Gujarat માં મહેસુલી સેવા ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિ, નાગરિકોને ઘેર બેઠા સેવાઓ પૂરી પાડવા ઉઠાવ્યા આ કદમ

|

Jul 03, 2022 | 4:56 PM

ગુજરાતમાં(Gujarat) નાગરિકોને ઘરે બેઠા સરળતાથી સેવાઓ પુરી પાડવા ડિજિટલ ગુજરાતની દિશામાં મહેસૂલ વિભાગે અનેક નક્કર કદમ ઉઠાવ્યા છે. i-ORA પ્લેટફોર્મ પર વિવિધ જનહિત લક્ષી મહેસૂલી સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Gujarat માં મહેસુલી સેવા ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિ, નાગરિકોને ઘેર બેઠા સેવાઓ પૂરી પાડવા ઉઠાવ્યા આ કદમ
Gujarat Registrar Office
Image Credit source: File Image

Follow us on

ગુજરાત(Gujarat)ડિઝિટલ સેવાઓ(Digital Service)પુરી પાડવામાં અગ્રેસર રહ્યુ છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના(CM Bhupendra Patel)નેતૃત્વ હેઠળ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા મહેસુલ ક્ષેત્રે(Revenue)વધુ પારદર્શકતા લાવવા માટે થયેલી ડિજિટલ ક્રાંતિ નાગરિકો ક્યારેય ભૂલી નહિ શકે. રાજ્યના નાગરિકોને ઘરે બેઠા સરળતાથી સેવાઓ પુરી પાડવા ડિજિટલ ગુજરાતની દિશામાં મહેસૂલ વિભાગે અનેક નક્કર કદમ ઉઠાવ્યા છે. i-ORA પ્લેટફોર્મ પર વિવિધ જનહિત લક્ષી મહેસૂલી સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વારસાઇની નોંધ ખાતેદાર પોતે ઓનલાઇન દાખલ કરી શકે તે સુવિધા પણ i-ORA પર ઉપલબ્ધ છે. એટલુ જ નહિઓ, iRCMS ઇન્ટીગ્રેટેડ રેવન્યુ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા રાજયભરની મહેસૂલ કચેરીઓમાં ચાલતા મહેસૂલી કેસોનું પણ ડિજિટલાઇઝેશન કરી દેવામાં આવ્યુ છે.

દસ્તાવેજ ઓનલાઇન જોવાની સુવિધા ઉપલબ્ધ

આ ઉપરાંત નોંધણી ફી, સ્ટેમ્પ ડ્યુટીની ઓનલાઇન ગણતરી, ફરજિયાત ઓનલાઇન એપોઇન્ટમેન્ટ, દસ્તાવેજ નોંધણીની ઓનલાઇન વીડિયો ગ્રાફી, થમ્બ ઇમ્પ્રેશન, ફોટોગ્રાફી, દસ્તાવેજનું સ્કેનીંગ –પ્રિન્ટીંગ – ઓનલાઇન જાળવણી, સર્ચ, ઇન્ડેક્ષ-૨, દસ્તાવેજ ઓનલાઇન જોવાની સુવિધા ઉપલબ્ધ કરી દઇ સેવાઓ વધુ સરળ બનાવી દેવામાં આવી છે.

ગામ નમૂના નંબર-6ની હસ્તલિખિત નોંધો તથા ગામ નમૂના નંબર-7/12ના હસ્તલિખિત પાનીયા સ્કેન કરી વેબસાઇટ પર મુકી દેવામાં આવ્યાં છે. જેને દુનિયાના કોઈપણ દેશમાંથી જોઈ શકાય છે. તેમજ હવે, અરજદારોની વિવિધ પ્રકારની મહેસૂલી સેવાઓ માટેની અરજીઓ અંગે અરજદારો પાસેથી ગામ નમૂના નં. – 6 તથા 7/12 માંગવામાં આવતા નથી અને વહીવટીતંત્ર પોતે જ ઓનલાઈન મહેસૂલી રેકર્ડ મેળવી લે છે. તમામ મહેસૂલી કેસોની વિગતો આર.સી.એમ.એસ સોફ્ટવેર પર ઓનલાઇન કરવામાં આવી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

iRIS ઇન્ટીગ્રેટેડ રેવન્યુ ઇન્સ્પેકશન સિસ્ટમની વિશેષતાઓ

કોઇ પણ રાજ્યની મહેસૂલી કચેરીઓમાં વિવિધ મહેસૂલી બાબતોની મંજૂરીઓ ઓનલાઈન કરવામાં આવે છે. મહેસૂલ તપાસણી કમિશનર કચેરી દ્વારા અત્યાર સુધી તપાસની પ્રક્રિયા ભૌતિક રીતે, જે તે કચેરીની મુલાકાત લઈને કરવામાં આવતી હતી. તમામ મહેસૂલી રેકર્ડ તથા પ્રક્રિયા ઓનલાઈન થયેલ છે તેથી તપાસણી પણ ઓનલાઈન કરવા માટે ‘આઈરિસ’ મોડ્યુલ કાર્યરત કરવામાં આવેલ છે.

મહેસૂલી પરવાનગીઓ જેવી કે બિનખેતી, પ્રિમિયમની મંજૂરી બોનાફાઈડ પરચેઝની પરવાનગી તથા હકપત્રકની નોંધો જેવી કે વેચાણ, વારસાઈ, હકકમી, હક દાખલ અને હુકમી નોંધો તથા મહેસૂલી અધિકારીઓ દ્વારા નિર્ણય કરાતા મહેસૂલી કેસને આ મોડ્યૂલ હેઠળ આવરી લેવાયેલ છે.રેન્ડમ કમ્પ્યુટરાઈઝ્ડ અલોકેશન દ્વારા આવા કેસમાં જો કોઈ કાયદાભંગ નાણાંકીય નુકસાન જણાય તો જે તે અધિકારી/કર્મચારી વિરૂધ્ધ નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Published On - 4:54 pm, Sun, 3 July 22

Next Article