AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગિફ્ટ સિટી અને NFSU એ ફાઇનાન્શિયલ અને સાયબર સિક્યોરિટી સ્કીલ્સ વધારવા માટે કર્યા MOU

કોર્પોરેટ ફોરેન્સિકમાં સેન્ટર ઓફ એક્સીલન્સની સ્થાપના ગિફ્ટ સિટીમાં કુશળતાને નોંધપાત્રપણે મજબૂત કરવા કામગીરી કરવામાં આવશે. ગિફ્ટ સિટી અને એનએફએસયુએ ફાઇનાન્શિયલ અને સાયબર સિક્યોરિટી સ્કીલ્સ વધારવા માટે એમઓયુ કર્યા.

ગિફ્ટ સિટી અને NFSU એ ફાઇનાન્શિયલ અને સાયબર સિક્યોરિટી સ્કીલ્સ વધારવા માટે કર્યા MOU
| Updated on: Aug 07, 2024 | 7:32 PM
Share

ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) અને નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)એ ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન, ફ્રોડ ઇન્વેસ્ટિગેશન, ડેટા સિક્યોરિટી, સાયબર સિક્યોરિટી અને એન્ટી-મની લોન્ડ્રીંગમાં નિપુણતા વધારવા માટે સહયોગ કર્યો છે. આ વ્યૂહાત્મક ગઠબંધનનો ઉદ્દેશ આ નિર્ણાયક ક્ષેત્રોમાં શિક્ષણ, તાલીમ અને સંશોધનમાં રસ તથા નવીનતાઓ જગાવવાનો છે.

ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ સીઈઓ તપન રે અને એનએફએસયુના વાઇસ ચાન્સેલર પદ્મશ્રી ડો. જે એમ વ્યાસના નેતૃત્વ હેઠળ ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીના બે અગ્રણી સંસ્થાનો વચ્ચે સમજૂતીપત્ર (MOU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે તપન રેએ જણાવ્યું હતું કે “આ ભાગીદારી ફાઈનાન્સ અને ટેક્નોલોજી માટે પ્રગતિશીલ માહોલ ઊભો કરવા અને શીખવાને પ્રોત્સાહન આપવાના અને તેના પગલે ગિફ્ટ સિટીની ઇકોસિસ્ટમને વધુ ઉચ્ચ સ્તરે લઈ જવાના અમારા સમાન વિઝનને દર્શાવે છે.

ગિફ્ટ સિટીમાં નિપુણતા મહત્વપૂર્ણ રીતે મજબૂત બનશે

સાયબર ફોરેન્સિક, ફિનટેક, ફોરેન્સિક એકાઉન્ટિંગ અને ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન પર ધ્યાન કેન્દ્રિત કરતા સેન્ટર ઓફ એક્સીલન્સની સ્થાપનાથી ગિફ્ટ સિટીમાં નિપુણતા મહત્વપૂર્ણ રીતે મજબૂત બનશે. અમારા સંયુક્ત પ્રયાસો સુનિશ્ચિત કરશે કે ગિફ્ટ સિટીના એકમોને ઉત્કૃષ્ટ સ્તરની પ્રતિભાઓ તથા શ્રેષ્ઠ જ્ઞાનની એક્સેસ મળે જેથી નવીનતા તથા ઉત્કૃષ્ટતા હાંસલ કરી શકાય.”

ફિનટેક અને ફાઇનાન્શિયલ ફોરેન્સિક્સ પર રહેશે

NFSU-ગાંધીનગરના કેમ્પસ ડિરેક્ટર પ્રો. એસઓ જુનારેએ નોંધ્યું હતું કે “આ એમઓયુ કોર્પોરેટ ફોરેન્સિકમાં સેન્ટર ઓફ એક્સીલન્સ સ્થાપવા સહિત અનેક મહત્વની પહેલ આદરશે. આ સેન્ટરનું ધ્યાન ઇન્ટરનેશલ આર્બિટ્રેશન, સાયબર સિક્યોરિટી, સાયબર ફોરેન્સિક્સ, ફિનટેક અને ફાઇનાન્શિયલ ફોરેન્સિક્સ પર રહેશે.”

ફેકલ્ટી અને ઓફિસર્સના એક્સચેન્જને પણ પ્રોત્સાહન આપશે

“ગિફ્ટ સિટીમાં એકમો માટે વિશિષ્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ અને સ્કીલ ડેવલપમેન્ટ પહેલ તૈયાર કરવામાં આવશે. આ ભાગીદારી સિમ્પોઝિયા, કોન્ફરન્સીસ, વર્કશોપ્સ, શોર્ટ કોર્સીસ અને રિસર્ચ મીટિંગ ગોઠવવા તથા ફેકલ્ટી અને ઓફિસર્સના એક્સચેન્જને પણ પ્રોત્સાહન આપશે. જોઇન્ટ રિસર્ચ, કન્સલ્ટન્સી અને સતત એજ્યુકેશ પ્રોગ્રામ હાથ ધરાશે તથા ટીચિંગ, સ્ટુડન્ટ ડેવલપમેન્ટ અને રિસર્ચ એડવાન્સમેન્ટ્સ અંગે માહિતી પણ શેર કરવામાં આવશે”, એમ તેમણે જણાવ્યું હતું.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">