રામનવમી પર્વે શોભાયાત્રા પર બે સ્થળોએ થયેલા પથ્થરમારા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી

સાબરકાંઠાના હિંમતનગરમાં  રામનવમીના નિમિત્તે નીકળેલી શોભાયાત્રા પર ઉપદ્રવીઓએ પથ્થરમારો કરવાની ઘટના બાદ પોલીસે આ કેસમાં સડોવાયેલા લોકોની શોધખોળ શરૂ કરીને તેમની ધરપકડ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. તેમજ સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની વિગત મુજબ સમગ્ર દેશમાં આસ્થાના પર્વ રામનવમીની ઉજવણી કરવામાં આવી છે.

રામનવમી પર્વે શોભાયાત્રા પર બે સ્થળોએ થયેલા પથ્થરમારા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી
MoS home harsh sanghavi calls high level meeting
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 11:19 PM

ગુજરાતમાં(Gujarat)રામનવમી (Ramnavami)પર્વે સાબરકાંઠાના હિંમતનગરમાં અને આણંદના ખંભાતમાં શોભાયાત્રા પર થયેલા પથ્થરમારાની રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ(Harsh Sanghavi)ગંભીર નોંધ લીધી છે. તેમજ આ બે ઘટનામાં આણંદમાં એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. જો કે બંને શહેરોમાં હાલ સ્થિતિ કાબૂમાં છે. તેમજ પોલીસ દ્વારા આ ઘટનાને અંજામ આપનારા લોકોની શોધખોળ કરીને ધરપકડ કરવામાં આવી છે. જો કે આ મુદ્દે રાજયના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ રાત્રે 11. 30 વાગે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. તેમજ ઘટનાની ગંભીરતાને લઈને હિંમતનગરમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. સાબરકાંઠાના હિંમતનગરમાં  રામનવમીના નિમિત્તે નીકળેલી શોભાયાત્રા પર ઉપદ્રવીઓએ પથ્થરમારો કરવાની ઘટના બાદ પોલીસે આ કેસમાં સડોવાયેલા લોકોની શોધખોળ શરૂ કરીને તેમની ધરપકડ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. તેમજ સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે.

અથડામણમાં પોલીસ અધિકારી સહિત અનેક લોકો ઘાયલ થયા

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ સમગ્ર દેશમાં આસ્થાના પર્વ રામનવમીની ઉજવણી કરવામાં આવી છે..તો બીજી તરફ આ આસ્થાના ઉત્સવ વચ્ચે કેટલીક જગ્યાએ અસામાજિક તત્વોએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો.સાબરકાંઠાના હિંમતનગરમાં રામનવમીના નિમિત્તે નીકળેલી શોભાયાત્રા પર ઉપદ્રવીઓએ પથ્થરમારો કર્યો હતો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ઘટના બની હતી છાપરિયા વિસ્તારમાં. જ્યાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામજી મંદિરથી શોભાયાત્રા કાઢી હતી.આ દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ શોભાયાત્રામાં સામેલ વાહનો પર પથ્થરમારો કર્યો હતો.શોભાયાત્રા પર પથ્થરમારો થતા ભક્તોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને બે જૂથના લોકો સામસામે આવી ગયા હતા. આ બંને જૂથ આમને-સામને આવીને પથ્થરમારો કરતા સમગ્ર વિસ્તારમાં તંગદિલી છવાઈ ગઈ હતી.તોફાની ટોળાએ વાહનોમાં પણ તોડફોડ કરી હતી ઉશ્કેરાયેલા ટોળાએ વાહનોની તોડફોડ..તો દુકાનો અને વાહનોમાં આગચંપી કરી હતી.આ અથડામણમાં પોલીસ અધિકારી સહિત અનેક લોકો ઘાયલ થયા છે.

શોભાયાત્રામાં વિક્ષેપ કરીને યાત્રા અટકાવવાનો પ્રયાસ કરાયો

બીજી તરફ બનાવની જાણ થતાં હિંમતનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.રેન્જ આઈજી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.પોલીસે સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ટીયરગેસના 150થી વધુ સેલ છોડ્યા હતા.પોલીસનો આટલો સઘન બંદોબસ્ત હોવા છતા સામસામે પથ્થરમારાની ઘટના ઘટી હતી…મળતી માહિતી પ્રમાણે આ પથ્થરમારો આયોજનબદ્ધ કરવામાં આવ્યો હતો. શોભાયાત્રા છાપરિયા વિસ્તારમાં પહોંચતા અચાનક પથ્થરમારો થયો હતો.

શોભાયાત્રામાં વિક્ષેપ કરીને યાત્રા અટકાવવાનો પ્રયાસ કરાયો છે. શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હોય તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે.તણાવપૂર્ણ સ્થિતિને જોતા સમગ્ર વિસ્તારમાં પોલીસનો જંગી કાફલો ખડકી દેવામાં આવ્યો છે..તો સમગ્ર મામલે જિલ્લા પોલીસવડાએ કહ્યું, હાલ સમગ્ર વિસ્તારમાં પરિસ્થિતિ કાબૂમાં છે.

આ પણ વાંચો : અંબાજીમાં ચૈત્રી નવરાત્રીના નોમના દિવસે આનંદીબેન પટેલે માતાજીના આર્શીવાદ મેળવ્યા

આ પણ વાંચો : અમદાવાદ : હરે કૃષ્ણ મંદિર-ભાડજ ખાતે રામ નવમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">