Gandhinagar: દસ્તાવેજ નોંધણીમાં આધારકાર્ડના ઉપયોગને લઈ મોટો ફેરફાર, સબ રજિસ્ટ્રાર કચેરીઓને અપાઈ સૂચના, જાણો
દસ્તાવેજ નોંધણીમાં આધાર કાર્ડના ઉપયોગને લઈ હવે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. દસ્તાવેજમાં પક્ષકારોના આધાર નંબરનો ઉલ્લેખ કરવાને લઈ હવે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. સબ રજિસ્ટ્રાર કચેરીઓ હવે નોંધણી માટેના દસ્તાવેજોમાં આધાર નંબર લખવાના બદલે માત્ર અંતિમ ચાર આંકડાઓ લખવામાં આવશે. જ્યારે આગળના આંકડાઓ માટે સ્ટાર કરી દેવામાં આવશે. જ્યારે દસ્તાવેજનો ભાગ આધારકાર્ડ નહીં પરંતુ માત્ર ઓળખ પુરતુ સિમિત રહેશે.

દસ્તાવેજ નોંધણીમાં આધાર કાર્ડના ઉપયોગને લઈ હવે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. દસ્તાવેજમાં પક્ષકારોના આધાર નંબરનો ઉલ્લેખ કરવાને લઈ હવે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. સબ રજિસ્ટ્રાર કચેરીઓ હવે નોંધણી માટેના દસ્તાવેજોમાં આધાર નંબર લખવાના બદલે માત્ર અંતિમ ચાર આંકડાઓ લખવામાં આવશે. જ્યારે આગળના આંકડાઓ માટે સ્ટાર કરી દેવામાં આવશે. જ્યારે દસ્તાવેજનો ભાગ આધારકાર્ડ નહીં પરંતુ માત્ર ઓળખ પુરતુ સિમિત રહેશે.
આ પણ વાંચોઃ Gujarat Police: પોલીસ અધિકારીના ખભા પર યુનિફોર્મમાં લાગેલા સ્ટાર શું દર્શાવે છે? જાણો
આધાર કાર્ડને લઈ થતા ફ્રોડ સહિતની સંભાવનાઓને ધ્યાને રાખીને આધાર કાર્ડને લગતી વિગતો બિનજરુરી રીતે પ્રસરે નહીં એ માટે થઈને હવે આધાર કાર્ડને લઈ આ ફેરફાર કરવામાં આવ્યો છે. આધાર ઈનેબલ પેમેન્ટ સિસ્ટમ-AEPSના દૂરઉપયોગથી લોકોના નાણાના રક્ષણ માટે થઈને આધાર નંબરનો ઉલ્લેખ નહીં કરવા માટે સૂચન કરવામા આવ્યુ છે.
આધાર કાર્ડને લઈ સૂચના જારી કરાઈ
નવી સૂચના મુજબ હવે આધારકાર્ડના ચાર જ આંકડાઓનો ઉલ્લેખ કરવામાં આવશે. આ માટેની સૂચનાઓ પણ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં આપવામાં આવી છે. જે મુજબ હવે નોંધણી માટેના રજૂ થતા દસ્તાવેજોમાં પક્ષકારોના આધારનો નંબર અત્યાર સુધી કરવામાં આવતો હતો. જેના બદલે હવે દસ્તાવેજ લખી આપનાર, દસ્તાવેજ લખી લેનાર ઉપરાંત દસ્તાવેજ સમયે ઓળખાણ આપનારના આધાર કાર્ડના નંબરનો ઉલ્લેખ હવે સ્પષ્ટ નહીં કરવામાં આવે. આ અંગેની સૂચના ગાંધીનગર સ્થિત નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ દ્નારા જારી કરવામાં આવી છે.
આ સાથે જ એવી પણ સૂચના લોકો માટે જારી કરવામાં આવી છે કે, દસ્તાવેજ નોંધણી વખતે સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી માટે રજૂ કરવામાં આવે ત્યારે પણ આધાર કાર્ડનો નંબર ઉલ્લેખ કરવો નહીં. જો, આધાર ઉલ્લેખ કરવો જરુરી જણાય તો માત્ર અંતિમ ચાર આંકડાનો જ ઉલ્લેખ કરવામાં આવશે. જ્યારે આગળના અંકો માટે માત્ર સ્ટારની નિશાની કરવાની રહેશે.
આધારકાર્ડ હવે દસ્તાવેજનો ભાગ નહીં
દસ્તાવેજ કરી આપનાર, દસ્તાવેજ કરી લેનાર અને ઓળખ આપનારના ઓળખના પુરાવા તરીકે આધારકાર્ડની નકલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં પહેલાંની જેમ જ રજૂ કરવાની રહેશે. જ્યારે ઓળખના પુરાવા તરીકે આધારકાર્ડની નકલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં રજૂ કરવામાં આવે ત્યારે તેને દસ્તાવેજની સાથે જોડીને તેનો ભાગ બનાવવાને બદલે કચેરીના રેકર્ડ ઉપર જ તેની જાળવણી કરવાની રહેશે.
આધારકાર્ડને જોકે ઓળખ પુરાવા તરીકે રજૂ કરવા અંગે કોઈ જ મનાઈ ફરમાવી નથી, પરંતુ હવેથી જાહેર રેકર્ડનો હિસ્સો ના બને એ હેતુથી સબ રજિસ્ટ્રાર કચેરીઓને આ અંગેની સૂચનાઓ આપવામાં આવી છે. આમ હવે આધારકાર્ડને સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરાતા દસ્તાવેજનો ભાગ નહીં બનાવાય.