AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક જ પોર્ટલથી અલગ અલગ ક્ષેત્રમાં મેળવી શકાશે પ્રવેશ, ગુજરાત કોમન એડમીશન સર્વિસીસ પોર્ટલનો આજે થશે પ્રારંભ

જીકેસ (GCAS) પોર્ટલ એ ગુજરાત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ સંલગ્ન કૉલેજો માટે વન-સ્ટોપ સોલ્યુશન છે. આ પોર્ટલ પ્રવેશ પ્રક્રિયાને સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતની સરકારી યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોમાં એક જ ક્લિકથી રજીસ્ટ્રેશન કરાવી શકાશે.

એક જ પોર્ટલથી અલગ અલગ ક્ષેત્રમાં મેળવી શકાશે પ્રવેશ, ગુજરાત કોમન એડમીશન સર્વિસીસ પોર્ટલનો આજે થશે પ્રારંભ
Kinjal Mishra
| Edited By: | Updated on: Jan 03, 2024 | 1:53 PM
Share

ગાંધીનગર:  ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ (GCAS)નો આજથી પ્રારંભ થવાનો છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ નીચે આવતી સરકારી યુનિવર્સિટીઓ દ્વારા આપવામાં આવતી વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશની પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને સરળ કરવા માટે શરૂ કરવામાં આવેલું એક પોર્ટલ છે. જેમાં એક જ પોર્ટલથી આર્ટ્સ, કૉમર્સ, સાયન્સ, રૂરલ સ્ટડીઝ અને અન્ય વિદ્યાશાખાઓમાં પ્રવેશ મેળવી શકાશે.

જીકેસ (GCAS) પોર્ટલ એ ગુજરાત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ સંલગ્ન કૉલેજો માટે વન-સ્ટોપ સોલ્યુશન છે. આ પોર્ટલ પ્રવેશપ્રક્રિયાને સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતની સરકારી યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોમાં એક જ ક્લિકથી રજીસ્ટ્રેશન કરાવી શકાશે.

પોર્ટલની મુખ્ય બાબતો

  • (GCAS) જીકેસ પોર્ટલ અંગ્રેજી અને ગુજરાતી એ બે ભાષાઓમાં ઉપલબ્ધ છે. જૈને કારણે માહિતી સરળતાથી મેળવી શકાય અને વધુ સારી રીતે સર્વ સુધી પહોંચી શકાય.
  • સરકારી યુનિવર્સિટીઓને સંલગ્ન કૉલેજોમાં એડમિશન માટે નોંધણીની સરળ પ્રક્રિયા.
  • વિદ્યાર્થીઓ માટે તૈયાર કુરાયેલું જીકેસ પોર્ટલ સીધા ઇન્ટરફેસ સાથે નોંધણીનો સાતત્યપૂર્ણ અનુભવ પૂરો પાડે છે, જે અરજદારોને નોંધણીની પ્રક્રિયા કે સ્થિતિ વિશે માહિતગાર રાખે છે.
  • અરજદારો માટે સરળ અને મુશ્કેલી વિનાની નોંધણી કરી શકાય તે માટે જીકેસ દ્વારા ડોક્યુમેન્ટને અપલોડ કરવાની સરળતા.
  • નોંધણીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીને તેમની અરજીની સ્થિતિ, દસ્તાવેજની ચકાસણી અને સંબંધિત અન્ય જાહેરાત બાબતે નિયમિત જાણકારી SMS તથા E-mail દ્વારા માહિતી આપવામાં આવશે.
  • ગુજરાત રાજ્યની દરેક પબ્લિક યુનિવર્સિટીઓ અને તેની સાથે જોડાયેલી 500થી વધુ સરકારી અને ગ્રાન્ટ-ઈન-એડ કૉલેજો ખાતે સહાયકેન્દ્રો (હેલ્પ સેન્ટર)ની રચના, જે અત્યંત અંતરિયાળ વિસ્તારો સહિતના તમામ વિદ્યાર્થીઓને મુશ્કેલી વિના ને સરળતાથી અરજીપ્રક્રિયા સંદર્ભે મદદરૂપ

શું થશે ફાયદા ?

  • આ પોર્ટલથી ગુજરાત રાજ્યની 14 સરકારી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી 2343 કૉલેજોના વિવિધ અભયાસક્રમોમાં અરજી કરી શકાશે.
  • આ પોર્ટલથી 7,50,000થી વધુ બેઠકો ઉપર વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી શકશે.
  • વિદ્યાર્થીઓને ઉપલબ્ધ અભ્યાસક્રમોને લગતી માહિતી મેળવવામાં સરળતા રહેશે, તેમજ રાજ્યભરમાં તેમને જે તે અભ્યાસક્રમ સંલગ્ન કૉલેજો અને યુનિવર્સિટીઓની માહિતી મેળવવી સરળ બનશે.
  • જીકેસને કારણે વિદ્યાર્થી એક જ વખત 300 રુપિયાની ફી ચૂકવીને કોઈ પણ યુનિવર્સિટી કે કૉલેજ ખાતેના અભ્યાસક્રમો માટે અરજી કરી શકે છે.
  • રાજ્યમાં ઉપલબ્ધ વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લાગતા સમય અને પ્રયત્નોમાં નોંધપાત્ર ઘટાડો.
  • ગુજરાત રાજ્યની કોઈ પણ સરકારી યુનિવર્સિટી સંલગ્ન કોલેજના વિવિધ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ અરજી કરી શકે તે માટે સમાન સમયમર્યાદા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">