આવે છે.

Follow Us:
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
g clip-path="url(#clip0_868_265)">