Gandhinagar : અડાલજ નર્મદા કેનાલ નજીકથી બે મૃતદેહ મળી આવ્યા, પોલીસે ઓળખ માટે તપાસ હાથ ધરી

|

Jun 03, 2022 | 10:41 PM

ગાંધીનગરના (Gandhinagar) અડાલજ નજીક નર્મદા કેનાલની બાજુમાંથી અવાવરું જગ્યા પરથી બે મૃતદેહ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે ફોરેન્સિક પીએમ કરાવતા અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી છે.

Gandhinagar : અડાલજ નર્મદા કેનાલ નજીકથી બે મૃતદેહ મળી આવ્યા, પોલીસે ઓળખ માટે તપાસ હાથ ધરી
Gandhinagar Adalaj Two Dead Body Found Near Narmada Canal

Follow us on

ગાંધીનગરના (Gandhinagar) અડાલજ (Adalaj)  વિસ્તારમાં પસાર થતી નર્મદા કેનાલની બાજુના અવાવરું જગ્યા પરથી 2જી જૂનના રોજ બે મૃતદેહ(Dead Body) મળવાની વાત ધ્યાને આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. અવાવરું જગ્યા પરથી મળેલા મૃતદેહ સળગેલી હાલતમાં હતા તેમજ જાનવરોએ મૃતદેહને પિંખી નાખ્યા હતા. પોલીસને શંકા જતા ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું હતું. જેના આધારે સમગ્ર હકીકત સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

હત્યા બાદ મૃતદેહ સળગાવવામાં આવ્યો હતો

પીએમ રિપોર્ટ અને પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે જે મૃતદેહ મળ્યા છે જેમાં એક પુરુષ અને એક સ્ત્રીનો મૃતદેહ છે અને બંને ની ઉમર 25 થી 40 વર્ષ ની વચ્ચેની છે. બંનેની હત્યા કરવામાં આવી છે અને બાદમાં તેને અવાવરું જગ્યા પર લાવી જે સળગાવી દેવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ પર મળેલા પુરાવાઓ પરથી વધુ તપાસ હાથ ધરી છે. જોકે હત્યા બાદ મૃતદેહ સળગાવવામાં આવ્યો હતો અને ઉપરથી જાનવરો દ્વારા તેને પીંખી નાખવામાં આવ્યો હતો જેથી બંને મૃતદેહની ઓળખ કરવી પોલીસ માટે પણ મુશ્કેલ બની ચૂકી છે.

આસપાસના ગ્રામ્ય વિસ્તાર તેમજ સીસીટીવીના આધારે પણ તપાસ હાથ ધરી

જે રીતે પોલીસને મૃતદેહ પરથી અલગ અલગ વસ્તુઓ મળી આવી છે તેના પરથી પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ ઉપરાંત પોલીસે મૃતદેહ પરથી મળેલી વીતી ની તસ્વીર જાહેર કરીને લોકોને પણ અપીલ કરી છે કે જો ફોટો પરથી કોઈ વાલી વારસ હોય તો તેને પણ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.અવાવરું જગ્યા પરથી બે મૃતદેહ મળ્યા ચકચાર મચી જવા પામી છે. પોલીસે મૃતદેહ અને હત્યાનો ભેદ ઉકેલવા અલગ અલગ ટીમો બનાવી છે તો સાથે જ આસપાસના ગ્રામ્ય વિસ્તાર તેમજ સીસીટીવીના આધારે પણ તપાસ હાથ ધરી છે. ત્યારે જોવું એ રહ્યું કે બંને ખરેખર બંને મૃતદેહ કોના છે, શા માટે હત્યા કરવામાં આવી છે, કોણ છે હત્યારો જેવા મુદ્દાઓને લઈને રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Next Article