AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં કોરોનાના નવા 787 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 4896 થઈ

ગુજરાત (Gujarat) કોરોનાના(Corona)કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 19 જુલાઇના રોજ કોરોના નવા 787 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોનાના નવા 787 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 4896 થઈ
Gujarat Corona Update
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2022 | 8:35 PM
Share

ગુજરાત (Gujarat) કોરોનાના(Corona)કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 19 જુલાઇના રોજ કોરોના નવા 787 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં(Ahmedabad)308,સુરત 57, મહેસાણામાં 55, વડોદરામાં 44, રાજકોટમાં 39, સુરતમાં 28, ગાંધીનગરમાં 25, ભાવનગરમાં 22, ભરૂચમાં 21,વડોદરામાં 21, જામનગરમાં 19, ગાંધીનગરમાં 17, કચ્છમાં 16, પાટણમાં 16, રાજકોટમાં 14, વલસાડમાં 12, મોરબીમાં 10, નવસારીમાં 10, આણંદમાં 09, અમદાવાદમાં જિલ્લામાં 07, અમરેલીમાં 06, ખેડામાં 05,સુરેન્દ્રનગરમાં 05, બનાસકાંઠામાં 04, અરવલ્લીમાં 03,પોરબંદરમાં 03, ભાવનગરમાં 02, જામનગરમાં 02,સાબરકાંઠામાં 02, તાપીમાં 02, દાહોદમાં 01, જૂનાગઠમાં 01 અને મહીસાગરમાં 01 કેસ નોંધાયો છે. જ્યારે રાજયમાં કોરોનાના નવા 4896 એક્ટિવ કેસ નોંધાયા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 98.73 ટકા થયો છે. તેમજ રાજયના આજે કોરોનાના 659 દર્દીઓ સાજા થયા છે.

કોરોનાના કેસ વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્રમણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે. નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ, ઓપીડી અને સારવારના સાધનો સહિત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ એક્ટિવ કરી દેવામાં આવી છે.

Follow Us
સંસ્કારી નગરી વડોદરામાંથી... ફરી સામે આવ્યો શરમજનક ઘટનાક્રમ
સંસ્કારી નગરી વડોદરામાંથી... ફરી સામે આવ્યો શરમજનક ઘટનાક્રમ
'જય શ્રી રામ' બોલવા પર પશ્ચિમ બંગાળમાં તોડફોડ-બાબલ, જુઓ વીડિયો
'જય શ્રી રામ' બોલવા પર પશ્ચિમ બંગાળમાં તોડફોડ-બાબલ, જુઓ વીડિયો
સામાજિક મેળાવડામાં હાજરી આપો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો
સામાજિક મેળાવડામાં હાજરી આપો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો
કચ્છના નાના રણમાં દુર્લભ ફેનેક શિયાળ દેખાયું
કચ્છના નાના રણમાં દુર્લભ ફેનેક શિયાળ દેખાયું
દીપ પ્રજાપતિના વીડિયોથી ભડક્યા મમતા દીદી, ધરપકડ અને જીવનું જોખમ
દીપ પ્રજાપતિના વીડિયોથી ભડક્યા મમતા દીદી, ધરપકડ અને જીવનું જોખમ
લીંબુના ભાવ 300 ને પાર: ગરમીમાં શાકભાજીના ભાવમાં 30 ટકાનો તોતિંગ ઉછાળો
લીંબુના ભાવ 300 ને પાર: ગરમીમાં શાકભાજીના ભાવમાં 30 ટકાનો તોતિંગ ઉછાળો
મોરબી સિરામિક ઉદ્યોગ ફરી ધમધમ્યો: 350 યુનિટો શરૂ, નિકાસમાં નવા પડકારો
મોરબી સિરામિક ઉદ્યોગ ફરી ધમધમ્યો: 350 યુનિટો શરૂ, નિકાસમાં નવા પડકારો
સાણંદ GIDCની કંપનીમાં ભીષણ આગ: ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે
સાણંદ GIDCની કંપનીમાં ભીષણ આગ: ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે
AMCનો વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ: ગોબરમાથી બાયોગેસ બનાવી કરી લાખોની બચત
AMCનો વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ: ગોબરમાથી બાયોગેસ બનાવી કરી લાખોની બચત
કચ્છના દરિયાકાંઠે શંકાસ્પદ ડ્રોનનો કાટમાળ મળ્યો, જુઓ Video
કચ્છના દરિયાકાંઠે શંકાસ્પદ ડ્રોનનો કાટમાળ મળ્યો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">