AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar: રાજ્યમાં 23 એપ્રિલે લેવાશે TET-2 ની પરીક્ષા, 2 લાખ 76 હજાર ઉમેદવાર આપશે TET-2 ની પરીક્ષા

TATની પરીક્ષા 6 વર્ષ બાદ યોજાવા જઈ રહી છે. પેપર લીકની અનેક ઘટનાઓ બાદ હવે સરકારી ભરતી માટે પરીક્ષાઓ યોજાવાનું શરુ થઇ ગયુ છે. ત્યારે આ પરીક્ષા માટે તંત્ર પહેલેથી જ એલર્ટ છે. પેપર ન ફૂટે તે માટે આ ટ્રેકિંગ સિસ્ટમનો અમલ કરાશે.

Gandhinagar: રાજ્યમાં 23 એપ્રિલે લેવાશે TET-2 ની પરીક્ષા, 2 લાખ 76 હજાર ઉમેદવાર આપશે TET-2 ની પરીક્ષા
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2023 | 9:44 PM
Share

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી રવિવારના રોજ ધોરણ 5 થી 8 માં શિક્ષક બનવા માટે ટેટ-2 ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના 8 મહાનગરોમાં કુલ 2 લાખ, 76 હજાર ઉમેદવાર પરીક્ષા આપશે. જેમાં ગુજરાતી માધ્યમના 2 લાખ, 65 હજાર, 791 ઉમેદવારો, અંગ્રેજી માધ્યમના 6 હજાર 113 ઉમેદવારો અને હિન્દી માધ્યમમાં 4 હજાર, 162 ઉમેદવારો પરીક્ષા આપશે.

રાજ્યના 8 મનપા વિસ્તાર યોજાશે પરીક્ષા

આ  પરીક્ષામાં સમાજવિદ્યા, ગણિત વિજ્ઞાન, ભાષાનું કોમન પેપર લેવાશે. ટેટ 2 નું પરીક્ષા રાજ્યના 8 મનપા 926 મકાનોમાં 9230 વર્ગખડોમાં  પરીક્ષા લેવાશે

શિક્ષકની કારર્કિર્દી બનાવવા  TAT exam જરૂરી

શિક્ષકની કારર્કિર્દી બનાવવા માટે  TET-TAT પરીક્ષા આપવી તેમજ પાસ કરવી ફરજિયાત છે. નોંધનીય છે કે  શિક્ષણ વિભાગ દ્વારા ઓક્ટોબર મહિનામાં TET પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. 21 ઓક્ટોબરથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી.

આ પણ વાંચો: Rajkot: પારડી-કોરાટ ચોકના સમારકામના લીધે રૂટ ડાયવર્ટ કરવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ, જાણો ક્યા રૂટ થશે ઉપયોગી

પેપર ન ફૂટે તે માટે  ટ્રેકિંગ સિસ્ટમનો અમલ

TATની પરીક્ષા 6 વર્ષ બાદ યોજાવા જઈ રહી છે. પેપર લીકની અનેક ઘટનાઓ બાદ હવે સરકારી ભરતી માટે પરીક્ષાઓ યોજાવાનું શરુ થઇ ગયુ છે. ત્યારે આ પરીક્ષા માટે તંત્ર પહેલેથી જ એલર્ટ છે. પેપર ન ફૂટે તે માટે આ ટ્રેકિંગ સિસ્ટમનો અમલ કરાશે.

ટ્રેસિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10થી 12ની બોર્ડ પરીક્ષામાં છેલ્લા 3 વર્ષથી પેપર ટ્રેકિંગ સિસ્ટમ લાગુ કરાઈ છે. જેમાં પેપરોના બંડલો સ્ટ્રોંગ રૂમથી સેન્ટર પર પહોંચે ત્યાં સુધી GPS આધારિક ટ્રેકિંગ થાય છે અને સેન્ટર પર બંડલ જ્યારે ખોલવામાં આવે ત્યારે 6 બાજુના ફોટા પાડીને સોફ્ટવેરમાં અપલોડ થાય છે. ત્યારબાદ જ્યારે પરીક્ષા પૂરી થાય ત્યારે પણ ફોટા પાડીને અપલોડ કરવામાં આવે છે. આ જ રીતે ટેટની પરીક્ષામાં ટ્રેકિંગ સિસ્ટમનો અમલ કરાશે. પેપર ફૂટે નહીં તે માટે બોર્ડ પરીક્ષામાં પેપર બોક્સ ઓથેન્ટિકેશન એન્ડ ટ્રેસિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">