Gandhinagar: ‘અમરનાથ’માં આવેલા બરફના શિવલિંગ માટે રખાયા છે ખાસ ધ્યાન, બારેમાસ રખાય છે -13 ડિગ્રી તાપમાન, જૂઓ Video

|

Aug 18, 2023 | 10:33 AM

શ્રાવણ માસમાં ગાંધીનગરના માણસામાં આવેલુ 'અમરનાથ' ધામ (Amarnath)  ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની રહે છે. કારણકે આ અમરનાથ ધામ આબેહુબ મોટા અમરનાથ ધામના બરફના શિવલિંગની જેમ જ બનાવવામાં આવ્યુ છે.

Gandhinagar: અમરનાથમાં આવેલા બરફના શિવલિંગ માટે રખાયા છે ખાસ ધ્યાન, બારેમાસ રખાય છે -13 ડિગ્રી તાપમાન, જૂઓ Video

Follow us on

Gandhinagar : પવિત્ર શ્રાવણ માસની (Shravan Mas) શરુઆત થઈ ગઈ છે. શિવાલયોમાં ભાવિક ભક્તો વહેલી સવારથી જ ભોળા શંભુને રિઝવવા પહોંચી રહ્યા છે. ત્યારે શ્રાવણ માસમાં ગાંધીનગરના માણસામાં આવેલુ ‘અમરનાથ’ ધામ (Amarnath) ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની રહે છે. કારણકે આ અમરનાથ ધામ આબેહુબ મોટા અમરનાથ ધામના બરફના શિવલિંગની જેમ જ બનાવવામાં આવ્યુ છે. અહીંની ખાસિયત એ છે કે અહીં અદ્યતન ટેક્નોલજી દ્વારા બારેમાસ માઇનસ 13 ડિગ્રી તાપમાન રાખવામાં આવે છે.

આ પણ વાંચો- Gujarat Weather Forecast: આજે જૂનાગઢ સહિત અનેક જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના, જુઓ Video

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

બરફના શિવલિંગની સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન

માણસામાં આવેલી અમરનાથ ધામમાં બરફના શિવલિંગની સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન પણ કરવા માટે છે. શ્રદ્ધાળુઓ ભગવાન શિવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અમરનાથ ધામમાં સોમનાથ , નાગેશ્વર, મહાકાલેશ્વર, મલ્લિકાર્જુન, ભીમશકરા, ઓમકારેશ્વર, કેદારેશ્વર, કાશી વિશ્વેશ્વર, ત્ર્યમ્બકેશ્વર , ધૂશમેશ્વર, રામેશ્વર , વેજનાથ સહિતના જ્યોતિલિંગ આવેલા છે. ત્યારે શ્રાવણ માસ નિમિત્તે અહીં મોટી સંખ્યામાં ભક્તો આવવાનું શરુ થઇ ગયુ છે. સમગ્ર ગુજરાતના શ્રધ્ધાળુઓ અહીં દર્શન કરવા આવતા હોય છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે.

ભક્તો દર્શન કરી અનુભવે છે ધન્યતા

અમરનાથ ધામની યાત્રા હિન્દૂ સંસ્કૃતિ માટે અનોખું સ્થાન ધરાવે છે, માનવામાં આવે છે કે 12 જ્યોતિલિંગના દર્શન કર્યા હોય તો મનુષ્ય જીવનને મૃત્યુ બાદ મોક્ષ મળે છે, ત્યારે મનુષ્ય શિવમાં સમાઈ જાય છે. જેથી મોટા અમરનાથ ધામ સહિત 12 જ્યોતિલિંગના દર્શન નહીં કરી શકનારા લોકો માણસાના આ અમરનાથ ધામના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

શ્રાવણ માસમાં બર્ફાનીબાબાની અનોખી પૂજા

હિન્દૂ સંસ્કૃતિમાં શ્રાવણ માસ સૌથી પવિત્ર માનવામાં આવે છે, ત્યારે ભક્તો પણ શ્રાવણ માસમાં આ બર્ફાનીબાબાને બીલી પત્ર, દૂધ, મધ, આંકડા ફૂલ સહિતની સામગ્રી ધરાવી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે. સાથે જ અહીં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો રાખવામાં આવે છે. શિવને ભોળાનાથ પણ કહેવામાં આવે છે. ત્યારે આ સૃષ્ટિના સર્જનહારાના વિવિધ 12 રૂપ અમરનાથમાં જોવા મળે છે.

ટેકનોલોજીનો ઉપયોગ કરી માઇનસ 13 ડીગ્રી તાપમાન રખાય છે

ગાંધીનગરના માણસાનું અમરનાથ આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને બારે માસ લોકો અહીં દર્શન કરવા આવે છે અને એક જ સ્થળે 12 જ્યોતિલિંગના દર્શન કરી ધન્યતા અનુભવે છે. જ્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરી માઇનસ 13 ડીગ્રી તાપમાન સાથે બનાવાયેલુ શિવલિંગ સાક્ષાત બર્ફાની બાબાના દર્શનની અનુભૂતિ કરાવે છે.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:46 am, Fri, 18 August 23

Next Article