AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar : કલોલમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીનો પ્રશ્ન, ડહોળા પાણીથી ચામડીને લગતા રોગ થવાનો ભય

કલોલમાં પાણીના પ્રશ્નને લઈ ધારાસભ્ય બકાજી તથા પાલીકા પ્રમુખ શૈલેષ ભાઈ સાથે વાત કરવામાં આવી છતા કોઈ નિવેડો નહીં આવતા. આ બાબતે યોગ્ય નિકાલ થાય તેવી અપેક્ષા સ્થાનિકો રાખી રહ્યા છે. એક જ સમય પાણી આવતું હોવાની વાત કરવામાં આવી હતી. આ બાબતને ધ્યાનમા રાખી પાણીનો ઉપયોગ કાળજી પૂર્વક કરવા લોકો મજબૂર બન્યા છે.

Gandhinagar : કલોલમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીનો પ્રશ્ન, ડહોળા પાણીથી ચામડીને લગતા રોગ થવાનો ભય
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2023 | 10:17 PM
Share

પાણીએ કોઈ પણ માણસની પ્રાથમિક જરૂરિયાત છે. કલોલમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીનો પ્રશ્ન છે. પાણીના પ્રશ્ન અંગે કલોલના નાગરિકોએ નગરપાલિકા પ્રમુખ શૈલેષ પટેલને રજૂઆત કરી. જોકે સરકારમાંથી પરિપત્ર આવ્યો હોવાનું કહી વિવિધ બહાનાઓ આપ્યા હતા. નર્મદામાં ભરાયેલા પાણીનું સુદ્ધિકરણ કરી પાણી આપવામાં આવતું હોવાથી ઓછો જથ્થો આવતો હોવાનું જણાવ્યુ હતું. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા કેટલાય સમયથી આ પરિસ્થિતી છે. લોકોએ ધારાસભ્ય બકાજી ઠાકોરને પણ આ બાબતે રજૂઆત કરી હતી.

પહેલી સમસ્યા તો એ છે કે પાણીનો પુરવઠો સમયસર મળી રહેતો નથી અને જો પાણી મળે તો આ પાણી ડહોળું આવે છે. આ જ પ્રકારે સ્થાનિકો આ સમસ્યાને લઈ મુશ્કેલીમાં મુકાયા છે. હાલમાં ડહોળાયેલુ પાણી આવી રહ્યું હોવાની ફરિયાદ પણ કરવામાં આવી છે. છતા આ અંગે કોઈ નિકાલ લાવવામાં આવ્યો નથી.

કલોલમાં આ પીવાના પાણીને લઈને નગરજનોને મોટો પ્રશ્ન છે. કારણ કે હાલમાં જે પાણી આવે છે તે વાપરવામાં ઉપયોગ લેવા અંગે પણ સંકટ છે. આ પાણીથી ચામડીને લગતા ઘણા રોગ થવાની આશંકા છે.

આ પણ વાંચો : Gandhinagar: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી માટે માર્ગ મોકળો, સ્થાનિક સત્તા મંડળ કાયદા સુધારા વિધેયકને રાજ્યપાલે આપી મંજુરી, જુઓ Video

ધારાસભ્યને આ અંગે રજૂઆત લોકો દ્વારા કરવામાં આવી તો નગરપાલિકાના પ્રમુખને રજૂઆત કરવા જણાવ્યું. ધારાસભ્ય બકાજી ઠાકોરે  કહ્યું કે પહેલા તમે રજૂઆત કરો પછી હું વાત કરું. આ સાથે જ સ્થાનિકોએ અનેક વાર રજૂઆત કરી છતા કોઈ સંતોષકારક જવાબ નહીં મળતા સ્થાનિકો રોષે ભરાયા છે. શાસકો ફક્ત લોકાર્પણ કરીને ખુસી માણિ રહ્યા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. પરંતુ સ્થાનિકોની મુશ્કેલી એચએએલ કરવા માટે સમય નહીં હોય તેમ લાગી રહ્યું છે. હાલમાં કલોલના સ્થાનિકોની એક જ માગ છે કે વહેલી તકે પાણીનો જરૂર પૂરતો પુરવઠો પૂરો પાડવામાં આવે અને શુદ્ધ પાણી આપવામાં આવે જેથી કરી આ પાણી લોક ઉપયોગી બની શકે.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">