ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીને ભાજપે પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવ્યા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજ્યોના પ્રભારીઓની નવી યાદી બહાર પાડી છે. આ યાદી અનુસાર પંજાબ અને ચંદીગઠના પ્રભારી તરીકે ગુજરાતના પૂર્વ સીએમ અને ધારાસભ્ય વિજય રૂપાણીને( Vijay Rupani) પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે.
ભાજપે રાજ્યની વિધાનસભા ચૂંટણી(Assembly Election 2022) અને 2024ની લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણીના મોડમાં છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજ્યોના પ્રભારીઓની નવી યાદી બહાર પાડી છે. આ યાદી અનુસાર પંજાબ અને ચંદીગઠના પ્રભારી તરીકે ગુજરાતના પૂર્વ સીએમ અને ધારાસભ્ય વિજય રૂપાણીને( Vijay Rupani) પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. જ્યારે નરિન્દર સિંહ રૈનાને સહપ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ યાદી અનુસાર બિપ્લવ દેવને હરિયાણાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ઓમ માથુરને છત્તીસગઢના પ્રભારી બનાવવામાં આવ્યા છે, જ્યારે નીતિન નવીનને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સિવાય તરુણ ચુગ તેલંગાણાના પ્રભારી રહેશે અને અરુણ સિંહ રાજસ્થાનના પ્રભારી રહેશે.
આ સિવાય વિનોદ તાવડેને બિહારના પ્રભારી અને સાંસદ હરીશ દ્વિવેદીને સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના સાંસદ વિનોદ સોનકરને પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સિવાય ઝારખંડના લક્ષ્મીકાંત બાજપાઈને ઈન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. જ્યારે કેરળ માટે પ્રકાશ જાવડેકરને પ્રભારી અને રાધા મોહન અગ્રવાલને સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર માત્ર સાંસદ રાધા મોહન અગ્રવાલ જ લક્ષદ્વીપના પ્રભારી હશે. પી. મુરલીધર રાવ પ્રભારી અને પંકજા મુંડે અને સાંસદ રમાશંકર કાથડિયાને મધ્યપ્રદેશના સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
મહેશ શર્મા ત્રિપુરાના પ્રભારી બન્યા
આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ તરુણ ચુગને તેલંગાનાના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે અને રાજ્યના પ્રભારીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જ્યારે અરવિંદ મેનન સહ-ઈન્ચાર્જની ભૂમિકા ભજવશે. બીજી તરફ, વિજય રૂપાણી ચંદીગઢના પ્રભારી રહેશે અને રાજ્યના સહ-પ્રભારીની નિમણૂક કરવામાં આવી નથી. આ સિવાય અરુણ સિંહને રાજસ્થાનના પ્રભારી અને વિજય રહાતકરને સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. સાંસદ મહેશ શર્મા ત્રિપુરાના પ્રભારી તરીકે ચૂંટાયા છે.