Gujaratમાં કોરોનાના કેસમાં ઘટાડો, આજે નવા 633 કેસ નોંધાયા

|

Jul 25, 2022 | 8:15 PM

ગુજરાતમાં કોરોનાના(Corona) નવા કેસમાં આજે ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં 25 જુલાઇના રોજ કોરોનાના નવા 633 કેસ નોંધાયા છે. તેમજ રાજયમાં કોરોનાના એક્ટિવ કેસ 5613એ પહોંચી છે.

Gujaratમાં કોરોનાના કેસમાં ઘટાડો, આજે નવા 633 કેસ નોંધાયા
Gujarat Corona Case
Image Credit source: tv9 gfx

Follow us on

ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) નવા કેસમાં આજે ઘટાડો નોંધાયો છે. જેમાં રાજ્યમાં 25 જુલાઈના રોજ કોરોનાના નવા 633 કેસ નોંધાયા છે. તેમજ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ 5,613એ પહોંચી છે. જ્યારે આજે કોરોનાથી 731 દર્દીઓ સાજા થયા છે. તેમજ કોરોના રિકવરી રેટ 98.67 ટકા થયો છે. જ્યારે અમદાવાદમાં 211, મહેસાણામાં 27, વડોદરામાં 49, સુરતમાં 51, ગાંધીનગરમાં 21, સુરતમાં 51, કચ્છમાં 30,પાટણમાં 17, રાજકોટમાં 44, ભાવનગરમાં 25, બનાસકાંઠા 16, ગાંધીનગર ગ્રામ્યમાં 18, આણંદમાં 08, અમરેલીમાં 02, વડોદરા ગ્રામ્યમાં 03, પોરબંદરમાં 00, નવસારીમાં 04, ખેડામાં 00, રાજકોટ ગ્રામ્યમાં 09, ભરૂચમાં 05, અમદાવાદ ગ્રામ્યમાં 05, સુરેન્દ્રનગરમાં 03, વલસાડમાં 06, દ્વારકામાં 05, જામનગર ગ્રામ્યમાં 05, મોરબીમાં 11, તાપીમાં 06, એરવલ્લીમાં 02, ભાવનગર ગ્રામ્યમાં 00, ગીર સોમનાથમાં 01, પંચમહાલમાં 05, જૂનાગઢમાં 00, મહીસાગરમાં 01 અને સાબરકાંઠામાં 07 કેસ નોંધાયા છે.

કોરોનાના કેસમાં ફરી વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપી સેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્રમણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે. નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ, ઓપીડી અને સારવારના સાધનો સહિત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ એક્ટિવ કરી દેવામાં આવી છે. આજે કોરાના કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે. ગઈકાલે 24 જુલાઈના 843 કેસની સામે આજે 25 જુલાઈએ 633 કેસ નોંધાયા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

દેશમાં રસીકરણની કામગીરી પણ એટલી જ ઝડપથી ચાલી રહી છે. દેશમાં હાલ કોરોના માટેનો બૂસ્ટર ડોઝ પણ ફ્રીમાં આપવામાં આવી રહ્યો છે. જેથી દેશની જનતા કોરોનાથી બચી શકે. એ નોંધનીય છે કે, કોરોના વેક્સિનેશનને કારણે દેશમાં કોરોના મહામારીને બ્રેક લાગી હતી. પણ હાલમાં કોરોનાના કેસ ગુજરાતની સાથે સાથે દેશમાં પણ વધતા જોવા મળી રહ્યા છે. તેવામાં સાવધાની રાખવી જરુરી છે.

Next Article