અંબાજીમાં ચૈત્રી નવરાત્રીના નોમના દિવસે આનંદીબેન પટેલે માતાજીના આર્શીવાદ મેળવ્યા
ચૈત્રી નવરાત્રીના (Chaitri Navratri)અંતિમ દિવસે અંબાજી ખાતે મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું. અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી આનંદીબેન પટેલનું સ્વાગત કરાયું હતું.
બનાસકાંઠા :ગુજરાતનાં પૂર્વ મુખ્ય પ્રધાન અને હાલના ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદી પટેલ (Anandi patel) અંબાજીના (Ambaji) આશીર્વાદ મેળવ્યા. ચૈત્રી નવરાત્રીના (Chaitri Navratri)અંતિમ દિવસે અંબાજી ખાતે મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું. અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી આનંદીબેન પટેલનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ તેમણે અંબાજી મંદિરના ગર્ભગૃહમાં માતાજીની પૂજા-અર્ચના કરી હતી. માતાજીની ગાદી પર ભટ્ટજી મહારાજના આશીર્વાદ પણ લીધા હતા. પુત્રી અનાર પટેલ પણ આનંદીબેન પટેલ સાથે અંબાજી પહોંચી હતી.
ચૈત્રી નવરાત્રીના નવ દિવસનું મહત્વ
નવરાત્રીનો તહેવાર દેવી દુર્ગાની પૂજા અને શક્તિની ઉપાસનાનો તહેવાર છે. જેમાં સમગ્ર 9 દિવસ સુધી દેવી દુર્ગાના 9 અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વખતે ચૈત્ર નવરાત્રી 2 એપ્રિલથી શરૂ થશે અને 11 એપ્રિલ સુધી ચાલશે. આ વખતે ચૈત્ર નવરાત્રી 9 દિવસની રહેશે. શાસ્ત્રોમાં 9 દિવસની નવરાત્રિ ખૂબ જ શુભ માનવામાં આવે છે, જ્યારે 8 દિવસની નવરાત્રિ શુભ માનવામાં આવતી નથી. 10 દિવસની નવરાત્રી ખૂબ જ ખાસ હોય છે.નવરાત્રીનો તહેવાર 9 દિવસ સુધી ચાલે છે જ્યારે તારીખ સામાન્ય હોય છે.આ વર્ષે ચૈત્રી નવરાત્રી 9 દિવસ સુધી ચાલશે.
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં તા. 8 થી 10 એપ્રિલના દિવસોએ શ્રી 51 શક્તિ પીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમાની પરિપાટીએ આ શ્રી પ૧ શક્તિપીઠ પરિક્રમાનું આયોજન અંબાજી ખાતે કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો :Junagadh : રામનવમીએ ભવ્ય શોભાયાત્રાની નીકળી, રામ મંદિરની પ્રતિકૃતિ સાથેનો રથ આકર્ષણનું કેન્દ્ર