ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો, નવા 08 કેસ નોંધાયા એક્ટિવ કેસ 241એ પહોંચ્યા

|

Nov 23, 2022 | 10:18 PM

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં 23 નવેમ્બરના રોજ કોરોનાના નવા 08 કેસ નોંધાયા છે. જયારે આજે કોરોનાથી 21 દર્દીઓ સાજા થતા એક્ટિવ કેસની સંખ્યા 241 એ પહોંચી છે

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો, નવા 08 કેસ નોંધાયા એક્ટિવ કેસ 241એ પહોંચ્યા
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં 23 નવેમ્બરના રોજ કોરોનાના નવા 08 કેસ નોંધાયા છે. જયારે આજે કોરોનાથી 21 દર્દીઓ સાજા થતા એક્ટિવ કેસની સંખ્યા 241 એ પહોંચી છે. તેમજ કોરોનાના રિકવરી રેટ 99.12 ટકા થયો છે.જ્યારે આજે નોંધાયેલા કોરોનાના નવા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 03, સુરતમાં 02, રાજકોટમાં 01, સુરતમાં 01 અને વડોદરામાં 01 કેસ નોંધાયો છે. જ્યારે રાજ્યના બાકી જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. તેમજ કોરોનાના લીધે કોઇ મૃત્યુ પણ થયું નથી. ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનામાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. તેમજ કોરોના વેકસીનેશનની કામગીરી પણ પુર ઝડપે ચાલી રહી છે.જ્યારે ગુજરાતના અન્ય જિલ્લામાં આજે એક પણ કોરોના કેસ નોંધાયો નથી. જેના કારણે તંત્ર એ આજે રાહતનો શ્વાસ લીધો હતો. કોરોના મહામારીમાંથી ભારતને બહાર લાવવા માટે તંત્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ અગત્યનો ભાગ ભજવ્યો છે.

ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટની એન્ટ્રી થઈ

કોરોના મહામારીએ ભારત સહિત આખા દેશમાં તબાહી મચાવી હતી. કોરોનાના કારણે કરોડો લોકો સંક્રમિત થયા, લાખો લોકોના મોત થયા, અનેક પરિવારો વેરવિખેર થયા અને દુનિયાભરની અર્થવ્યવસ્થાને ભારે નુકશાન થયુ. કોરોના સામે રક્ષણ માટે નિયમો અને રસીકરણનો સહારો લઈને આપણે આ મહામારી બહાર આવવામાં અમુક અંશે સફર થયા છે પણ હવે દેશમાં કોરોનાની નવી લહેર આવવાના ભણકારા વાગી રહ્યા છે. તહેવારોના સમયમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. વધી રહેલા કેસોની ગતિને અટકાવવા માટે કેરળ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટની એન્ટ્રી થઈ છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

Next Article