AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat સરકારનો મોટો નિર્ણય, ઉત્તર ગુજરાતના બે અતિ સૂકા તાલુકાઓને પાણી પહોંચાડાશે

મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં 61 કી.મી લાંબી મુખ્ય પાઇપલાઇન અને 135 કી. મીટર લાંબી પેટા લાઈન દ્વારા 200 ક્યુસેક્સ પાણી ઉદવહન કરવા માટે આશરે 3 પમ્પીંગ સ્ટેશન બનાવવા સહિતની સમગ્ર યોજનાકીય કામગીરી માટે 1411 કરોડ રૂપિયાની રકમ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

Gujarat સરકારનો મોટો નિર્ણય, ઉત્તર ગુજરાતના બે અતિ સૂકા તાલુકાઓને પાણી પહોંચાડાશે
Banaskantha Water
Kinjal Mishra
| Edited By: | Updated on: Jun 04, 2023 | 9:27 AM
Share

Gandhinagar :ગુજરાતના(Gujarat)  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ઉત્તર ગુજરાતના બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના બે અતિ સૂકા તાલુકા એવા થરાદ અને ધાનેરા તાલુકાના ગામોના તળાવો નર્મદાના પાણીથી ભરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ બે તાલુકાઓમાં ઉદવહન પાઈપલાઈનનું આયોજન કરીને સિંચાઇથી વંચિત એવા આ વિસ્તારોમાં ભૂગર્ભ જળ ઊંચા લાવવાનો ખેડૂત હિતકારી અભિગમ અપનાવ્યો છે.

બનાસકાંઠા જિલ્લાના આ બે તાલુકાઓમાં કોઇ મોટી સિંચાઇ વ્યવસ્થા ઉપલબ્ધ નથી. એટલું જ નહિ, થરાદ તાલુકાનો પૂર્વ તરફનો ઉપરનો વિસ્તાર સિંચાઇ વિહોણો છે.જેમાં થરાદ અને ધાનેરા તાલુકાઓને સિંચાઇ માટે પૂરતું પાણી મળી રહે તેની અતિ આવશ્યકતાને ધ્યાનમાં લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેય તાલુકાઓના ગામોના 200 થી વધારે સરકારી પડતર તળાવોને નર્મદા નહેર આધારિત ઉદવહન પાઇપલાઇનથી આવરી લેવાના દિશાનિર્દેશો આપ્યા છે.

1411 કરોડ રૂપિયાની રકમ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી

મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં 61 કી.મી લાંબી મુખ્ય પાઇપલાઇન અને 135 કી. મીટર લાંબી પેટા લાઈન દ્વારા 200 ક્યુસેક્સ પાણી ઉદવહન કરવા માટે આશરે 3 પમ્પીંગ સ્ટેશન બનાવવા સહિતની સમગ્ર યોજનાકીય કામગીરી માટે 1411 કરોડ રૂપિયાની રકમ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

200 થી વધુ તળાવો નર્મદા જળથી ભરવાનો આ ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, નર્મદા મુખ્ય નહેર આધારિત પ્રગતિ હેઠળની 2 અને પૂર્ણ થયેલી 12 એમ કુલ 14 ઉદવહન પાઇપલાઇનોની કુલ ક્ષમતા 3375 ક્યુસેક્સ દ્વારા મહત્તમ ૦.૬૦ MAF પાણી ઉપાડવામાં આવે છે. નર્મદાના વધારાના 1 MAF પાણીના ઉદવહન માટે સ્થાપિત ક્ષમતા વધારવી પડે તેમ છે તે સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે થરાદ અને ધાનેરા તાલુકાના બાકી રહી જતા ગામોના 200 થી વધુ તળાવો નર્મદા જળથી ભરવાનો આ ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">