AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MBBS ડોક્ટર્સ પાસેથી ત્રણ વર્ષમાં ગુજરાત સરકારે બોન્ડ પેટે 139 કરોડ વસૂલ્યા, આરોગ્ય મંત્રીએ ગૃહમાં આપી માહિતી

Gandhinagar News: રાજ્યની સરકારી કોલેજોમાંથી એમ.બી.બી.એસ. પાસ કર્યા હોય તેવા ડૉક્ટરોને નિમણૂક આપ્યા બાદ તેઓ ફરજ પર હાજર ન થાય તો તેમની પાસેથી બોન્ડની રકમ વસૂલવાની કામગીરી કરવામાં આવી રહી છે.

MBBS ડોક્ટર્સ પાસેથી ત્રણ વર્ષમાં ગુજરાત સરકારે બોન્ડ પેટે 139 કરોડ વસૂલ્યા, આરોગ્ય મંત્રીએ ગૃહમાં આપી માહિતી
Kinjal Mishra
| Edited By: | Updated on: Mar 20, 2023 | 5:39 PM
Share

હાલમાં ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યુ છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં રાજ્યના ડૉક્ટર્સ પાસેથી બોન્ડની રકમ વસૂલવા અંગે પ્રશ્ન પુછવામાં આવ્યો હતો. જેના જવાબમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની સરકારી કોલેજોમાંથી એમ.બી.બી.એસ. પાસ કર્યા હોય તેવા ડૉક્ટરોને નિમણૂક આપ્યા બાદ તેઓ ફરજ પર હાજર ન થાય તો તેમની પાસેથી બોન્ડની રકમ વસૂલવાની કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં આવા ડોક્ટરો પાસેથી કુલ રૂ. 139 કરોડ જેટલી માતબર રકમની વસૂલાત કરવામાં આવી છે.

ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યુ હતું કે, રાજ્યમાં જે ડોકટરો સેવા અથવા બોન્ડ સમયસર ભરી શકતા નથી તેમને રાજ્ય સરકાર દ્વારા પ્રાઈવેટ પ્રેક્ટિસ માટે જરૂરી સર્ટિફિકેટ આપવામાં આવતું નથી. આ ઉપરાંત તેમની યોગ્ય કાયદાકીય પગલાં લેવાની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વર્ગ-2ની જગ્યાઓ ભરવા અંગે આરોગ્ય પ્રધાને જવાબ આપ્યો

વિવિધ જિલ્લાઓમાં તબીબી અધિકારી વર્ગ-2ની જગ્યાઓ અંગે પૂછાયેલા પેટા પ્રશ્નનો જવાબ આપતા તેમણે જણાવ્યુ હતું કે, બનાસકાંઠા જિલ્લામાં હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મળી મંજૂર 256 જગ્યાઓ સામે 189, અમદાવાદ જિલ્લામાં મંજૂર 243 જગ્યાઓ સામે 233, મહેસાણા જિલ્લામાં મંજૂર 142 જગ્યાઓ સામે 130 અને ગાંધીનગર જિલ્લામાં મંજૂર 96 જગ્યા સામે 88 જગ્યાઓ ભરવામાં આવેલી છે. આગામી વર્ષ સુધીમાં નવી નિમણૂક કરી રાજ્યની તમામ તબીબી અધિકારી વર્ગ-2ની જગ્યાઓ ભરવામાં આવશે.

મેડિકલ કોલેજોમાં વર્ગ -1ના ડોક્ટરોની જગ્યાઓ 2024 સુધીમાં ભરી દેવાશે

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે રાજ્યની મેડિકલ કોલેજોમાં વર્ગ -1ની ડોક્ટરોની જગ્યાઓ 2024 સુધીમાં ભરી દેવાનું આયોજન છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે વર્ગ- 1 થી વર્ગ -4ની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત જાહેર સેવા પસંદગી સેવા મંડળને માગણાં પત્રથી ભરતી પ્રક્રિયા માટે આપવામાં આવી છે.

એમપી શાહ મેડિકલ કોલેજ, જામનગર ખાતે મંજૂર જગ્યાઓમાંથી ખાલી જગ્યાઓ તેમજ એમ એન્ડ જે ઇન્સ્ટિટયૂટ ઓફ ઓપ્થાલ્મોલોજી, અમદાવાદ ખાતે મંજૂર જગ્યાઓમાંથી ખાલી જગ્યા અંગેના પ્રશ્નોના ઉત્તરમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે એમપી શાહ મેડિકલ કોલેજ,જામનગર ખાતે 31-12-22ની સ્થિતિએ 718 મંજૂર જગ્યાઓ સામે 518 જગ્યાઓ ભરવામાં આવી છે. ખાલી 200 જગ્યાઓ માટે પ્રક્રિયા ચાલુ છે, તેમજ એમ એન્ડ જે ઇન્સ્ટિટયૂટ ઓફ ઓપ્થાલ્મોલોજી , અમદાવાદની 431 મંજૂર જગ્યા સામે 376 જગ્યાઓ ભરાયેલી છે. 55 ખાલી જગ્યાઓ માટે માટે પ્રક્રિયા ચાલુ છે.

મંત્રીએ જણાવ્યું કે ગુજરાત જાહેર સેવા આયોગ, ગૌણ સેવા પસંદગી મંડળને ખાલી જગ્યા ભરવા માગણી પત્રક આપવામાં આવેલ છે સાથો સાથ વોક ઈન ઇન્ટરવ્યૂ ,11 માસના કરાર આધારિત પ્રક્રિયાથી પણ જગ્યાઓ ભરવામાં આવે છે. જગ્યાઓ ખાલી રહેવા અંગે આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે નિવૃત્તિ તેમજ લાયક ઉમેદવારો ન મળવાને કારણે જગ્યાઓ ખાલી રહેવા પામે છે.

g clip-path="url(#clip0_868_265)">