Gandhinagar Breaking: ગાંધીનગર મહાનગર પાલિકાનું વર્ષ 2023-24નું 264 કરોડની પુરાંત સાથેનું 944 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ
મહત્વનું છે કે વર્ષ 2022-23નું બજેટ સૌથી અલગ રહ્યું હતું, કારણકે ગત વર્ષે 18 ગામ અને પેથાપુર નગરપાલિકાનો ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
આજે ગાંધીનગર મહાનગર પાલિકાનું વર્ષ 2023-24 માટેનું ડ્રાફ્ટ બજેટ રજૂ થયું હતું. ગાંધીનગર મહાનગર પાલિકાનું 264 કરોડની પુરાંત સાથેનું 944 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટી ડ્રાફ્ટ બજેટમાં સુધારો કરીને બજેટ રજૂ કરશે. સ્ટેન્ડિંગ કમિટીમાં ગાંધીનગર મહાનગર પાલિકાના કમિશ્નર સંદીપ સાંગલે આવક જાવકના હિસાબ સાથે ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું હતું.
ગાંધીનગર કમિશ્નર સંદીપ સાંગલેએ જણાવ્યું હતું કે અંદાજ પત્ર અને 2023- 24 નું ડ્રાફ્ટ અંદાજ પત્ર જાહેર કરવામાં આવ્યું છે જેના કેપિટલ ખર્ચ માં 23.89 % ઘટાડો કરવામાં આવ્યો છે. રેવન્યુ ખર્ચ 146.21 કરોડ ની સામે 167.17 છે. બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે કે રખડતા ઢોર માટે સુઘડ કેટલ પાઉન્ડ અને એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટર શરૂ કરવામાં આવશે. આ બજેટમાં કોઈપણ જાતના વેરામાં કે દરમાં વધારો નહી હોય
હાલમાં મહાનગર પાલિકામાં બજેટના કામનો ધમધમાટ
ગાંધીનગર મહાનગર પાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજૂ થવાના પગલે મહાનગર પાલિકાની વિવિધ શાખમાં બજેટલક્ષી કામનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાના આ વખતના બજેટ પર સૌ નગરજનોની ખાસ મીટ મંડાયેલી હતી. ત્યારે ગાંધીનગર કોર્પોરેશનના વિસ્તાર વધતાં હવે બજેટનું કદ પણ વધ્યુ છે.
ગત વર્ષે 521 કરોડનું હતું બજેટ
ગત વર્ષે , 2022-23 માટે ગાંધીનગર મહાનગર પાલિકાનું ડ્રાફ્ટ બજેટ ગાંધીનગર કોર્પોરેશનના કમિશનર ધવલ પટેલે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2022-2023 માટે 512 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યુ છે. સ્ટેન્ડિંગ કમિટી હવે આ બજેટમાં સુધારા વધારા કરી જેમાં સ્થાયી સમિતિએ 27 કરોડનો વધારો સુચવીને 540 કરોડનું બજેટ મંજૂર કર્યું હતું.
વર્ષ 2022-23નું બજેટ હતું મહત્વનું
મહત્વનું છે કે વર્ષ 2022-23નું બજેટ સૌથી અલગ રહ્યું હતું, કારણકે ગત વર્ષે 18 ગામ અને પેથાપુર નગરપાલિકાનો ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે આ બજેટમાં આ તમામ ગામડાઓના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં તફાવત ના રહે એવુ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.