Ahmedabad: અમદાવાદમાં હવે શ્યામલ ચાર રસ્તા પાસે ટાયર કિલર બમ્પ લગાવાયા, હજુ વધુ સ્થળોએ લાગશે, જુઓ Video
અમદાવાદમાં ચાણક્યપુરી વિસ્તારમાં રોંગ સાઈડ જતા વાહનચાલકોને અટકાવવા માટે થઈને કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા. હવે શ્યામલ ચાર રસ્તા પાસે પણ કિલર બમ્પ લગાવવામાં આવ્યા છે. શહેરમાં રોંગ સાઈડ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનુ ભંગ કરતા અટકાવવા માટે થઈને તંત્રએ હવે શહેરમા અનેક સ્થળે આ પ્રકારે કિલર બમ્પ લગાવવાની કાર્યવાહી શરુ કરી છે. ચાણક્યપુરીમાં ફિયાસ્કો થયા બાદ […]
અમદાવાદમાં ચાણક્યપુરી વિસ્તારમાં રોંગ સાઈડ જતા વાહનચાલકોને અટકાવવા માટે થઈને કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા. હવે શ્યામલ ચાર રસ્તા પાસે પણ કિલર બમ્પ લગાવવામાં આવ્યા છે. શહેરમાં રોંગ સાઈડ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનુ ભંગ કરતા અટકાવવા માટે થઈને તંત્રએ હવે શહેરમા અનેક સ્થળે આ પ્રકારે કિલર બમ્પ લગાવવાની કાર્યવાહી શરુ કરી છે. ચાણક્યપુરીમાં ફિયાસ્કો થયા બાદ પણ હવે તંત્ર દ્વારા વધુ સ્થળોએ આ પ્રકારે કિલર બમ્પ લગાડવામાં આવી રહ્યા છે.
શ્યામલ ચાર રસ્તા પાસે એક જ દિવસમાં કિલર બમ્પની કેટલીક સ્પ્રિંગ તૂટી જતા વાહન ચાલકો રોંગ સાઈડ વાહન હંકારવા લાગ્યા છે. સ્થાનિકો પણ કહી રહ્યા છે કે, અહીં લોકોએ મોટુ ચક્કર કાપીને જવુ પડતુ હોઈ આ શોર્ટ કટ અપનાવે છે. જેથી આ માટેનો પણ ઉકેલ આપવો જોઈએ.
આ પણ વાંચોઃ Love Story એ પરિવાર ઉજાડી દીધો, પિતા-પુત્રનુ આપઘાતમાં મોત, સગીર પ્રેમિકાના 6 સગા સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Aug 27, 2023 06:02 PM
Latest Videos