AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત મુલાકાતે, વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં આપશે હાજરી

આજે અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક મળવા જઇ રહી છે. જેમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. આ બેઠકમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તો હાજર રહેવાના જ છે. સાથે જ મહારાષ્ટ્ર, ગોવાના મુખ્યપ્રધાનો પણ હાજરી આપવાના છે.

Gandhinagar: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત મુલાકાતે, વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં આપશે હાજરી
Kinjal Mishra
| Edited By: | Updated on: Aug 28, 2023 | 1:28 PM
Share

Gandhinagar : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah) ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. તેઓ ગઇકાલે રાત્ર અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. આજે અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક (Western Zonal Council meeting) મળવા જઇ રહી છે. જેમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. આ બેઠકમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તો હાજર રહેવાના જ છે. સાથે જ મહારાષ્ટ્ર, ગોવાના મુખ્યપ્રધાનો પણ હાજરી આપવાના છે.

આ પણ વાંચો-Gujarat Weather Forecast : ગુજરાતીઓને ચોમાસામાં થશે ઉનાળાનો અનુભવ, આજથી તાપમાનમાં વધારો થાય તેવી સંભાવના, જુઓ Video

અનેક મહત્વના મુદ્દાઓ પર બેઠકમાં થશે ચર્ચા

વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં દરેક રાજ્યના 2-2 સિનિયર મંત્રી પણ ભાગ લેવાના છે. દીવ, દમણ-દાદરાનગર હવેલીના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલ પણ બેઠકમાં હાજરી આપશે. બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. આ બેઠકમાં સરહદી ગામોના પ્રશ્નો સહિત આંતરરાજ્યોનો સ્પર્શતા મુદ્દા પર ચર્ચા થશે. રમતગમત ક્ષેત્રે યુવાઓનો ઉત્સાહ વધારવા માટે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે.

કયા વિષયો પર ચર્ચા થશે?

આ બેઠકમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાણ-ખનીજનો મુદ્દો, પાણી પુરવઠો અને પર્યાવરણનો વિષય, જંગલ, રાજ્ય પુનઃરચના વિષય પર સંવાદ, DBT, ટેલિકોમ્યુનિકેશનના મુદ્દા પર ચર્ચા, સામાન્ય પ્રાદેશીક હિતના વિષયો, સરહદી ગામોના પ્રશ્નો-આંતરરાજ્યોના મુદ્દા, મહિલા-બાળ વિકાસના મુદ્દાઓ પર ચર્ચા,સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો, PACS અમલીકરણની સ્થિતિ, બેંક અને પોસ્ટની શાખાઓની સુવિધા પર ચર્ચા થવાની છે.

ગાંધીનગરમાં હોટેલ લીલા ખાતે મળશે બેઠક

મહત્વનું છે કે ગાંધીનગરમાં 28 ઓગસ્ટના રોજ હોટલ લીલા ખાતે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં મળવાની છે. જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ભાગ લેવાના છે. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક દર બે વર્ષે મળતી હોય છે. જો કે કોરોનાના સમયગાળા દરમિયાન આ બેઠકનો ક્રમ જળવાઇ શક્યો ન હતો. જે પછી આ બેઠક ફરી મળવાનું શરુ થયુ છે. ત્યારે ફરીએક વાર આ બેઠક ગાંધીનગરમાં મળવા જઇ રહી છે. ત્યારે આ બેઠક 28 ઓગસ્ટે સવારે 10 વાગ્યે શરુ થવાની છે. આ બેઠક બપોરે 2 કલાક સુધી ચાલશે.

અમદાવાદ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
g clip-path="url(#clip0_868_265)">