MORBI : નવયુગ વિદ્યાલયના એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, શાળાને સાત દિવસ બંધ કરાઇ
અરવલ્લી જિલ્લાના મોડાસાની કોવિડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત મહિલાનું મોત થયું છે. બાયડ પંથકની 42 વર્ષીય મહિલાનું કોરોનાના કારણે મોત થયું છે. મહિલાનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા દાખલ કરાયા હતા. કોવિડ ગાઇડ લાઇનથી આરોગ્ય વિભાગે અંતિમ ક્રિયાની તજવીજ હાથ ધરી હતી.
રાજ્યમાં વિદ્યાર્થીઓમાં કોરોનાના કેસોની સંખ્યમાં સતત વધારો થઇ રહ્યો છે. હવે મોરબીના નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને કોરોના થયો છે. ધોરણ-12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને કોરોના થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. હાલ આરોગ્ય વિભાગે 119 વિદ્યાર્થી અને અન્ય સ્કૂલના સ્ટાફના સેમ્પલ લીધા છે. અને તેને ટેસ્ટિંગ માટે મોકલી દીધા છે. હાલ સ્કૂલને સાત દિવસ માટે બંધ કરી દીધી છે. જો કે, હાલ વિદ્યાર્થીઓને 7 દિવસ સુધી ઓનલાઇન શિક્ષણ પૂરું પાડવામાં આવશે.
મોડાસામાં કોરોનાગ્રસ્ત મહિલાનું મોત
અરવલ્લી જિલ્લાના મોડાસાની કોવિડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત મહિલાનું મોત થયું છે. બાયડ પંથકની 42 વર્ષીય મહિલાનું કોરોનાના કારણે મોત થયું છે. મહિલાનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા દાખલ કરાયા હતા. કોવિડ ગાઇડ લાઇનથી આરોગ્ય વિભાગે અંતિમ ક્રિયાની તજવીજ હાથ ધરી હતી.
નોંધનીય છેકે છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં અને દેશમાં કોરોના કેસોમાં ઉત્તરોતર વધારો નોંધાઇ રહ્યો છે. તેમાંપણ ખાસ કરીને ઑમિક્રૉન કેસો પણ ચિંતા વધારી રહ્યાં છે. આ સાથે હવે ધીરેધીરે કોરોનામાં મોત પણ થઇ રહ્યાં છે. જેને લઇને રાજયનું આરોગ્ય વિભાગ ચિંતિત બન્યું છે. પરંતુ હવે કોરોનાની ત્રીજી લહેર આવી ગઇ હોય તેવું જણાઇ રહ્યું છે.જેથી લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.
આ પણ વાંચો : PM મોદીના UAE-કુવૈત પ્રવાસ પર ઓમિક્રોનનું ‘ગ્રહણ’, 6 જાન્યુઆરીએ બંને દેશના પ્રવાસે જવાના હતા
આ પણ વાંચો : Ahmedabad: નરોડા વિસ્તારમાંથી અફીણના જથ્થા સાથે એક શખ્શની એસ.ઓ.જી ક્રાઇમે કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો