Gandhinagar : વિધાનસભામાં ફરી વિપક્ષનો હંગામો,લમ્પી વાયરસ મુદ્દે વિપક્ષે કર્યું વોક આઉટ

લમ્પી વાયરસ (Lumpy Virus) અંગે ચર્ચા માટે કોંગ્રેસી ધારાસભ્ય પૂજા વંશે સમય માંગ્યો હતો.જો કે અગાઉ નોટીસ ના આપી હોવાથી અધ્યક્ષે (Gujarat Assembly speaker) સમય આપવાની ના પાડી જેને કારણે વિપક્ષે હોબાળો મચાવ્યો.

Gandhinagar : વિધાનસભામાં ફરી વિપક્ષનો હંગામો,લમ્પી વાયરસ મુદ્દે વિપક્ષે કર્યું વોક આઉટ
Gujarat Assembly Monsoon session
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Sep 22, 2022 | 12:37 PM

વિધાનસભા સત્રનો (Monsoon session) આજે છેલ્લો દિવસ છે. ત્યારે આજે ફરી ગૃહમાં વિપક્ષે હંગામો મચાવ્યો છે. લમ્પી વાયરસ મુદ્દે વિપક્ષે વિધાનસભામાંથી વોક આઉટ કર્યું છે. મહત્વનું છે કે વિપક્ષના ધારાસભ્ય પૂજા વંશે લમ્પી વાયરસ (Lumpy Virus) અંગે ચર્ચા માટે સમય માંગ્યો હતો.જો કે અગાઉ નોટીસ ના આપી હોવાથી અધ્યક્ષે (Gujarat Assembly speaker) સમય આપવાની ના પાડી જેને કારણે વિપક્ષે હોબાળો મચાવ્યો. બાદમાં કોંગ્રેસી (Congress)  ધારાસભ્યોએ લમ્પી વાયરસ અંગે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

વિપક્ષનો સરકારને ઘરવાનો પ્રયાસ

વિધાનસભાના 11 મા  સત્રનો છેલ્લો દિવસ છે,ત્યારે કોંગ્રેસ પોતાની રણનિતી અનુસાર સતત વિપક્ષને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. પહેલા પરેશ ધાનાણીએ (Paresh Dhanani)ખાદ્યતેલમાં સરકારનું નિયંત્રણ ન હોવાના મુદ્દાને લઈ સરકારને ઘેરી. જે બાદ કોગ્રેસી ધારાસભ્ય પૂજા વંશે લમ્પી વાયરસ મુદ્દે ચર્ચા કરવા સમય માગ્યો હતો.જો કે અધ્યક્ષે અગાઉ નોટિસ ન આપવાના કારણે સમય ફાળવણીની ના પાડી જેને કારણે વિપક્ષે ગૃહમાં હોબાળો મચાવ્યો.હાલ કોંગ્રેસી ધારાસભ્યો ગૃહની બહાર દેખાવો કરી વિરોધ નોંધાવી રહ્યા છે.વિપક્ષનું કહેવુ છે કે સરકાર લમ્પી વાયરસને લઈને ગંભીરતા દાખવી રહી નથી.

ગુજરાત નગરપાલિકા સુધારા વિધેયક સર્વાનુમતે પસાર

ગુજરાત વિધાનસભાના અંતિમ સત્રમાં ગુજરાત નગરપાલિકા સુધારા વિધેયક સર્વાનુમતે પસાર થયો છે.રાજ્યકક્ષાના મંત્રી વિનોદ મોરડીયા દ્વારા રજૂ કરાયું હતુ. નગરપાલિકામાં અલગ- અલગ ભરતી કરવા અંગે આ સુધારા વિધેયક રજૂ કરાયું હતુ.

સત્રના પ્રથમ દિવસે પણ કોંગ્રેસી ધારાસભ્યોનો આકરો વિરોધ

વિધાનસભા સત્રના પ્રથમ દિવસે (Gujarat Assembly Session) શરૂઆત થાય તે પૂર્વે જ કોંગ્રેસના (Congress) ધારાસભ્યોએ દેખાવો કર્યા હતા. કોંગ્રેસના સભ્યોએ વિવિધ મુદ્દાઓ અંગે બેનર ધારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો. તો સત્ર શરૂ થયા બાદ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે હોબાળો કરતા 15 ધારાસભ્યોને સસ્પેન્ડ (suspend ) કરવામાં આવ્યા હતા. જે બાદ આ ધારાસભ્યો ધરણા પર બેઠા હતા. તમને જણાવી દઈએ કે, સસ્પેન્ડ થયેલ ધારાસભ્યોએ મોક સત્ર શરુ કર્યું હતું અને શાસક-વિપક્ષના બે ગ્રુપ બનાવી રસ્તા પર જ વિધાનસભા શરુ કરી હતી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati