Gujarat Board 12th Result 2023 Declared : ગુજરાત બોર્ડ ધોરણ 12માં ઉત્તર બુનિયાદી પ્રવાહનું સૌથી વધારે પરિણામ

ગુજરાતમાં(Gujarat)  ધોરણ 12 સામાન્ય પ્રવાહના(Std 12th Result) આજે જાહેર થયેલા પરિણામમાં પ્રવાહ વાર પરિણામ પર નજર કરીએ તો જણાશે કે સૌથી વધારે પરિણામ ઉત્તર બુનિયાદી પ્રવાહમાં 78.76 ટકા આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ સામાન્ય પ્રવાહનું 73. 22 ટકા આવ્યું છે. જ્યારે વ્યવસાયિક પ્રવાહનું પરિણામ 73. 82 ટકા આવ્યું છે.

Gujarat Board 12th Result 2023 Declared : ગુજરાત બોર્ડ ધોરણ 12માં ઉત્તર બુનિયાદી પ્રવાહનું  સૌથી વધારે પરિણામ
Gujarat Board 12h Result 2023 Declared
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2023 | 9:16 AM

Gujarat Board 12th Result 2023 Declared : ગુજરાતમાં(Gujarat)  ધોરણ 12 સામાન્ય પ્રવાહના(Std 12th Result) આજે જાહેર થયેલા પરિણામમાં પ્રવાહ વાર પરિણામ પર નજર કરીએ તો જણાશે કે સૌથી વધારે પરિણામ ઉત્તર બુનિયાદી પ્રવાહમાં 78.76 ટકા આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ સામાન્ય પ્રવાહનું 73. 22 ટકા આવ્યું છે. જ્યારે વ્યવસાયિક પ્રવાહનું પરિણામ 73. 82 ટકા આવ્યું છે.

12 સામાન્ય પ્રવાહનું  પરિણામ 73. 27 ટકા  જાહેર

ગુજરાત  બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું  પરિણામ 73. 27 ટકા  જાહેર થયું છે  આ પરિણામ વિદ્યાર્થીઓ બોર્ડની  વેબસાઈટ  gseb.org  પર ઓનલાઈન જોઈ શકશે. તેમજ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા મોબાઈલ નંબર 6357300971 પરથી વોટ્સએપ દ્વારા જાણી શકાશે.ગુજરાત બોર્ડમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

તેમાંથી 3,49,792 પરીક્ષાથીની ઉત્તીર્ણ થયેલ

આ પરીક્ષામાં4, 79,298 ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી 4,77,392 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં આપી હતી. તેમાંથી 3,49,792 પરીક્ષાથીની ઉત્તીર્ણ થયેલ છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 73.27 ટકા આવેલ છે.જ્યારે બધા વર્ષમાં ઉતીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 29,974 ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી 28,321 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 11,205 ઉમેદવાર સફળ થયા છે. આ પરીક્ષામાં 34,533 ખાનગી નિયમિત ઉમેદવારો નોંધાયા હતા.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

ખાનગી પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 28.94 ટકા આવેલ છે

જે પૈકી 11,988 પરીક્ષાઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 10,830 પરીક્ષાર્થીઓ ઉતીર્ણ થયેલ છે. ખાનગી નિયમિત ઉમેદવારો પરિણામ 33,86 ટકા આવેલ છે. અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ખાનગી પુનરાવર્તિત તરીકે 12,849 ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી 11,833 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 3,125 ઉમેદવાર સફળ થયા છે. આમ ખાનગી પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 28.94 ટકા આવેલ છે.

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું(Std 12 Result) પરિણામ જાહેર થયું છે. આ પરિણામ વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ gseb.org પર ઓનલાઈન જોઈ શકશે. તેમજ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા મોબાઈલ નંબર 6357300971 પરથી વોટ્સએપ દ્વારા જાણી શકાશે.ગુજરાત બોર્ડમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લાનું 84.59% પરિણામ અને દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ 54.67% પરિણામ જાહેર થયુ છે.

અમદાવાદ શહેરનું પરિણામ 66.83 ટકા પરિણામ આવ્યુ છે. તો અમદાવાદ ગ્રામ્યનું પરિણામ 71.15 ટકા આવ્યુ છે. અમરેલીમાં 76.54 ટકા, ખેડા જિલ્લાનું 67.75 ટકા, જામનગર જિલ્લાનું 80.28 ટકા, જૂનાગઢ 67.66 ટકા, ડાંગ જિલ્લાના આહવાનું 82.13 ટકા પરિણામ જાહેર થયુ છે.

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">