Gandhinagar: મહુડી ખાતે યુથ કોંગ્રેસના હોદ્દેદારોની તાલીમ શિબિરમાં જૂથવાદ સામે આવ્યો

|

Mar 13, 2022 | 4:27 PM

યુથ કોંગ્રેસની શિબીરમાં હાર્દિક પટેલના સ્પીચમાં વોક આઉટ અંગે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે કોઈની સ્પીચનો વોક આઉટ થતો હોય એવું નથી. પક્ષ મોટો છે  પક્ષમાં બધા ચૂંટણી સાથે લડ્યા છે.

Gandhinagar: મહુડી ખાતે યુથ કોંગ્રેસના હોદ્દેદારોની તાલીમ શિબિરમાં જૂથવાદ સામે આવ્યો
Gujarat Youth Congress Training Camp Held At Mahudi

Follow us on

ગુજરાતમાં(Gujarat)યુથ કોંગ્રેસમાં(Youth Congress)પણ જૂથવાદ(Groupism)સામે આવ્યો છે. જેમા હોદ્દેદારોની ચૂંટણીમાં યુથ કોંગ્રેસમાં હાર્દિક પટેલ જૂથ અને આઈજી જૂથ એમ બે જૂથ ઉભા થયા હતા. આ બન્ને જૂથ દ્વારા પોતાના ઉમેદવારને પ્રદેશ પ્રમુખ તરીકે જીતાડવા તનતોડ મહેનત કરવામાં આવી હતી.જૂથવાદને લઈને ચૂંટણી વખતે પણ અનેક વિવાદ થયા હતા. પરંતુ ચૂંટણી બાદ યુથ કોંગ્રેસના નવા ચૂંટાયેલા 300 હોદ્દેદારોને બુનિયાદી તાલીમ આપવા માટે આજથી ત્રણ દિવસી સુધી ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.તાલીમ શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત પ્રદેશના નેતાઓ અને કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ હાજર રહ્યા હતા.યુથ કોંગ્રેસના ચૂંટાઈ આવેલા પ્રદેશ ઉપપ્રમુખ, મહામંત્રીઓ, મંત્રીઓ, જિલ્લા પ્રમુખો, વિધાનસભા પ્રમુખોને તાલીમ અપાવામાં આવશે.

ભરતસિંહ સોલંકીએ સ્વીકાર કર્યો હતો કે યુથ કોંગ્રેસ અને કોંગ્રેસમાં જૂથવાદ છે

ટ્રેનિંગ કેમ્પમાં ભરતસિંહ સોલંકી કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના જૂથવાદ અંગે બોલ્યા હતા.ભરતસિંહે જણાવ્યું હતું કે ગુજરાતની યુથ કોંગ્રેસ એક થઈ જાય અને મતભેદો ભૂલી જાય યુથ કોંગ્રેસ એક થશે તો મોટા નેતાઓને પણ એક થઈને કામ કરવું પડશે.અંદરની લડાઈને પહેલા ખતમ કરવી પડશે.હવે સંઘર્ષના દિવસોની શરૂઆત કરવાની છે..એટલે ભરતસિંહ સોલંકીએ સ્વીકાર કર્યો હતો કે યુથ કોંગ્રેસ અને કોંગ્રેસમાં જૂથવાદ છે. આ નેતાઓ વચ્ચે જૂથવાદ ચાલી રહ્યો છે. ભરતસિંહ સોલંકીએ તમામ મતભેદો ભૂલી એક થઈને કામ કરવાની સૂચના આપી હતી.

હાર્દિક પટેલની સ્પીચનો વિરોધ કરી શિબિર હોલ માંથી કાર્યકરોનો વોક આઉટ

પરંતુ યુથ કોંગ્રેસની તાલીમ શિબિરમાં જૂથવાદ સામે આવી ગયો હતો. ભરતસિંહ સોલંકીની સંબોધન પૂર્ણ થયા બાદ મીડિયાના લોકોને તાલીમ શિબિર માંથી બહાર કાઢવામાં આવ્યા.ત્યાર બાદ હાર્દિક પટેલને સ્પીચ આપવા માટે બોલાવવામાં આવ્યા હતા.હાર્દિક પટેલ સ્પીચ આપવાનું શરૂ કરે તે પહેલાં જ કેટલાક હોદ્દેદારોએ હાર્દિક પટેલની સ્પીચનો વિરોધ કરી શિબિર હોલ માંથી વોક આઉટ કર્યું હતું.હોદ્દેદારો બહાર નીકળી જતા હાર્દિક પટેલે સ્પીચ ટૂંકાવી બેસી ગયા હતા અને એઆઈસીસીના ઇન્ચાર્જ દ્વારા હોદ્દેદારોને સમજાવી ફરીથી શિબિર હોલમાં લઈ ગયા હતા.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

ચૂંટણી લડ્યા પછી યુથ કોંગ્રેસની શિબિર મળી

યુથ કોંગ્રેસની શિબીરમાં હાર્દિક પટેલના સ્પીચમાં વોક આઉટ અંગે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે કોઈની સ્પીચનો વોક આઉટ થતો હોય એવું નથી. પક્ષ મોટો છે  પક્ષમાં બધા ચૂંટણી સાથે લડ્યા છે. ચૂંટણી લડ્યા પછી યુથ કોંગ્રેસની શિબિર મળી છે.તમામ પદાધિકારીઓ જે તે જૂથના હોય પણ શિબિરમાં સાથે રહી કામ કરશે.

આ પણ વાંચો : વડોદરા : છોટાભાઇ ટેરેસ વિસ્તારમાં ખાડાને લઇ વિવાદ, ખાડા પુરવાની કાર્યવાહી ન કરાતી હોવાનો આક્ષેપ

આ પણ વાંચો : The Kashmir Files : CM ભૂપેન્દ્ર પટેલે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર કરી

 

Next Article