ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: ગાંધીનગરમાં રેસ્ટોરન્ટની આડમાં ચાલતો હતો નશાનો કારોબાર, 2 આરોપીની ધરપકડ

|

Jun 20, 2022 | 7:07 AM

ગુજરાત ATS દ્વારા ગાંધીનગરમાં(Gandhinagar) ભાટ ટોલનાકા નજીક આવેલી ચુલા ચિકન નામની રેસ્ટોરન્ટમાં ચાલતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ: ગાંધીનગરમાં રેસ્ટોરન્ટની આડમાં ચાલતો હતો નશાનો કારોબાર, 2 આરોપીની ધરપકડ
Drugs racket busted By gujarat ATS

Follow us on

Gandhinagar : ગુજરાતમાં(Gujarat)  વધુ એક મોટા ડ્રગ્સ રેકેટનો (Drugs Racket) પર્દાફાશ થયો છે. ગુજરાત ATS દ્વારા ગાંધીનગરમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવાયો છે.ભાટ ટોલનાકા નજીક આવેલી ચુલા ચિકન નામની રેસ્ટોરન્ટમાં ડ્રગ્સ રેકેટ ચાલતું હતું. જેમાં 6 જેટલા નશીલા બિસ્કિટ, નશા માટેનું સીબીડી ઓઈલની 16 જેટલી ડબ્બી, તેમજ 40 ગ્રામ ચરસ મળી આવ્યું છે.આ મામલે ગુજરાત ATS અને SOGએ રેસ્ટોરન્ટ (Restaurant) માલિક સહિત 2 આરોપીઓની ધરપકડ કરી છે.

ગુજરાત ATSએ 2 આરોપીઓની કરી ધરપકડ

આરોપીઓ “કેનાબીસ” એટલે કે ગાંજાના છોડના બીમાંથી નીકળતા તેલને બિસ્કિટમાં (Biscuit) ભેળવીને વેચતા હતા. ઝડપાયેલ ડ્રગ્સ પેડલર જયકિશન ઠાકુર અને અંકિતસિંહ કુલારીની પુછપરછ કરતા સામે આવ્યુ કે, આરોપી વેબ પોર્ટલ પરથી ડ્રગ્સનો જથ્થો મંગાવતા હતા અને સોનુ નામનો સપ્લાયર ડ્રગ્સની ડિલેવરી આપવા આવતો હતો., જે હજી પણ પોલીસ પકડથી દુર છે, તેથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.ઉપરાંત રેડ દરમિયાન ઈ કોમર્સ વેબસાઈટ એમેઝોનના ખાલી બોક્સ પણ કબજે કરવામાં આવ્યા છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

આરોપીની પુછપરછમાં સામે આવ્યું કે, એક બિસ્કિટ રૂપિયા 4 હજારની કિંમતે વેચતા હતા,જ્યારે એક ગ્રામ ગાંજાનું તેલ રૂપિયા 2500 થી 3000માં વેચતા હતા.તમને જણાવવું રહ્યું કે, પોલીસને શંકા છે કે ડ્રગ્સની ડીલેવરી ઓનલાઈન કરવામા આવતી હતી, ત્યારે હવે પોલીસની તપાસમા શું નવા ખુલાસા થાય છે અને ડ્રગ્સના રેકેટના મૂળિયા કેટલા ઉંડા પહોચે છે તે જોવાનુ રહેશે.

Published On - 7:07 am, Mon, 20 June 22

Next Article