ઊંઝાના ધારાસભ્ય આશા પટેલના પાર્થિવ દેહના સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓએ દર્શન કર્યા

ઊંઝાના ધારાસભ્ય આશા પટેલના પાર્થિવ દેહના ઊંઝા એપીએમસી ખાતે અંતિમ દર્શનાર્થે મૂકવામાં આવ્યો છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓએ તેમને દર્શન કર્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 5:57 PM

ગુજરાતમાં(Gujarat)  ભાજપના(BJP)  ઊંઝાના(Unjha) ધારાસભ્ય આશા પટેલના(Asha Patel)  અમદાવાદમાં નિધન બાદ તેમના નિવાસ સ્થાને વિધી માટે લઈ જવામાં આવ્યો હતો. તેમજ તેમના પાર્થિવ દેહના ઊંઝા એપીએમસી ખાતે અંતિમ દર્શનાર્થે મૂકવામાં આવ્યો છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓએ તેમને દર્શન કર્યા હતા. તેમજ સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આશાબહેનના નિધનથી પક્ષે એક સંનિષ્ઠ કાર્યકર ગુમાવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઊંઝા ના ધારાસભ્ય ડો.આશા બહેન પટેલના દુઃખદ અવસાન અંગે ઊંડા શોક ની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. તેમણે ડો.આશા બહેનના પાર્થિવ દેહ ના અંતિમ દર્શન માટે ઊંઝા પહોંચ્યા હતા અને સદગત ને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

સીએમ ભૂપેન્દ્ર પટેલે ડો.આશા બહેન પટેલે એક જાગતિક જન પ્રતિનિધિ તરીકે જનસેવા સાથે લોક પ્રશ્નો ના ઉકેલ માટે સતત કાર્યરત રહીને એક સંનિષ્ઠ ધારાસભ્ય તરીકે આપેલી સેવાઓની સરાહના કરી હતી. મુખ્યમંત્રીએ સ્વ.આશા બહેન ના આત્માની શાશ્વત શાંતિની પ્રભુ પ્રાર્થના પણ કરી હતી

આવતીકાલે સવારે આશાબેન પટેલના પાર્થિવ દેહને તેમના વતનના ગામ વિશોળ લઈ જવાશે. તેમજ આવતીકાલે સિદ્ધપુરમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ઉત્તર ગુજરાતના પાટીદાર સમાજના મોટા ચહેરા આશાબેન પટેલના નિધનથી સમાજ અને સ્થાનિક કાર્યકરોમાં શોકનો માહોલ છવાયો છે  રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આશા પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું અમે સંનિષ્ઠ ધારાસભ્ય ગુમાવ્યા છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ આશા પટેલના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. આ ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : રાજકોટના ઉપલેટામાં ખેડૂતોની મુશ્કેલી વધી, કેનાલ સાફ કર્યા વિના પાણી છોડાતા પાકને નુકશાનની ભીતિ

આ પણ વાંચો :  પાટીદાર અનામત આંદોલનના કેસો પાછા ખેંચવા અંગે કાયદાપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">