AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar: નેશનલ કોન્ફરન્સ ઓન સ્કૂલ એજ્યુકેશન’માં મુખ્યમંત્રીએ કહ્યું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ શિક્ષણને નવી દિશા આપશે

આ કોન્ફરન્સમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, રાજ્યમંત્રી અન્નપૂર્ણા દેવી, ડૉ.સુભાષ સરકાર, રાજીવ ચંદ્રશેખર, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, દેશના વિવિધ રાજ્યોના શિક્ષણ મંત્રીઓ, NEP-2020 ની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન ડૉ. કે. કસ્તુરીરંગન સહિતના શિક્ષણવિદો, ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજકુમાર, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહભાગી થયા હતા.

Gandhinagar: નેશનલ કોન્ફરન્સ ઓન સ્કૂલ એજ્યુકેશન'માં મુખ્યમંત્રીએ કહ્યું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ શિક્ષણને નવી દિશા આપશે
The Chief Minister addressed the National Conference on School Education
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2022 | 11:58 AM
Share

આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં “નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર્સ કોન્ફર્ન્સ યોજાઈ છે જેમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય અને ગુજરાત સરકારના સંયુક્ત આયોજન દ્વારા ગાંધીનગર ખાતે આ નેશનલ કોન્ફરન્સનું આયોજન કરાયું છે. આ કોન્ફરન્સમાં રાષ્ટ્રીય શિક્ષણનિતી (NEP) 2020ની ચર્ચા કરાશે. ગુજરાત રાજ્યમાં શાળા શિક્ષણમાં સર્વોત્તમ પદ્ધતિનું પ્રેઝટે શન કરાશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના અમલીકરણને લઈને પણ સમીક્ષા કરાશે. આ કોન્ફરન્સમાં તમામ રાજ્યોના શિક્ષણ મંત્રીઓ પણ ભાગ લેશે.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ભારત સરકારના શિક્ષણ વિભાગ અને ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા યોજાઈ રહેલી દ્વિ-દિવસીય ‘નેશનલ કોન્ફરન્સ ઓન સ્કૂલ એજ્યુકેશન’ને મુખ્યમંત્રીએ સંબોધન ક્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે આપણી સંસ્કૃતિમાં વિદ્યાધન એ સર્વશ્રેષ્ઠ ધન છે ત્યારે ટિચિંગ અને લર્નિંગની પ્રોસેસને સતત રિડિફાઇન અને રીડીઝાઈન કરતા રહેવાની આવશ્યકતા સમજીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 34 વર્ષ જૂની શિક્ષણ નીતિમાં બદલાવ લાવી સમયાનુકૂળ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દેશની આપી છે. સૌને સમાન અને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ આપવાના રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ધ્યેયને સિદ્ધ કરવા સમગ્ર દેશ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કાર્ય કરી રહ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ કોન્ફરન્સમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, રાજ્યમંત્રી અન્નપૂર્ણા દેવી, ડૉ.સુભાષ સરકાર, રાજીવ ચંદ્રશેખર, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, દેશના વિવિધ રાજ્યોના શિક્ષણ મંત્રીઓ, NEP-2020 ની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન ડૉ. કે. કસ્તુરીરંગન સહિતના શિક્ષણવિદો, ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજકુમાર, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, કોઈપણ રાષ્ટ્ર, રાજ્ય કે સમાજના વિકાસના પાયામાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા મુખ્ય બાબત છે. બીબાઢાળ અને કાલબાહ્ય શિક્ષણના સ્થાને ઇન્ક્લુઝિવ અને ઇક્વિટેબલ શિક્ષણ પૂરું પાડવું તે સમયની માંગ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રના બાળકો અને આવનારી પેઢીને આવું સમયાનુકુલ શિક્ષણ આપવાની પ્રતિબદ્ધતા સાથે આ નવી શિક્ષણ નીતિ આપી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આઠ વર્ષના કાર્યકાળમાં દેશમાં અનેક નવી પહેલ થઇ છે, નવી શિક્ષણ નીતિ તેમાંની એક છે. આ નીતિને પરિણામે દેશના યુવાનોને ઉચ્ચ શિક્ષણ પણ માતૃભાષામાં મળતું થશે. દેશમાં શિક્ષણ પાછળ થતો ખર્ચ લગભગ બમણો કરવામાં આવ્યો છે, સાથે-સાથે કૌશલ્યવર્ધન ઉપર પૂરતું મહત્ત્વ અપાયું છે અને દેશના 1.34 કરોડ યુવાનોનું કૌશલ્યવર્ધન થયું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન દીકરીઓના શિક્ષણને વેગ આપવા યોજેલા શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી રથયાત્રા તેમજ ગુણોત્સવ કાર્યક્રમોના મળેલા ઉત્કૃષ્ટ પરિણામોની સફળતાની વિગતો મુખ્યમંત્રીએ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંપૂર્ણ અમલીકરણમાં ગુજરાતને અગ્રેસર રાખવાની નેમ વ્યક્ત કરી હતી.

તેમણે કહ્યું કે, કોરોનાકાળમાં વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય ખોરવાઇ ન જાય તે માટે ગુજરાતે પહેલ કરીને હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત “ગુજરાત ઇ- ક્લાસ” નામની યુ-ટ્યુબ ચેનલ શરૂ કરી હતી. તેને યુ-ટ્યુબ સિલ્વર એવોર્ડ મળ્યો છે. રાષ્ટ્રીય ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે કાર્યરત ‘દીક્ષા’ પ્લેટફોર્મના ઉપયોગમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત 16,000 જેટલા સ્માર્ટ વર્ગખંડો શરૂ થયા છે. માઈક્રોસોફ્ટ ટીમ દ્વારા વર્ષ 2020-21 માં 6 કરોડથી પણ વધુ વર્ચ્યુઅલ ક્લાસરૂમ લેવામાં આવ્યા છે, જેમાં ગુજરાત સમગ્ર વિશ્વમાં ત્રીજા ક્રમે છે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે રાજ્યની 15,000 સરકારી પ્રાથમિક શાળાઓને કાર્યરત કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની આગવી પહેલ એવા વિદ્યા સમીક્ષા કેન્દ્રની વિષેશતાઓની વિસ્તૃત છણાવટ કરી હતી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડેટા એનાલીસીસની ઉપયોગિતા તેમજ વિદ્યાર્થી અને શિક્ષકોની હાજરી, શાળાનું ગ્રેડેશશન, સત્રાંત પરીક્ષા, યુનિટ ટેસ્ટ વગેરે કાર્યવાહીની વિગતો તેમણે આપી હતી. ગુજરાતની શિક્ષણ ક્ષેત્રે આવી આગવી પહેલોને પરિણામ સ્વરૂપ વર્લ્ડ બેંક અને એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર બેંક જેવી સંસ્થાઓએ ફંડની ફાળવણી કરી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે ગુજરાતમાં આયોજિત બે દિવસીય કોન્ફરન્સમાં દેશભરના શિક્ષણમંત્રીઓ, શિક્ષણવિદો મંથન કરવાના છે ત્યારે શિક્ષણ ક્ષેત્રને વધુ સુદઢ કરવાનું વિચાર અમૃત આ કોન્ફરન્સ ઘડી આપશે તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">