AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે સૌથી મોટી બિલ્ડીંગ નિર્માણ થશે, ગિફ્ટ સિટી કરતા હશે ઉંચી

ગાંધીનગર અને અમદાવાદમાં હવે ઉંચી બિલ્ડીંગના નિર્માણ કાર્ય થઈ રહ્યા છે. હાલમાં ગિફ્ટ સિટી 28 માળ ધરાવે છે. ગાંધીનગર નજીક આવેલ આ ભારતનુ સૌ પ્રથમ સ્માર્ટ સિટીમાં ઉંચા ઉંચા ટાવર જોવા મળી રહ્યા છે. ગીફ્ટ સિટીએ આગવી ઓળખ ઉભી કરી છે. હવે આવા જ ઉંચા ટાવર અમદાવાદ થી ગાંધીનગર વચ્ચે જોવા મળશે. આ માટે ગાંધીનગર કોર્પોરેશને મંજૂરી આપી દીધી છે.

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે સૌથી મોટી બિલ્ડીંગ નિર્માણ થશે, ગિફ્ટ સિટી કરતા હશે ઉંચી
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2023 | 6:23 PM
Share

ગાંધીનગર અને અમદાવાદમાં હવે ઉંચી બિલ્ડીંગો જોવા મળી રહી છે. પરંતુ હવે તમને વર્તમાનમાં જે છે એના કરતા પણ વધારે ઉંચી બિલ્ડીંગ જોવા મળી શકે છે. ઉંચી બિલ્ડીંગો જેતે શહેરની સુંદરતા અને રુઆબમાં પણ વધારો કરતી હોય છે. આવી ઉંચી બિલ્ડીંગોને નિર્માણ કરવી એ અસામાન્ય હોય છે અને તેમાં શરુ થનારી ઓફિસ પણ મોટા કારભાર ધરાવતી હોય છે.

આ પણ વાંચોઃ અરવલ્લીની ગૂમ સગીરાનો 4 વર્ષે ભેદ ઉકેલાયો, હત્યા કરી લાશ ભાદર નદીમાં ફેંકી દીધી, 7ની ધરપકડ

ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા હવે વિકાસ દિવસેને દિવસે વિસ્તારવા માટે સફળ પ્રયાસો કર્યા છે. જેમાં હવે એક સમાચાર એવા પણ મહાનગર પાલિકા તરફથી સામે આવી રહ્યા છે કે, ગિફ્ટ સિટી કરતા પણ વધુ ઉંચાઈ ધરાવતી બિલ્ડીંગનુ નિર્માણ થનારુ છે. આ માટેની મંજૂરીની પ્રક્રિયા મહાનગર પાલિકા સ્તરે પૂર્ણ કરવામાં આવી છે.

આકાશને આંબતી બિલ્ડીંગ નિર્માણ થશે

હાલમાં ગાંધીનગર નજીક આવેલ ગિફ્ટ સિટીએ આકર્ષણના કેન્દ્ર સમાન છે. નિર્માણ કાર્યોમાં એક ઓળખ સમાન તરીકે ગિફ્ટ સિટીને જોવામાં આવે છે. અહીં આવેલ ટાવરમાં સૌથી ઉંચા ટાવરમાં 28 માળ આવેલ છે. ભારતના સૌ પ્રથમ સ્માર્ટ સિટીનુ નિર્માણ 886 એકર વિસ્તારમાં થયુ છે. અહીં ઉંચા અને સુંદર બિલ્ડીંગની સાથે સુવિધાઓ પણ આધુનિક રાખવામાં આવી છે. હવે વધુ એક આધુનિક સુવિધાઓ સાથે અમદાવાદને અડકીને આવેલ વિસ્તારમાં ઉંચુ બિલ્ડીંગ જોવા મળશે.

મીડિયા રિપોર્ટસ મુજબ 32 માળની બિલ્ડીંગ નિર્માણ કરવાની પરવાનગી ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવી છે. આ બિલ્ડીંગ વૈષ્ણોદેવી સર્કલ પાસે નિર્માણ થનારી છે. રિપોર્ટસ મુજબ ગાંધીનગર કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા મંજૂરીની મહોર લગાવી દેવાઈ છે. જે મુજબ ખોરજ ટાઉન પ્લાનીંગ સ્કિમ નંબર 63 માં ઉંચી બિલ્ડીંગ નિર્માણ થશે. આ બિલ્ડીંગ ફાઈનલ પ્લોટ નંબર 107માં નિર્માણ કરાશે.

કેવી હશે નવી બિલ્ડીંગ?

ગિફ્ટ સિટીથી પણ ઉંચી નિર્માણ થનારી આ બિલ્ડીંગ એકદમ આકર્ષક નિર્માણ કરવામાં આવશે. વિસ્તારની શોભા વધારતુ નિર્માણ થશે. બિલ્ડીંગ 125.85 મીટર ઉંચી હશે. કોમર્શિયલ બિલ્ડીંગમાં 32 માળ નિર્માણ થશે. વિશાળ કદની બિલ્ડીંગમાં કુલ 928 જેટલા યુનિટ તૈયાર કરવામાં આવશે. વિશાળ બિલ્ડીંગ અને યુનિટને ધ્યાને રાખીને ચાર બેઝમેન્ટ પાર્કિંગ તૈયાર કરવામાં આવનાર છે.

પરવાનગીની વાત કરવામાં આવે તો, બિલ્ડીંગ નિર્માણ રહેણાંક ઝોન R-1 માં આવતા આ વિસ્તારમાં 5.4ની બાંધકામ વિકાસ અંગેની મંજૂરી અપાઈ છે. આ વિસ્તારમાં 1.8 બેઝ એફએસઆઈ ઉપરાંત 3.6ની ચાર્જેબલ એફએસઆઈ મળીને 5.4 મુજબ પરવાનગી અપાઈ છે.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે, થોડી આર્થિક તકલીફ પડી શકે છે
તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે, થોડી આર્થિક તકલીફ પડી શકે છે
અમદાવાદમાં ગેસ રિફિલિંગના કાળાબજારનો પર્દાફાશ!
અમદાવાદમાં ગેસ રિફિલિંગના કાળાબજારનો પર્દાફાશ!
લસુન્દ્રાની પાટીદાર દીકરીનું છુટુ કરવાના રબારી સમાજે 25 લાખ માગ્યા
લસુન્દ્રાની પાટીદાર દીકરીનું છુટુ કરવાના રબારી સમાજે 25 લાખ માગ્યા
ટ્રેડ એલર્ટ: યુદ્ધની આગમાં હોમાયો ગુજરાતનો વેપાર!
ટ્રેડ એલર્ટ: યુદ્ધની આગમાં હોમાયો ગુજરાતનો વેપાર!
રાજુલામાં હિંદુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે ભાગીને લગ્ન કરી લેતા ખળભળાટ
રાજુલામાં હિંદુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે ભાગીને લગ્ન કરી લેતા ખળભળાટ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી તોફાનની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી તોફાનની આગાહી
પ્રિવેડીંગ જેવી બિનજરૂરી પ્રથા સામે પરસોત્તમ રૂપાલાએ કરી ટકોર - Video
પ્રિવેડીંગ જેવી બિનજરૂરી પ્રથા સામે પરસોત્તમ રૂપાલાએ કરી ટકોર - Video
ગેસના ભાવ વધે કે ના વધે, સ્કુલવર્ધીની રીક્ષા-વાનના ભાડા નહીં વધે
ગેસના ભાવ વધે કે ના વધે, સ્કુલવર્ધીની રીક્ષા-વાનના ભાડા નહીં વધે
Breaking news: 1 એપ્રિલથી મોટો ફેરફાર, ટોલ પર કેશ બંધ!
Breaking news: 1 એપ્રિલથી મોટો ફેરફાર, ટોલ પર કેશ બંધ!
ગુજરાતના ડાકોર મંદિર ઉપર પડી ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર
ગુજરાતના ડાકોર મંદિર ઉપર પડી ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર
g clip-path="url(#clip0_868_265)">