Gujarat CM Bhupendra Patel: દાદાના દમખમ અને નરેન્દ્ર-ભૂપેન્દ્રની વિકાસની જુગલબંધીથી ગુજરાત વૈશ્વિક ફલક પર, વાંચો Special Story

જો કે પડકારો, પ્રશ્નો અને સમસ્યાઓ વચ્ચે પણ દાદાની મૃદુતા અને મક્કમતાએ જનતામાં અલગ જ ઈમેજ ઉભી કરી છે. સત્તા છે તો સવાલ પણ ઉઠશે અને સમાધાન પણ મળશે જો કે મોટી વાત એ છે કે તમામને સાથે લઈને ચાલવાની કુનેહ જેમનામાં છે તે ભુપેન્દ્ર પટેલ અને જનતાના 'દાદા' રાજ્યના વિકાસ માટે દિવસ રાત એક કરીને કમર કસી રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે હવે 2024નું આવનારૂ ચિત્ર પણ ગુજરાત માટે એ જ ફુલ ગુલાબી બની રહેશે. 

Gujarat CM Bhupendra Patel: દાદાના દમખમ અને નરેન્દ્ર-ભૂપેન્દ્રની વિકાસની જુગલબંધીથી ગુજરાત વૈશ્વિક ફલક પર, વાંચો Special Story
ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની વિકાસ યાત્રા
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Sep 12, 2023 | 6:08 PM

ગુજરાતમાં ભાજપે પોતાની જીત સાથે પાયો નાખ્યા બાદ ફરીને જોયુ નથી. જીતની આ યાત્રા પાછળ ઘણા પરિશ્રમ અને રાજકીય પરિમાણોએ પણ ભાગ ભજવ્યો હતો જો કે આ તમામનો સરવાળો ભેગો થઈને એક સમીકરણ રચાતુ હતું અને તે હતુ ગુજરાતનો વિકાસ.

ગુજરાતમાં ભાજપે બેઠકો જીતવામાં પણ વિકાસ જ સાધ્યો છે અને જે 150 ને પાર પોહચી ગયો. ડબલ ડિજીટનો વિકાસ આંક ત્રિપલ આંકમાં ફેરવાવો એ કોઈ સામાન્ય ઘટના કે પછી કોઈ ગણિત નોહતું પણ એક સાથે વિવિધ મોરચા પર કરવામાં આવેલો આમ કાર્યકર્તાઓથી લઈ ખાસ પ્રધાનો સુધીનો પરિશ્રમ હતો. વાત જ્યારે આ પાયાની જ થઈ રહી છે તો જણાવવું જરૂરી થઈ પડે છે કે ગુજરાત ભાજપાની ડોર, જનતાની સુખાકારીની ચાવી અને રાજ્યનું વૈશ્વિક ફલક પર નૈતૃત્વ કરતા ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો આ તબક્કે ઉલ્લેખ કરવો જરૂરી થઈ પડે છે.

12 સપ્ટેમ્બર 2021નો એ દિવસ હતો કે જ્યારે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલનું નામ પ્રથમ વાર સી એમ તરીકે જાહેર કરવામાં આવ્યું. સૌના આશ્ચર્ય વચ્ચે ‘દાદા’ ના હુલામણા નામ થી ઓળખાતા ભૂપેન્દ્ર પટેલે પોતાની મૃદુ અને મક્કમ છાપ બે વર્ષના ગાળામાં જ ઉભી કરી નાખી. વર્ષ 2022ના વર્ષમાં સામે આવેલા નાના મોટા પડકારો અને પ્રશ્નો વચ્ચે મુખ્યપ્રધાને સાધેલા તમામ સાતેના સંકલને ગુજરાત ભાજપા માટે એ કરી બતાવ્યું કે જેના પ્રતાપે ભાજપ 156 બેઠક સુધી પોહચી ગયો.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

આ બેઠક લાવવા માટે પણ દાદાનો મેજીક તો કામ લાગ્યો જ પણ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દરેક ચૂંટણી પ્રચાર સમયે ‘નરેન્દ્ર – ભૂપેન્દ્ર ‘ની જોડીની વાત કરીને એક ખાસ મેસેજ પણ આપી દીધો હતો કે આગળની શાસન ધુરા પણ હવે દાદા જ સંભાળશે અને જેણે વિવિધ પ્રશ્નોને જે કુનેહથી ઉકેલીને મોટી સંખ્યામાં જનતાની ચાહનાને પોતાની તરફ વાળવા માટે સફળતા મેળવી.

વર્ષ 2022 માં ગુજરાતમાં ઐતિહાસિક જીત મળી ત્યાર બાદ વિકાસ અને સિદ્ધીની સફર કઈંક આવી રહી

  1. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 27 % અનામત જાહેર થઈ જે અન્ય કોઈ રાજ્યમાં નથી
  2.  સેમિકન્ડટર પોલિસી લાવનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત
  3.  માઇક્રોન સાથે થયા કરાર કે જેનો સાણંદમા નખાશે પ્લાન્ટ અને રોજગારીની દ્રષ્ટીએ ટેનિંગ પોઈન્ટ સાબિત
  4.  PMJY મા 10 લાખ સુધીનો વીમા કવચ જાહેર
  5. બીપરજોયમાં ઝીરો કેઝ્યુલિટીનો એપ્રોચ પૂર્વ તૈયારીના કારણે માનવ મૃત્યુ ટાળી શકાયા
  6. 10 અસરગ્રસ્ત જિલ્લાઓ ને 11.60 કરોડની તત્કાલ સહાય તથા 240 કરોડનું રાહત પેકેજ જાહેર
  7. 2400 થી વધુ અમૃત સરોવરના નિર્માણ સાથે 100% કામગીરી
  8. પંચાયત વિભાગના વર્ગ 3-4 કર્મચારીની મોટી સંખ્યામાં એક સાથે ઓનલાઈન બદલી કરીને નાનામાં નાના સ્તર પર પાર્દર્શકતા અને કામમાં ઝડપ લાવવાનો નવતર પ્રયોગ
  9. પુરવઠા વિભાગ પર ચાંપતી નજર રાખવા 5953 cctv કેમેરા ઈન્સ્ટોલ કરાવીને પ્રજાલક્ષી વહિવટનું ઉદાહર પુરૂ પાડ્યુ
  10. રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું 3.01 લાખ કરોડનું વાર્ષિક બજેટ જાહેર થયું
  11. 2 વર્ષ માં 10 હજાર પંચાયત કર્મીઓની ભરતીનું આયોજન
  12. 10338 LRD ભરતી, 1600 થી વધુ PSIની ભરતી પૂર્ણ, ચાલુ વર્ષ માં વધુ 8000 ભરતીનું આયોજન કરીને વચનબદ્ધતા નિભાવવા તરફનું પગલું
  13. જાહેર ભરતી પરીક્ષામાં પેપરલીક સામે કડક કાયદો લાવીને યુવાનોમાં વિશ્વાસનો માહોલ જગાડવાથી લઈ 2 વર્ષ માં રાજ્યમાં ઉપસ્થિત થયેલા મોટા પ્રશ્નોનો ઉકેલ લાવી દીધો

ગુજરાતમાં જે પ્રકારે સરકારે ઝડપથી કામગીરી કરીને પ્રજાલક્ષી વહિવટનો દાખલો બેસાડવાનો પ્રયાસ કર્યો તે વચ્ચે કેટલીક એવી ઘટનાઓ પણ બની ગઈ કે જેનો ઉલ્લેખ કરવો પણ જરૂરી બની જાય છે. 

  1. મોરબી બ્રિજ તૂટ્યો 100 થી વધુ લોકોના મૃત્યુ થયા અને સૌરાષ્ટ્ર હિબકે ચઢ્યુ
  2. આંદોલનની ચૂંટણી પહેલા ભરમાર રહી કે જેણે સરકારના નાકમાં દમ કરી નાખ્યો હતો
  3. 2022 માં નવી સરકાર બનતા સાથે પેપરલીક થતા વધુ એક વાર પરીક્ષા રદ થઈ
  4. ઢોર નિયંત્રણ બિલ પાછું ખેંચવાની ફરજ પડી કેમકે આ બિલે ઘણા વિવાદને જન્મ આપ્યો હતો
  5. રાજ્યમાં નિર્માણાધિન અને જૂના 3 બ્રિજ તૂટવાની ઘટના સામે આવી જેને લઈને સરકારી તંત્ર પર જ સવાલો પણ ઉઠ્યા

રાજ્યની વિકાસ યાત્રાના નાયક અને સતત કઈંક નવું કરવા સાથે જનતા સાથે જમીન પર જોડાઈ રહેવાની ભુપેન્દ્ર પટેલની સ્ટાઈલે, તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીની કોમન મેન(સી.એમ) ની વ્યાખ્યાને જાળવી રાખી જો કે આ રાજકારણ છે અને અહીંયા સરળતા કરતા પડકારો પણ એટલા જ રહ્યા છે.

મુખ્યમંત્રી સામે આ રહ્યા પડકાર

  1. 2024 ની ચૂંટણીમાં 2014, 2019 ના પરિણામો રિપીટ કરવાનો પડકાર સૌથી મોટો રહેશે કેમકે આવા સમયે તમામ પ્રશ્નો અને વિરોધીઓ એકમંચ પર રહેશે
  2. સૌથી નાના મંત્રીમંડળ સાથે પરફોર્મ કરવું એ પણ ઓછા પડકાર જેવું નથી
  3. સરકારી વ્યવસ્થાને ભ્રષ્ટાચાર મુક્ત કરવાનો પડકાર એટલે છે કે એક પછી એક 3 IAS અત્યારે રડારમાં આવી ચુક્યા છે સાથે જ અનેક સરકારી કર્મીઓ પણ ACBના છટકામાં સપડાઈ ચુક્યા છે, ત્યારે જનતામાં ભરોસો પેદા કરવા ભ્રષ્ટાચાર પર કડક પગલા લેવા જરૂરી બની ગયા છે
  4. જ્ઞાન સહાયક યોજના સહિત ભરતી પ્રક્રિયાની સિસ્ટમ સામે ઉઠી રહેલા પ્રશ્નોનો પડકાર પણ સામાન્ય નથી કેમકે યુવાનો સરકાર પાસે ન્યાયની અપેક્ષા રાખે છે
  5. અધિકારી રાજ દૂર કરવાનો પડકાર એ આજકાલનો નથી પરંતુ સિસ્ટમમાં ઘરી કરી ગયેલી ઉધઈ જેવો છે  કે જેને હટાવવા માટે જડમૂળથી જ સફાઈ કરવી પડે તેમ છે જે તાત્કાલિક શક્ય નથી.

જો કે પડકારો, પ્રશ્નો અને સમસ્યાઓ વચ્ચે પણ દાદાની મૃદુતા અને મક્કમતાએ જનતામાં અલગ જ ઈમેજ ઉભી કરી છે. સત્તા છે તો સવાલ પણ ઉઠશે અને સમાધાન પણ મળશે જો કે મોટી વાત એ છે કે તમામને સાથે લઈને ચાલવાની કુનેહ જેમનામાં છે તે ભુપેન્દ્ર પટેલ અને જનતાના ‘દાદા’ રાજ્યના વિકાસ માટે દિવસ રાત એક કરીને કમર કસી રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે હવે 2024નું આવનારૂ ચિત્ર પણ ગુજરાત માટે એ જ ફુલ ગુલાબી બની રહેશે.

ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
g clip-path="url(#clip0_868_265)">