રાજ્યમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ, 27 અને 28 તારીખે સાર્વત્રિક વરસાદની આગાહી

Rain in Gujarat : રાજ્યમાં હાલ 14 ટકા વરસાદની ઘટ છે, પણ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી સમયમાં જલ્દી જ આ ઘટ પૂરી થઇ જશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 7:21 AM

AHMEDABAD : રાજ્યમાં હાલ ચોમાસું સક્રિય છે અને વરસાદના બીજા રાઉન્ડમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે. રાજ્યમાં હજી પણ વરસાદી માહોલ યથાવત રહેશે. રાજસ્થાન ઉપર સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે અને આ સાથે જ 27 અને 28 તારીખે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ 14 ટકા વરસાદની ઘટ છે, પણ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી સમયમાં જલ્દી જ આ ઘટ પૂરી થઇ જશે.

રાજ્યમાં હાલ ચોમાસું સક્રિય છે અને બીજા રાઉન્ડમાં મેઘરાજા ધુંવાધાર બેટિંગ કરી રહ્યાં છે. ગઈકાલે 23 સપ્ટેમ્બરે રાજ્યમાં આજે 50 તાલુકામાં આજે વરસાદ વરસ્યો હતો. આ તાલુકાઓમાં 1 ઇંચથી પોણા પોણા 8 ઇંચ સુધી વરસાદ પડ્યો છે.

સૌથી વધુ વરસાદ જામનગરના જોડીયામાં જોવા મળ્યો. અહિયાં પોણા 8 ઇંચ વરસાદ વરસતા વિસ્તારમાં ખુબ પાણી ભરાયા હતા, તો બીજી તરફ કચ્છના નખત્રાણામાં 4 ઇંચ વરસાદ થયો. તો સુરતના ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. વલસાડના કપરાડામાં પણ પોણા 3 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ ઉભી થઇ છે.

રાજ્યમાં અવિરત મેઘ મહેર યથાવત છે અને મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ગઈકાલે 23 સપ્ટેમ્બરે સુરતમાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. અને શહેરને પાણી પાણી કરી દીધું. તો આ તરફ અમદાવાદના વિરમગામ, માંડલ પંથકમાં પણ મેઘ મહેર જોવા મળી. તો ભરૂચમાં ધોધમાર વરસાદ વરસ્યો અને ભારે વરસાદને પગલે ભરૂચના બજારોમાં નદીઓ વહેલા માંડી. તો કેટલાક લોકો પાણીમાં તણાયા. આ તરફ કચ્છમાં પણ મેઘાએ જોરદાર બેટિંગ કરી., અને રાપર તથા નખત્રાણામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ.

આ પણ વાંચો : ત્રીજી લહેરની વાતો વચ્ચે ICMRના સર્વેમાં મોટો ખુલાસો, 75 ટકા એન્ટિબોડી સાથે ગુજરાત દેશભરમાં ચોથા ક્રમે

આ પણ વાંચો : AHMEDABAD : ફરજિયાત રસીકરણના કારણે AMCને રોજનું 5 થી 7 લાખ રૂપિયાનું નુકસાન

Follow Us:
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">