GANDHINAGAR : મહિલાઓ માટે રાજ્ય સરકારનો ખાસ કાર્યક્રમ, 1 લાખ સખી મંડળને અંદાજે 50 કરોડનું ધિરાણ અપાશે
મહિલાઓને સ્વનિર્ભર માટે રાજ્ય સરકારે ખાસ કાર્યક્રમ તૈયાર કર્યો છે, જેમાં ગરીબ બહેનોને વ્યાજના ચક્રમાંથી બહાર કાઢવા ધિરાણ આપવામાં આવશે.

State government's special program for women,
GANDHINAGAR : મહિલાઓને સ્વનિર્ભર માટે રાજ્ય સરકારે ખાસ કાર્યક્રમ તૈયાર કર્યો છે, જેમાં ગરીબ બહેનોને વ્યાજના ચક્રમાંથી બહાર કાઢવા ધિરાણ આપવામાં આવશે. આ અંતર્ગત પાંચ હજાર સખી મંડળોને એક લાખ રકમની ફાળવણી કરાશે. મહિલાઓને સ્વનિર્ભર બનવા માટે સરકાર ધિરાણથી મદદ કરશે. આ અન્વયે 1 લાખ સખી મંડળને અંદાજે 50 કરોડનું ધિરાણ અપાશે. જેમાં 1 લાખ બહેનોને આ યોજનાનો લાભ મળશે. નોંધનીય છેકે ઓગસ્ટના પ્રથમ સપ્તાહની ઉજવણીને લઇને આ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. જેનો કાર્યક્રમ 4 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમ થકી મહિલાઓને સ્વનિર્ભર કરવાની સરકારની નેમ છે.