ગુજરાતમાં કોરોનાના નવા 547 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 3000ને પાર

|

Jun 30, 2022 | 7:44 PM

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં આજે 30 જુનના રોજ કોરોનાના નવા 547 કેસ નોંધાયા છે. તેમજ કોરોનાની એક્ટિવ કેસની સંખ્યા 3000ને પાર પહોંચી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3042 થઈ છે. જ્યારે અમદાવાદ(Ahmedabad)શહેરમાં કોરોનાના સૌથી વધુ 222 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોનાના નવા 547 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 3000ને પાર
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં આજે 30 જુનના રોજ કોરોનાના નવા 547 કેસ નોંધાયા છે. તેમજ કોરોનાની એક્ટિવ કેસની સંખ્યા 3000ને પાર પહોંચી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3042 થઈ છે. જ્યારે અમદાવાદ(Ahmedabad)શહેરમાં કોરોનાના સૌથી વધુ 222 કેસ નોંધાયા છે.જેમાં સુરતમાં 82, વડોદરામાં 86, વલસાડમાં 22, મહેસાણામાં 18, નવસારીમાં 18, ગાંધીનગરમાં 16, ભરૂચમાં 15, કચ્છમાં 15, રાજકોટમાં 15, જામનગરમાં 13, સુરત જિલ્લામાં 11, આણંદમાં 10, ભાવનગરમાં 07, ગાંધીનગર જિલ્લામાં 06, અમદાવાદ જિલ્લામાં 05, મોરબીમાં 05, પાટણમાં 05, રાજકોટ જિલ્લામાં 04, વડોદરામાં 03, બનાસકાંઠામાં 02, ભાવનગર જિલ્લામાં 02, જામનગરમાં 02, બોટાદમાં 01, ખેડામાં 01 અને પોરબંદરમાં 01 કેસ નોંધાયો છે.

રાજ્ય સરકારની ચિંતા પણ વધારો

જેના લીધે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. આ તરફ રાજ્યના આરોગ્ય પ્રધાન પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઇકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો

ગુજરાતમાં કોરોનાના વધતા કેસને લઈ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો જોઈએ. કોર્ટ રૂમમાં વકીલ, ફરિયાદી કે આરોપી સિવાયના લોકોએ હાજર રહેવાની જરૂર જ નથી. ગુજરાત સરકાર કોરોના નિયમોનો પાલન કરાવે છે ત્યારે લોકોએ પણ વધારે સાવચેતી રાખવાની જરૂર છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સુરતમાં પણ  કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા

અમદાવાદ બાદ સુરતમાં પણ  કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં વધારો થઇ રહયો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્ર્મણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે.  નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ,ઓપીડી અને સારવારના સાધનો સહીત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ  એક્ટિવ કરી દેવામાં આવી છે.

Published On - 7:32 pm, Thu, 30 June 22

Next Article