ગુજરાતમાં આયોજીત “સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમ માટે મદુરાઈ ખાતેથી પ્રથમ ટ્રેન સૌરાષ્ટ્ર માટે રવાના

Gandhinagar News: આ સ્પેશિયલ ટ્રેનને તામિલનાડુથી ભવ્ય રીતે વિદાય આપવામાં આવી હતી. મદુરાઈથી ઉપડેલી આ વિશેષ ટ્રેનનું સાલેમ અને ચેન્નઈ રેલવે સ્ટેશન ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં આયોજીત સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ માટે મદુરાઈ ખાતેથી પ્રથમ ટ્રેન સૌરાષ્ટ્ર માટે રવાના
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2023 | 5:18 PM

ગુજરાતમાં સોમનાથ ખાતે આગામી 17થી 30 એપ્રિલ સુધી ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટે તામિલનાડુના મદુરાઈ ખાતેથી પ્રથમ ટ્રેન સૌરાષ્ટ્ર આવવા માટે રવાના થઈ ચૂકી છે. આ સ્પેશિયલ ટ્રેનને તામિલનાડુથી ભવ્ય રીતે વિદાય આપવામાં આવી હતી. મદુરાઈથી ઉપડેલી આ વિશેષ ટ્રેનનું સાલેમ અને ચેન્નઈ રેલવે સ્ટેશન ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ચેન્નઈ રેલવે સ્ટેશન પર આ વિશેષ ટ્રેનનું સ્વાગત કરવા માટે તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો-અમદાવાદ અને સુરતમાં રૂપિયા 214 કરોડના કામોને CM ભૂપેન્દ્ર પટેલે આપી સૈદ્ધાંતિક મંજુરી

17 એપ્રિલથી આ કાર્યક્રમનો શુભારંભ થશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છુક મહેમાનોનું ખાસ વેબસાઈટ દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?

રજિસ્ટ્રેશનમાં પસંદગી પામેલા મહેમાનો ગુજરાત આવશે

ઓફિશિયલ વેબસાઈટ પર રજિસ્ટ્રેશનમાં પસંદગી પામેલા મહેમાનો વિશેષ ટ્રેન દ્વારા ગુજરાત આવશે. આ મહેમાનોને તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન સોમનાથ, પોરબંદર, દ્વારકા, રાજકોટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર) જેવા સ્થળોની મુલાકાત પણ કરાવવામાં આવશે. કાર્યક્રમનું મુખ્ય સ્થળ સોમનાથ છે. જ્યાં 15 દિવસ દરમિયાન, કલા, સંસ્કૃતિ, ઉદ્યોગ-વાણિજ્ય, યુવા અને અને શિક્ષણ સંબંધિત કાર્યક્રમોના આયોજન કરવામા આવ્યા છે.

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમની જાહેરાત 19 માર્ચ, 2023ના રોજ કરવામાં આવી હતી, જેમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમનો લોગો, થીમ સોંગ અને વેબસાઈટનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ હેઠળ કાર્યક્રમ

ઉલ્લેખનીય છે કે ગુજરાત અને તમિલનાડુ રાજ્ય વચ્ચેના ઐતિહાસિક સંબંધને ઉજાગર કરવા અને બન્ને રાજ્યો વચ્ચે સમન્વય સ્થાપવા માટે ગુજરાતમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની કલ્પનાને સાકાર કરે છે. નોંધપાત્ર બાબત એ છે કે ભારત સરકાર દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્વસ’ હેઠળ દેશમાં સાંસ્કૃતિક સાયુજ્ય સાધવા આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યુ છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં 5 હજારથી વધુ મહેમાનો ગુજરાતની મુલાકાત લે તેવી સંભાવના છે.

2010માં પણ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ

ઉલ્લેખનીય છે કે મૂળ સૌરાષ્ટ્રના પરંતુ તમિલનાડુમાં વસી રહેલા આ સમુદાયને પુન: ગુજરાત સાથે જોડવાના પ્રયત્નો વર્ષ 2005થી કરવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે 2010માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મદુરાઈ ખાતે વિરાટ સૌરાષ્ટ્ર સંગમનું આયોજન કર્યું હતું, જેમાં 50,000 કરતાં વધારે સૌરાષ્ટ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ વારાણસીમાં “કાશી-તમિલ સંગમ”નું પણ આયોજન કરવામાં આવ્યું. આમ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પના અને તેમની જન સમુદાયને પોતાના મૂળ સાથે જોડવાની પરિકલ્પના સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમથી મૂર્તિમંત થવા જઈ રહી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">