AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વધુ કસરતથી આવતા હાર્ટ એટેકથી બચાવશે આ ઉપકરણ, આઇઆઇટી ગાંધીનગરનું સંશોધન

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર (IIT)ના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર પ્રો. ઉત્મા લહેરી અને તેમની ટીમે PTradex નામનું ટ્રેડમિલ એક્સરસાઇઝ પ્લેટફોર્મ વિકસાવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 5:44 PM
Share

કોરોના(Corona)  મહામારી પછી લોકો કસરત, યોગ-પ્રાણાયામનું મહત્વ સમજી ગયા છે. તેવા સમયે અનેક લોકો અમુક સમયે તેમની શારીરિક ક્ષમતા કરતાં વધુ કસરત(Exercise) પણ કરતા હોય છે. વધુ પડતી કસરત પણ હાર્ટ એટેકનું(Heart Attack) કારણ બની શકે છે. જેનાથી મૃત્યુ પણ થઈ શકે છે આવા બે કિસ્સામાં હાલમાં જ સામે આવ્યા છે.

જો કે જેના પગલે લોકો કસરતથી હ્રદય પર વધુ સ્ટ્રેટસના લે અને હ્રદયરોગના આકસ્મિક હુમલાથી બચે તે હેતુથી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર (IIT)ના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર પ્રો. ઉત્તમા લાહિરી અને તેમની ટીમે PTradex નામનું ટ્રેડમિલ એક્સરસાઇઝ પ્લેટફોર્મ વિકસાવ્યું છે. જે વધુ પડતી કસરતને કારણે લોકોને હાર્ટ એટેકના જોખમથી બચાવશે. આ ટીમે આ સંશોધન માટે ભારતીય પેટન્ટ ઓફિસમાં અરજી પણ કરી છે.

જે લોકો ટ્રેડમિલ પર કસરત કરે છે અથવા ચાલવાને લગતી બીમારીઓથી પીડિત છે તેમના માટે આ ઉપકરણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. સંશોધકોએ આ સંશોધનમાં વર્ચ્યુઅલ રિયાલિટી (VR)આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)અને કાર્ડિયાક સેન્સિટિવ ટેક્નોલોજીનું વધુ સારી રીતે સંકલન કર્યું છે. જેના કારણે આ ટ્રેડમિલ એક્સરસાઇઝ પ્લેટફોર્મ યુઝરને તેની શારીરિક ક્ષમતાથી ઓછું કે તેની ક્ષમતા કરતાં વધુ કસરત કરાવતું નથી.

જેના કારણે વ્યાયામ દરમિયાન વ્યક્તિ પર કોઈ અયોગ્ય તણાવ નથી અનુભવાતો જેના કારણે તે હાર્ટ એટેક જેવા ભયથી બચી જાય છે. આ સંશોધન આઇઆઇટી ગાંધીનગરના ભૂતપૂર્વ પીએચડી વિદ્યાર્થી ડો. ધવલ સોલંકીના પીએચડી સંશોધનનો એક ભાગ હતો. જેમાં તેઓ  આઇઆઇટી ગાંધીનગરના ડિઝાઇન અને ઇનોવેશન સેન્ટરના  મદદનીશ પ્રોફેસર માનસી કાનેટકર અને ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇનર નીરવકુમાર પટેલ અને જુનિયર રિસર્ચર આનંદ ચૌહાણ સાથે પણ સંકળાયેલા હતા.

પિટ્રેડેક્સ આ રીતે કામ કરે છે ‘Petredex’ માં વર્ચ્યુઅલ રિયાલિટી ઇમર્સિવ ટાસ્ક મોડ્યુલ ટ્રેડમિલ-આધારિત કસરતો સાથે સંકલિત છે. જે રિયલ ટાઈમમાં વ્યક્તિના કાર્ડિયાક લોડ પર નજર રાખે છે. કાર્ડિયાક સહનશક્તિ સુધારવા માટે વ્યાયામ પરિમાણો સેટ કરવામાં વપરાશકર્તાને મદદ કરે છે. તે ફિઝિયોલોજી-સંવેદનશીલ સિસ્ટમ તરીકે કામ કરે છે, જેનું કાર્ય અથવા વર્તન વપરાશકર્તાના શારીરિક પરિમાણો અને આરામ સ્તર પર આધારિત છે. તે કસરત કરનારની જરૂરિયાતોને અનુરૂપ ટ્રેડમિલની ઝડપને પણ સમાયોજિત કરે છે.

દ્રશ્ય-શ્રાવ્ય પ્રતિસાદ મેળવે છે તેમાં વર્ચ્યુઅલ રિયાલિટી-આધારિત એક્શન મોડ્યુલ છે, જે તેને વિવિધ વર્ચ્યુઅલ દ્રશ્યો નિરૂપણ કરવાની મંજૂરી આપે છે. જેના કારણે વ્યક્તિ જે ઝડપે કસરત કરે છે તે જ ઝડપે સ્ક્રીન પર કસરત કરનાર સાથે ચાલતો કે દોડતો પણ જોવા મળે છે. તે કસરત કરનારના પ્રદર્શનના આધારે ઑડિયો-વિઝ્યુઅલ પ્રતિસાદ પણ આપે છે. ટ્રેડમિલ સ્પીડ, વ્યક્તિની ઉર્જા વપરાશ, બીટ સ્પીડ જેવી માહિતી પણ દર્શાવે છે.

ટ્રેડમિલ વપરાશકર્તાઓ માટે ઉપયોગી

આ અંગે આઇઆઇટી ગાંધીનગરના પ્રોફેસર ઉત્તમા લાહિરીએ જણાવ્યું છે કે ‘પિટ્રેડેક્સ’ સ્વાસ્થ્ય પ્રત્યે સભાન ટ્રેડમિલ યુઝર્સ અને ગેઇટ ડિસઓર્ડર ધરાવતી વ્યક્તિઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. અમારો હેતુ સ્વાસ્થ્ય પ્રત્યે સભાન અને વ્યાયામના ઉત્સાહીઓ તેમજ જરૂરી કસરતવાળ દર્દીઓના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાનો છે. આ ઈનોવેશન આમાં મદદરૂપ સાબિત થશે.

આ પણ વાંચો :  Vibrant Gujarat 2022 : વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 માટે આ મહિને જાપાન અને દક્ષિણ કોરિયામાં રોડશો યોજાશે

આ પણ વાંચો :   માત્ર 14 દિવસમાં ચુકાદો : સાંતેજ દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીને જીવનના છેલ્લા શ્વાસ સુધીની કેદની સજા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">