Gandhinagar: નલ સે જલ યોજના હેઠળ પંચમહાલમાં 1217 વસાહતોનો કરાયો સમાવેશ, 182 વસાહતોની કામગીરી કરાઈ પૂર્ણ

Gandhinagar: નલ સે જલ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઘરે ઘરે શુદ્ધ પીવાનુ પાણી પહોંચાડવામાં આવી રહ્યુ છે. જેમાં છેવાડાના ગામોમાં પણ નલ સે જલ યોજનાની કામગીરી ચાલી રહી છે. ત્યારે પંચમહાલ જ જિલ્લામાં નલ સે જલ યોજના હેઠળ કુલ 1399માંથી 1217 વસાહતોનો સમાવેશ કરાયો છે.

Gandhinagar: નલ સે જલ યોજના હેઠળ પંચમહાલમાં 1217 વસાહતોનો કરાયો સમાવેશ, 182 વસાહતોની કામગીરી કરાઈ પૂર્ણ
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: May 11, 2023 | 11:34 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘નલ સે જલ’ યોજના હેઠળ ગુજરાતના છેવાડાના નાગરિક સુધી પીવાનું શુદ્ધ પાણી નળ દ્વારા પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લામાં 631 ગામ અને 768 ફળીયા મળી કુલ 1399 વસાહતો આવેલી છે. જે પૈકી નલ સે જલ યોજના અંતર્ગત 1217 વસાહતનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે 182 વસાહતોની આ યોજના પૂર્વે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. નલ સે જલ યોજના અંતર્ગત કુલ 1217 વસાહતો પૈકી 990 વસાહતોમાં યોજના કાર્યરત છે.

182 વસાહતોની સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

આ સિવાય 95 વસાહતોની યોજનાઓ ઓપરેટરના કારણે, 93 વસાહતો વીજ જોડાણના કારણે, 9 વસાહતોમાં જુથ યોજના પાણી અનિયમીત મળવાને કારણે, 30 વસાહતોમાં પાણીના સ્ત્રોત સુકાઇ જવા અથવા આવરો ઓછો થવાના કારણે કાર્યરત નથી. જ્યારે બાકી રહેતી 182 વસાહતોમાં સર્વેની કામગીરી પ્રગતિ હેઠળ છે જે બનતી ત્વરાએ પૂર્ણ કરાશે. મોટાભાગની કામગીરી જે તે ગ્રામ પંચાયતની પાણી સમિતિ દ્વારા જ કરવામાં આવી છે તેમ, પાણી પુરવઠા બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચો: નલ સે જલ યોજનાને જામનગરમાં મળ્યો વેગ, 3 વર્ષમાં 7000 જોડાણ આપ્યા બાદ, આ વર્ષે નવા 3000 જોડાણ અપાશે

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

પંચમહાલમાં 87 ગામોમાં નલ સે જલ યોજના અંતર્ગત પાણી પહોંચાડવામાં આવ્યુ

વધુમાં પંચમહાલ જિલ્લાના શહેરા અને ગોધરા તાલુકાના 87 ગામ અને 116 ફળીયા એમ કુલ 203 વસાહતો પૈકી 104 વસાહતોમાં નલ સે જલ યોજના અંતર્ગત પાણી પહોંચાડવામાં આવે છે. જયારે ઓપરેટરના કારણે 49 વસાહતો, વીજ જોડાણના કારણે 10 વસાહતો, પંપીંગ મશીનરીના કારણે 7 વસાહતો, પાણીના સ્ત્રોત સુકાઇ જવા અથવા આવરો ઓછો થવાના કારણે 15 વસાહતો અને પાઈપ લાઈનના કારણે 18 વસાહતોમાં આ યોજના કાર્યરત નથી તેમ, બોર્ડની યાદીમાં જણાવાયું છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">