Gandhinagar: રાજ્યમાં ઉનાળામાં નહીં સર્જાય પીવાના પાણીની તંગી, પીવા માટેના 73 જળાશયોમાં 6 ગણો પાણીનો જથ્થો

Gandhinagar: ઉનાળામાં રાજ્યના નાગરિકોને પીવાના પાણીની તકલીફ કે તંગી નહીં પડે. આ અંગે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે ઉનાળાને ધ્યાને લઈ ચાલુ વર્ષે કુલ 13 જિલ્લાઓમાં 325 નવીન ટ્યુબવેલ લગાવવામાં આવ્યા છે. તેમજ 432 નવીન મીની યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે.

Gandhinagar: રાજ્યમાં ઉનાળામાં નહીં સર્જાય પીવાના પાણીની તંગી, પીવા માટેના 73 જળાશયોમાં 6 ગણો પાણીનો જથ્થો
સરકારનો દાવો, નહીં સર્જાય પીવાના પાણીની તંગી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2023 | 5:21 PM

ગુજરાત  સરકારે દાવો કર્યો છે કે ઉનાળાની સિઝનમાં રાજ્ય વાસીઓને પીવાના પાણીની જરા પણ તકલીફ પડશે નહીં. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે જાણકારી આપતા જણાવ્યુ છે કે પીવા માટેના આરક્ષિત જળાશયોમાં 6 ગણુ પાણી ઉપલબ્ધ છે. આ આરક્ષિત જળાશયોમાં 2.52લાખ મિલિયન ઘનફુટ એટલે કે 50.32 ટકા જથ્થો છે. જેની સામે પીવા માટે 46000 મિલિયન ઘનફુટ પાણી જોઈએ છે.

ચાલુ વર્ષે 13 જિલ્લામાં 325 નવા ટ્યુબવેલ બનાવવામાં આવ્યા

રાજ્ય કેબિનેટની બેઠક બાદ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતુ કે ઉનાળાને ધ્યાને રાખી ચાલુ વર્ષે 13 જિલ્લાઓમાં 325 નવા ટ્યુબવેલ શરૂ કરવામાં આવ્યા છે. તેમજ 432 નવી મીની યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં જો જરૂરિયાત જણાશે તો બીજા 200 ડીઆર બોર અને 3000 જેટલા DTH બોર બનાવવાનું આયોજન છે.

પીવાના પાણીની ફરિયાદો માટે ફ્રી નંબર 1916 કાર્યરત છે

રાજ્યના અગરિયાઓને દરિયા કાંઠે  પીવાનું પાણી પુરું પાડવા માટે જરૂરિયાત જણાય તો ટેન્કર મારફતે પાણી પુરૂ પાડવાનું આયોજન કરવામાં આવ્યુ છે. પીવાના પાણીની ફરિયાદો મેળવવા માટે ટોલ ફ્રી નંબર 1916 કાર્યરત છે. જે 24 કલાક ચાલુ રહે છે અને ફરિયાદ મળ્યા બાદ સ્થાનિક કચેરી દ્વારા તાત્કાલિક ફરિયાદનો નિકાલ થાય તેની તકેદારી લેવામાં આવે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

પાણી પુરવઠા બોર્ડ દ્વારા 14,460 ગામોને પાણી પુરવઠો પુરો પાડવા આવરી લેવાયા

પાણી પુરવઠા બોર્ડ દ્વારા કુલ 24,420 ગામો મળી કુલ 14,460 ગામોને પાણીનો પુરવઠો પુરો પાડવા આવરી લીધા છે. જ્યારે અન્ય બાકી રહેતા ગામો સ્થાનિક સોર્સ આધારિત સ્વતંત્ર યોજના મારફત પાણી પુરવઠો મેળવે છે.

ઉનાળામાં જરૂરિયાત મુજબ 2200 થી 2300 એમ.એલ.ડી. સુધી વિતરણ કરવાનું આયોજન

સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર માટે બલ્ક વોટર સપ્લાય ગ્રીડ મારફત હાલ સરેરાશ 1950 એમ.એલ.ડી. પાણી વિતરણ કરવામાં આવે છે. જે ઉનાળામાં જરૂરિયાત મુજબ 2200 થી 2300 એમ.એલ.ડી. સુધી વિતરણ કરવાનું આયોજન છે. તેવી જ રીતે દરિયા કાંઠાના ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી જિલ્લા માટે બુધેલ થી બોરડા બલ્ક પાઇપલાઇનની યોજના તાજેતરમાં પુર્ણ કરવામાં આવી છે. જેના થકી આ વિસ્તારના ગામો તથા શહેરોને વધારાનું 180  એમ.એલ.ડી. પાણી પુરું પાડી શકાશે.

હેન્ડ પંપની મરામત અને નિભાવણી માટે 14 જિલ્લાઓમાં 187 જેટલી ટીમની નિયુક્તિ

ઉનાળાની પરિસ્થિતિને ધ્યાને લઇ હેન્ડ પંપની મરામત અને નિભાવણી માટે 14 જિલ્લાઓમાં 187 જેટલી ટીમ નિયુક્ત કરવામાં આવેલ છે. એટલુ જ નહિ, ગ્રામ્ય વિસ્તારની આંતરિક પાણી વિતરણની યોજનાઓ સંભાળતા ઓપરેટરોને ખાતા દ્વારા આઇ.ટી.આઇ. મારફત તાલીમ આપી જરૂરી સાધનોની ટૂલ કિટનું વિતરણ કરવામાં આવ્યુ છે. તેમજ દર 15 દિવસે આ ગ્રામ્ય કક્ષાના ઓપરેટરોને જુથ યોજનાના હેડવર્કસ પર રિફ્રેશર તાલીમ પણ આપવામાં આવે છે.

આ પણ વાંચો: Bhavnagar: શહેરીજનો માટે રાહતના સમાચાર, શેત્રુંજી, મહિપરીએજ અને બોરતળાવમાં પાણીનો પૂરતો જથ્થો, ઉનાળામાં તંગી નહિ સર્જાય

નર્મદા સહિત 207 જળાશયોમાં 41,4500 મી.ઘનફુટ એટલે કે 53 ટકા જળસંગ્રહ

રાજ્યમાં સરદાર સરોવર સહિત કુલ 1116 બંધો આવેલા છે. જે પૈકી મધ્યમ અને મોટા કુલ 207 બંધોમાં તેમની કુલ સંગ્રહશક્તિ 8,92000 મી.ઘનફુટ સામે આજે તા.12.04.2023ની સ્થિતીએ 4,14,500 મિ.ઘનફુટ એટલે કે 53 ટકા જળસંગ્રહ થયેલો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">