Gujarat માં કોરોનાના નવા 889 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 5675એ પહોંચી

ગુજરાત(Gujarat)  કોરોનાના(Corona)  કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 26 જુલાઇના રોજ કોરોનાના નવા 889 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5675 એ પહોંચી છે.

Gujarat માં કોરોનાના નવા 889 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 5675એ પહોંચી
Gujarat Corona Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2022 | 8:59 PM

ગુજરાત (Gujarat)  કોરોનાના (Corona)  કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 26 જુલાઇના રોજ કોરોનાના નવા 889 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5675 એ પહોંચી છે. જેમાં અમદાવાદમાં 315,(Ahmedabad)  વડોદરામાં 64, સુરતમાં 52, મહેસાણામાં 46,પાટણમાં 44, રાજકોટમાં 41, વડોદરામાં 31, ગાંધીનગરમાં 27, કચ્છમાં 24, સાબરકાંઠામાં 22, નવસારીમાં 20, રાજકોટમાં 19, સુરત જિલ્લામાં 19, આણંદમાં 16, અમરેલીમાં 14, ભાવનગરમાં 13, ખેડામાં 13, વલસાડમાં 13, જામનગરમાં 12, મોરબીમાં 11, અમદાવાદ જિલ્લામાં 09,ભરૂચમાં 09, ગાંધીનગરમાં 09, પોરબંદરમાં 09, બનાસકાંઠામાં 08,ભાવનગરમાં 04, સુરેન્દ્રનગરમાં 04, અરવલ્લીમાં 03, દ્વારકામાં 03, ગીર સોમનાથ 03, તાપીમાં 03, બોટાદમાં 02, જામનગરમાં 02, જૂનાગઢમાં 02, દાહોદમાં 01, જૂનાગઢ જિલ્લામાં 01 અને પંચમહાલમાં 01 કેસ નોંધાયા છે. જયારે રાજયમાં કોરોના રિકવરી રેટ 98.67 ટકા થયો છે. જ્યારે આજે કોરોનાથી 826 દર્દીઓ સાજા થયા છે.

કોરોનાના કેસમાં ફરી વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપી સેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્રમણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે. નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ, ઓપીડી અને સારવારના સાધનો સહિત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ એક્ટિવ કરી દેવામાં આવી છે.

શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!

દેશમાં રસીકરણની કામગીરી પણ એટલી જ ઝડપથી ચાલી રહી છે. દેશમાં હાલ કોરોના માટેનો બૂસ્ટર ડોઝ પણ ફ્રીમાં આપવામાં આવી રહ્યો છે. જેથી દેશની જનતા કોરોનાથી બચી શકે. એ નોંધનીય છે કે, કોરોના વેક્સિનેશનને કારણે દેશમાં કોરોના મહામારીને બ્રેક લાગી હતી. પણ હાલમાં કોરોનાના કેસ ગુજરાતની સાથે સાથે દેશમાં પણ વધતા જોવા મળી રહ્યા છે. તેવામાં સાવધાની રાખવી જરુરી છે.

g clip-path="url(#clip0_868_265)">