Gujarat : સતત વધી રહ્યું છે લમ્પી વાયરસનું સંક્રમણ, સરકારે પાંચ સભ્યોની કમિટીની કરી રચના

|

Aug 02, 2022 | 10:47 AM

સરકારે (gujarat govt) લમ્પીને નાથવા પાંચ સભ્યોની કમિટીની રચના કરી છે.સાથે જ પ્રભાવિત જિલ્લાઓમાં રસીકરણની કામગીરી વધુ ઝડપી બનાવી છે.

Gujarat : સતત વધી રહ્યું છે લમ્પી વાયરસનું સંક્રમણ, સરકારે પાંચ સભ્યોની કમિટીની કરી રચના
Lumpy virus

Follow us on

રાજ્યમાં લમ્પી વાયરસનું (Lumpy virus Case)  સંક્રમણ સતત વધી રહ્યું છે.તેમ છતાં અનેક શહેરોમાં ગાયના મૃતદેહોને રઝળતા છોડી દેવામાં આવતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થઇ રહ્યા છે.બીજી તરફ બનાસકાંઠા અને પાટણ સહિતના જિલ્લાઓમાં લમ્પી સંક્રમિત પશુઓ બજારમાં રઝળપાટ કરતા જોવા મળતા અન્ય પશુઓ પર પણ જોખમ ઉભું થયું છે.સરકારે (gujarat govt) લમ્પીને નાથવા પાંચ સભ્યોની કમિટીની રચના કરી છે.સાથે જ તમામ લમ્પી (lumpy virus) પ્રભાવિત જિલ્લાઓમાં રસીકરણની કામગીરી વધુ ઝડપી બનાવી છે.દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) સુમૂલ ડેરીની રસીકરણની આગોતરી તૈયારીથી લમ્પીના નજીવા કેસ નોંધાયા છે.

રસીકરણની કામગીરી વધુ ઝડપી બનાવાઈ

પશુપ્રેમીઓએ હવે પશુઓને બચાવવા જાતે જ આયુર્વેદિક પદ્ધતિથી તેમની સારવાર શરૂ કરી છે.ગૌરક્ષકોએ પશુઓ માટે ખાસ ઔષધિય લાડુ બનાવી તેને ખવડાવી રહ્યા છે.લમ્પીને કારણે દૂધ ઉત્પાદન પર પણ ગંભીર અસરો પડી રહી છે.લમ્પી મુદ્દે રાજનીતિ પણ તેજ થઇ રહી છે.જામનગરમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન યોજી પશુપાલકને મૃત પશુદીઠ 50 હજારની સહાય ચૂકવવાની માંગ કરી છે.

CM ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છ જિલ્લાની કરશે મુલાકાત

રાજ્યમાં લમ્પી વાયરનું  સંક્રમણ સતત વધી રહ્યું છે.લમ્પી વાયરસની કાતિલ લહેરના કારણે પશુઓના ટપોટપ મોત થઈ રહ્યા છે.આ ખતરનાક વાયરસથી પશુધનને બચાવવા માટે રાજ્ય સરકાર (Gujarat Govt) પણ એક્શનમાં આવી છે, ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Cm Bhupendra Patel) આજે લમ્પી વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત કચ્છ જિલ્લાની મુલાકાતે લેશે.કચ્છમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આઇસોલેશન સેન્ટર, વેક્સિનેશન સેન્ટરની (Vaccination center) મુલાકાત લેશે, ત્યારબાદ તેઓ જિલ્લા વહીવટી તંત્ર સાથે આ રોગચાળા નિયંત્રણ અંગેની કામગીરીની સમીક્ષા કરી યોગ્ય માર્ગદર્શન આપશે.

Published On - 10:01 am, Tue, 2 August 22

Next Article