
પોલીસ ગિરફત માં રહેલ આરોપી નિરુપમ ઉર્ફે ભૂરિયો કણસાગરા ને ગાંધીનગર ના ડબલ મર્ડર કેસમાં ધરપકડ કરવામાં આવી છે..આરોપી 23 વર્ષ બાદ પોલીસના હાથે ઝડપાયો છે.
આરોપીએ પોતાની ઓળખ આપી અલગ અલગ રાજ્યોમાં નાસ્તો ફરતો હતો. ઘટનાની વાત કરીએ તો વર્ષ 2002માં ગાંધીનગરના પેથાપુર માં પૈસા ની લેતી દેતી મામલે ઇન્ડિગો ગાડીમાં રહેલ સલીમ શેખ અને દેવશી ભરવાડ ની છ લોકોએ મળી છરી વડે હત્યા કરી અને પુરાવા નાશ કરવા માટે વાવોલ થી ઉવારસદ પાસે ઈન્ડિગો ગાડી પેટ્રોલ થી સળગાવી દીધી હતી.
આ કેસમાં પાંચ આરોપી ધરપકડ થઈ હતી જેમાં પાંચે આરોપીને આજીવન કેદની સજા પડી હતી પરંતુ મુખ્ય આરોપી જશુ પટેલ ની વર્ષ 2009માં હત્યા થતા મૃત્યુ નિપજ્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચ ની તપાસમાં સામે આવ્યું કે આરોપી નિરુપમ ઉર્ફે ભુરીયો કણસાગરા હત્યા કર્યા બાદ મહારાષ્ટ્ર ના ના શેરડી ખાતે જતો રહ્યો હતો. જે બાદ ચોટીલા પાસે એક વાડીમાં ભાગમાં 6 વર્ષ ખેતી કરી હતી. આરોપી નિરુપમ મુન્દ્રા ખાતે ડીઝલ જનરેટર કામ શીખ્યો હતો. જેના આધારે વડોદરા હાલોલ બે વર્ષ કંપની કામ કર્યું અને ભરૂચમાં પોતાનું ડીઝલ જનરેટર કામ કર્યું હતું અને લોકોને જનરેટ ભાડે આપવાનું કામ કરતો હતો પણ તે પોતાની ઓળખ છુપાવી ને બધાને મુન્ના ભાઈ નામનો આપતો હતો.
ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ડી .બી.પટેલ ની ટીમ ને બાતમી મળી કે ગાંધીનગર ના ડબ્બલ મર્ડર નો વોન્ટેડ આરોપી હવે સુરત રહેવા આવ્યો છે જેના આધારે ધરપકડ કરી. આરોપી નિરુપમ તેના ભાઈ સાથે સુરત રહેવા લાગ્યો હતો.
નોંધનીય છે કે મૃતક સલીમ અને આરોપી જશુ પટેલને 1.40 લાખની લેતીદેતી હતી. જે પૈસા પરત ન કરતા જશુ પટેલ તેના સાગરીતો સાથે મળી હત્યા કરવામાં આવી હતી. 6 આરોપી પૈકી નિરુપમ કણસાગરા વોન્ટેડ હતો. હાલ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી પેથાપુર પોલીસને સોંપ્યો છે.