AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડ્રગ્સ રેકેટ અંગે ગુજરાત ATS નો મોટો ખુલાસો, રાજ્યનાં 300થી વધારે ધનાઢ્ય પરિવારના બાળકો ડ્રગ્સનાં બંધાણી !

ગુજરાત ATS દ્વારા મોટા ડ્રગ્સનાં રેકેટનો(Drugs Racket) ખુલાસો કરવામાં આવ્યો છે.જેમાં સામે આવ્યુ છે કે ડોકટરો, મેડિકલનાં વિદ્યાર્થીઓ, એક મહિલા મામલતદાર સહિત અનેક પૈસાદાર વ્યક્તિઓ ડ્રગ્સનાં બંધાણી.

ડ્રગ્સ રેકેટ અંગે ગુજરાત ATS નો મોટો ખુલાસો, રાજ્યનાં 300થી વધારે ધનાઢ્ય પરિવારના બાળકો ડ્રગ્સનાં બંધાણી !
Gujarat ATS
Mihir Bhatt
| Edited By: | Updated on: Jun 09, 2022 | 9:16 AM
Share

ગુજરાત ATS (Gujarat ATS) દ્વારા એક મોટા ડ્રગ્સ રેકેટનો (Drugs Racket) ખુલાસો કરવામાં આવ્યો છે.જેમાં કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવી છે.થોડા દિવસ પહેલા એટીએસ દ્વારા ડ્રગ્સનાં જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી  હતી. એટીએસ દ્વારા આરોપીની પૂછપરછ કરતાં ચોકાવનારા ખુલાસા થયા છે. આ ડ્રગ્સનાં બંધાણમાં એવા હાઈપ્રોફાઈલ નામો સામે આવ્યા હતા કે ખુદ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા તો હજી પણ ડ્રગ્સનાં(Drugs)  વેપલાને કોણ- કોણ સંડોવાયેલું છે તેનું પગેરું મેળવાઇ રહ્યું છે.

પૈસા વધુ કમાવવાની લાલચમાં આકાશે ડ્રગ્સનો વેપલો શરૂ કર્યો

વર્ષ 2019થી ડ્રગ્સની દુનિયામાં પગપેસારો કરનારા આકાશ મૂળતો કોમ્પ્યુટર ઈજનેર સુધીનો અભ્યાસ કરેલો છે, પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે પૈસા વધુ કમાવવાની લાલચમાં ડ્રગ્સ વેચવાનું શરૂ કરી દીધું હતું. સૌથી પહેલા આકાશે ગાંજા વેચવાની શરૂઆત કરી હતી જેમાં ડબલ પ્રોફિટ મળતો હતો અને વધારે નફાની લાલચે ધીમે- ધીમે ડ્રગ્સનું પણ વેચાણ શરૂ કરી દીધું હતું.

સોશિયલ મીડિયા દ્વાર  કાળો કારોબાર !

ઉલ્લેખનીય છે કે, આકાશે પોતાના ગ્રાહકોને ડ્રગ્સ સપ્લાય કરવાનું જેમાં પહેલા સોશિયલ મીડિયાના (Social Media) માધ્યથી સંપર્ક કરી ડ્રગ્સનું વેચાણ કરતો હતો, જો કે બાદમાં સમય સાથે ગ્રાહકોની માંગ વધતા ઓનલાઇન વેબસાઈટ બનાવી ઓનલાઇન ડ્રગ્સ વેચાણ શરૂકર્યું હતુ. જેમાં જીવન જરૂરિયાત પ્રોડક્ટની આડમાં કુરિયર મારફતે ગ્રાહકોને ડ્રગ્સ તેઓના ઘર સુધી પોહચાડતો હતો અમે આંગડિયા મારફતે પૈસા મેળવતો હતો. જેમાં પ્રથમ વખત ગ્રાહક સાથે આકાશ ડીલ કરતો હતો અને ત્યારબાદ બીજી વખત માલ સપ્લાય કરવાની વાતચીત આરોપી કરણ વાઘ કરતો હતો.

ગુજરાત એટીએસની ગિરફતમાં આવેલો આકાશની (Akash) હાલ પૂછપરછ હાથ ધરાઈ છે. જેમાં આકાશ હાલ ગુજરાત એટીએસના નદમસ્તક થઈને તમામ હકીકત બોલી રહ્યો છે, જેમાં આકાશ દ્વારા આ આખુ ડ્રગ્સનું નેટવર્ક ઓનલાઇન એમેઝોન નામથી ચલાવામાં આવતું હતું. એમેઝોનની વેબસાઈટ પર મટિરિયલ વેચવા માટેનું રજીસ્ટર કરાવેલું હતું અને તેના બદલામાં એમેઝોન કંપની દ્વારા આકાશને બોક્સ અને સ્ટીકર કંપની મારફતે આપવામાં આવતા હતા અને તેની આડમાં આકાશ એમેઝોનના બોક્સમાં કુરીયર મારફતે સપ્લાય કરતો હતો. બીજી તરફ કોઈને શંકા ન જાય તે માટે થઈને પેકેટમાં અલગ- અલગ વસ્તુઓની અંદર ડ્રગ્સ મૂકી અને સંતાડીને સપ્લાય કરતો હોવાની કેફિયત વર્ણવી છે,ત્યારે હાલ એટીએસે(ATS)  વધુ દસ્તાવેજી પુરાવા એકત્ર કરવાની કવાયત હાથ ધરી છે.

માલતદાર ડ્રગ્સનાં બંધાણી હોવાનું સામે આવતા ચકચાર

આકાશના બેંક એકાઉન્ટમાંથી હાલ પોલીસને રોકડા 27 લાખ મળી આવ્યા છે, ત્યારે આ તમામ રૂપિયા તેણે ડ્રગ્સની વેચાણમાંથી જ કમાયા હોય તેવો અંદાજો હાલ ગુજરાત એટીએસ લગાડી રહી છે. ઉપરાંત અમરેલીમાં તેણે પોતાના બે મકાન પણ બનાવ્યા છે મોટાભાગના તેના ગ્રાહકો મેડિકલ વ્યવસાય અને મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ, (Ahmedabad) બરોડા, રાજકોટ, ભાવનગર અને જુનાગઢ આ તમામ જગ્યાઓ પર આરોપી આકાશના ગ્રાહકો હતા. આ ઉપરાંત તેના ગ્રાહકો પૈસાદાર પરિવાર સાથે સંકળાયેલા હતા.

આવનારા સમયમાં હજી બીજા કેટલાય લોકોના નામ આ સમગ્ર ડ્રગ્સ કાંડમાં સામે આવી શકે છે અને તેવા તમામ લોકોની ગુજરાત એટીએસ પૂછપરછ પણ હાથ ધરી શકે છે. તો બીજી તરફ રાજુલા વિસ્તારનાં પણ એક માલતદાર ડ્રગ્સનાં બંધાણી હોવાનું સામે આવતા આ કેસમાં તેની પણ ઉલટ તપાસ થઇ શકવાના એંધાણ રચાઈ રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">