પોલીસ કર્મચારીઓના ભથ્થા વધારા મુદ્દે સરકારે જીઆર જાહેર કરીને મારી મહોર, પોલીસબેડામાં ખુશીની લહેર
1 ઓગસ્ટથી LRD, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASIના પગાર ભથ્થા વધારાની જોગવાઈ અમલી બનશે. જાહેરાત મુજબ LRDના માસિક પગારમાં (Monthly salary) 3500 રૂપિયાનો વધારો કરાયો છે.

Gujarat News : ગુજરાતમાં પોલીસ કર્મચારીઓના (Gujarat Police) ભથ્થા વધારા મુદ્દે સરકારે જીઆર (GR) જાહેર કર્યો છે. 1 ઓગસ્ટથી LRD, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASIના પગાર ભથ્થા વધારાની જોગવાઈ અમલી બનશે. જાહેરાત મુજબ LRDના માસિક પગારમાં (Monthly salary) 3500 રૂપિયાનો વધારો કરાયો છે.
પોલીસ બેડામાં ખૂશીની લહેર જોવા મળી
પોલીસ કોન્સ્ટેબલનો(Police Constable) માસિક પગાર 4000 રૂપિયા વધશે, હેડ કોન્સ્ટેબલના (Head Constable) માસિક પગારમાં 4500 રૂપિયાનો વધારો કરાયો છે જ્યારે ASIના માસિક પગારમાં 5000 રૂપિયાનો વધારો થયો છે. મહત્વનું છે કે, રાજ્યમાં પોલીસ વિભાગે દ્વારા ગ્રેડ પે મુદ્દે રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાને લઈ ગુજરાત સરકારે પગારમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. હવે આ મામલે સરકારે જીઆર જાહેર કરીને મહોર મારી દીધી છે.
પોલીસ જવાનોએ ગ્રેડ-પે વધારવા બાબતે આંદોલન કર્યું હતુ
તમને જણાવી દઈએ કે રાજ્યના પોલીસ વિભાગના જવાનોએ ગ્રેડ-પે (Police Grade Pay) વધારવા બાબતે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરવામાં આવ્યુ હતુ, ત્યારબાદ તમામ જિલ્લાઓમાં પોલીસ ગ્રેડ-પે વધારવા આંદોલન કરવામાં આવ્યુ હતુ. અમદાવાદમાં બાપુનગર પોલીસ સ્ટેશનમાં (Bapunagar police station) ફરજ બજાવતા હાર્દિક પંડ્યા નામના કોન્સ્ટેબલે વિધાનસભાના પગથિયા પર બેસી પોલીસ ગ્રેડ પેને લઈને આંદોલન શરૂ કર્યુ હતુ. ધીમે ધીમે આ આંદોલન રાજ્યવ્યાપી બન્યુ અને સમગ્ર રાજ્યમાં ફેલાયુ હતુ. આ આંદોલન બાદ રાજ્યના ગૃહવિભાગે નાણાંવિભાગ સાથેની બેઠક બાદ રાજ્ય સરકાર દ્વારા એલાઉન્સ વધારવાની જાહેરાત કરવામાં આવી હતી.