વડોદરા : છોટાભાઇ ટેરેસ વિસ્તારમાં ખાડાને લઇ વિવાદ, ખાડા પુરવાની કાર્યવાહી ન કરાતી હોવાનો આક્ષેપ

બીજી તરફ જાગૃતિ કાકાના આક્ષેપને મહિલા કાર્યકરના સંબંધીએ ફગાવ્યા. અને કહ્યું કે આ સ્ટંટ નથી. જો અમારે સ્ટંટ કરવો હોય તો છેલ્લા 20 દિવસથી તેમના વિસ્તારમાં ખાડો પડેલો હતો. પરંતુ બાળકી જ્યારે ખાડામાં પડી ત્યારબાદ જ અમે રજૂઆત કરી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2022 | 3:40 PM

વડોદરા (Vadodara) શહેરના છોટાભાઇ ટેરેસ વિસ્તારમાં ખાડાને લઇ વિવાદ થયો છે. ભાજપની (BJP) એક મહિલા કાર્યકરે ખાડા પડી રહ્યાં હોવા છતાં સ્થાનિક કોર્પોરેટર (Corporator)દ્વારા કોઇ કાર્યવાહી ન કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે મેસેજ વાયરલ (Viral) કર્યો હતો. જેને લઇ વોર્ડ નંબર 13ના ભાજપના કોર્પોરેટર જાગૃતિ કાકા સ્થળ પર પહોંચ્યાં હતા. જાગૃતિ કાકા જ્યારે આ વિસ્તારમાં પહોંચ્યા ત્યારે હકીકત સામે આવી કે સ્થાનિક મહિલા કાર્યકર દ્વારા જ ખાડો ખોદવામાં આવ્યો હતો. અને અહીં જે ડામર પેચ વર્ક માટે આવ્યો હતો તે અન્ય સ્થળે પથરાવી દીધો હતો. એટલું જ નહીં જાગૃતિ કાકાએ ખાડાની વાતને ખોટો સ્ટંટ ગણાવ્યો.

તો બીજી તરફ જાગૃતિ કાકાના આક્ષેપને મહિલા કાર્યકરના સંબંધીએ ફગાવ્યા. અને કહ્યું કે આ સ્ટંટ નથી. જો અમારે સ્ટંટ કરવો હોય તો છેલ્લા 20 દિવસથી તેમના વિસ્તારમાં ખાડો પડેલો હતો. પરંતુ બાળકી જ્યારે ખાડામાં પડી ત્યારબાદ જ અમે રજૂઆત કરી.

વોર્ડ 13ના મંત્રી ભાનુબેને જણાવ્યું હતું કે ગાડી જ્યાં પાર્ક કરીએ છીએ, ત્યાં રોડ ખરબચડો થતાં ધર્મેશ પટણીને રજુઆત કરી હતી. જેના પગલે પેચવર્ક કરાવી આપ્યું હતું. જાગૃતિબેને મારી સાથે બોલાચાલી કરી પોલીસ બોલાવવાની ધમકી આપી હતી. ખાડામાં બાળકી પડી ગઈ હતી તે હકીકત છે.

આ પણ વાંચો : Bhavnagar: પુરતી વીજળી ન મળતા ખેડૂતો પરેશાન, વાવેલા પાકમાં નુકસાન થવાની ભીતિ

આ પણ વાંચો : મહુડીમાં કોંગ્રેસની તાલીમ શિબિરમાં હાર્દિક પટેલનો બોયકોટ, સ્પીચ આપવા ઊભા થતાં જ એક જૂથના હોદ્દેદારો બહાર નીકળી ગયા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">