ગ્રામ પંચાયતની ચૂંટણી : રાજ્યની 8686 ગ્રામ પંચાયતોમાં સરેરાશ 74.70 ટકા મતદાન, 5 ગ્રામ પંચાયતમાં ફરી મતદાન થશે

Gram Panchayat Elelction : ચૂંટણી અધિકારીઓ દ્વારા છપાવવામાં આવેલા મતપત્રોમાં અથવા પ્રતીક છાપકામમાં થયેલ ક્ષતિઓ અને કાર્યરીતિની ક્ષતિના કારણે 5 કિસ્સામાં તા.20-12-2021 ના રોજ સવારે 7 થી સાંજના 6 કલાક સુધી પુનઃ મતદાન યોજવામાં આવનાર છે.

ગ્રામ પંચાયતની ચૂંટણી : રાજ્યની 8686 ગ્રામ પંચાયતોમાં સરેરાશ 74.70 ટકા મતદાન, 5 ગ્રામ પંચાયતમાં ફરી મતદાન થશે
Gram Panchayat Polls Average 74.70 percent voter turnout has been recorded in Gujarat
TV9 GUJARATI

| Edited By: Nakulsinh Gohil

Dec 19, 2021 | 11:15 PM


GANDHINAGAR : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજયની 10,897 ગ્રામ પંચાયતોની ચૂંટણી તા.19-12-2021ના રોજ યોજવા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ હતો. ચૂંટણી જાહેર કરેલી ગ્રામ પંચાયતો પૈકી કેટલીક ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ તેમજ કેટલીક ગ્રામ પંચાયતો અંશતઃબિનહરીફ થયા બાદ 8686 જેટલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાયેલ છે. જેનું આજે 19-12-2021 ના રોજ મતદાન યોજાયેલ છે. ચૂંટણી હેઠળની ઉક્ત 8686 ગ્રામ પંચાયતોમાં અંદાજિત 74.70 ટકા મતદાન થયેલ છે.

છુટાછવાયા બનાવોને બાદ કરતાં મતદાન એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. રાજય ચૂંટણી આયોગને મળેલ અહેવાલો પ્રમાણે ચૂંટણી અધિકારીઓ દ્વારા છપાવવામાં આવેલા મતપત્રોમાં અથવા પ્રતીક છાપકામમાં થયેલ ક્ષતિઓ અને કાર્યરીતિની ક્ષતિના કારણે 5 કિસ્સામાં તા.20-12-2021 ના રોજ સવારે 7 થી સાંજના 6 કલાક સુધી પુનઃ મતદાન યોજવામાં આવનાર છે.

ઉમેદવારી પત્રોની ચકાસણી પછી અને તા.19-12-2021 ના રોજ મતદાન શરૂ થાય તે પહેલાં ગ્રામ પંચાયતના સરપંચની બેઠક માટેનાં હરીફ ઉમેદવારોનું અવસાન થવાના 4 કિસ્સામાં અને ગ્રામ પંચાયતના વોર્ડની બેઠક માટેના હરીફ ઉમેદવારનું અવસાન થવાના 11 બેઠકોના કિસ્સામાં તે બેઠકોની ચૂંટણી રદ્દ કરવામાં આવે છે. ઉક્ત બેઠકોની ચૂંટણી યોજવા રાજય ચૂંટણી આયોગ નવેસરથી ચૂંટણીનો કાર્યક્રમ જારી કરશે. ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ સંપન્ન થવા માટે રાજય ચૂંટણી આયોગ ગ્રામ પંચાયતોના મતદારો, ઉમેદવારો, ચૂંટણી સાથે સંકળાયેલ તમામ અધિકારીઓ / કર્મચારીઓ તથા પોલીસ તંત્રનો આભાર માન્યો છે.

ક્યાં કેટલું મતદાન થયું ?
રાજ્યમાં 8686 ગ્રામ પંચાયતોમાં સરેરાશ 74.70 ટકા મતદાન નોંધાયું છે જેમાં,

1)દક્ષિણ ગુજરાતમાં 60 ટકા, ઉત્તર ગુજરાતમાં 62 ટકા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 65 ટકાથી વધુ, મધ્ય ગુજરાતમાં 61 ટકાથી વધુનું મતદાન નોંધાયું હતું.
2)ખેડા જિલ્લામાં એકંદરે 80 ટકા મતદાન,
3)ભાવનગર જિલ્લામાં અંદાજીત 66.08 ટકા મતદાન,
4)મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 73.17 ટકા મતદાન,
5)રાજકોટ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 72.72 ટકા મતદાન,
6)કચ્છ જિલ્લાના દસ તાલુકામાં સરેરાશ 68.03 ટકા મતદાન,
7)ગીર સોમનાથ જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 71.60 ટકા મતદાન,
8)સુરત જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 70 ટકા મતદાન,
9)વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 66 ટકા મતદાન નોંધાયું હતું..

અન્ય તાલુકાની વાત કરીએ તો
1)ડભોઈમાં 73.70 ટકા મતદાન,
2)વલસાડ અંદાજે 70 ટકા મતદાન,
3)બનાસકાંઠા- ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 74.82 ટકા મતદાન,
4)નર્મદા: ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 78.45 ટકા મતદાન
5) નાંદોદમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 82.36 ટકા મતદાન,
6)ડેડિયાપાડામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 82.38 ટકા મતદાન,
7)સાગબારામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 73.76 ટકા મતદાન,
8)ગરુડેશ્વરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 73.92 ટકા મતદાન,
9)તિલકવાડામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 82.61 ટકા મતદાન નોંધાયું હતું.

આ પણ વાંચો : CORONA : શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું જરૂર પડ્યે રાજ્યમાં વધુ કડક SOP લાવીશું


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati