Jamnagar : કોરોનાના વધતા સંક્રમણમાં વચ્ચે મહાનગરપાલિકા એલર્ટ મોડ પર, વિવિધ કામગીરી શરૂ
જામનગર શહેરમાં કોરોના સામે લડાઈ માટે મહાનગર પાલિકા દ્રારા એકશન મોડમાં જોવા મળી રહી છે. કોરોના ટેસ્ટીંગની કામગીરી વધારવામાં આવી છે
ગુજરાતમાં(Gujarat)છેલ્લા કેટલાય દિવસોથી કોરોના(Corona)કેસ વધી રહ્યા છે. ત્યારે જામનગર(Jamnagar)શહેરમાં મહાનગર પાલિકા દ્રારા વિવિધ કામગીરી શરૂ કરવામાં આવી છે. કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો. ટેસ્ટીંગ, વેકસીનેશન(Vaccination) માર્ગદર્શિકાનુ કડક પાલન કરવા માટે વિવિધ ટીમ દોડતી કરવામાં આવી છે.
જામનગરમાં છેલ્લા એક સપ્તાહથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાનુ સંક્રમણ વધુ ના ફેલાઈ તે માટે મહાનગરપાલિકા દ્રારા અનેક વિધ કામગીરી શરૂ કરવામાં આવી છે.
જાહેર સ્થળોએ ટેસ્ટીંગની કામગીરી
જામનગર શહેરમાં કોરોના સામે લડાઈ માટે મહાનગર પાલિકા દ્રારા એકશન મોડમાં જોવા મળી રહી છે. કોરોના ટેસ્ટીંગની કામગીરી વધારવામાં આવી છે. શહેરના 12 આરોગ્ય કેન્દ્ર તેમજ જાહેર સ્થળો જેવા બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન સહીતના વિસ્તારમાં કુલ 40 સ્થળોએ ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવે છે. સાથે શાક માર્કેટ, ગુજરીબજાર, બજારમાં જયા ભીડ હોય તેવા સ્થળોએ વેપારી, લારીવારી, શાકવારા સહીતના લોકોનુ ટેસ્ટીંગ કરવામાં આવે છે.
કામગીરી માટે સંકલન અને આયોજન
શહેરમાં વિવિધ વિસ્તારમાં વિવિધ પ્રકારની કામગીરી યોગ્ય રીતે યોગ્ય સમયે થાય તે માટે કમિશ્નર વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને નિયમિત મીટીંગ કરી. વિવિધ કામગીરી માટે અલગ-અલગ ટીમ તૈયાર કરવામાં આવી છે. જે ટીમો વચ્ચે સકલન કરીને તેનુ આયોજન કરીને આયોજન મુજબ કામગીરી કરે છે.
વેકસીનેશન માટે કામગીરી
શહેરમાં 12 આરોગ્ય કેન્દ્ર તેમજ જીજી હોસ્પીટલમાં વેકસીનેશનના કેન્દ્ર રાખવામાં આવ્યા છે. વેકસીનેશન માટે ત્રણ તબકકામાં કામગીરી થાય છે. જેમાં બીજો ડોઝ બાકી તેવા વ્યકિતઓ માટે વેકસીનેશન, આરોગ્ય કર્મીઓ તેમજ બીજો ડોઝ લીધાને 9 માસનો સમય થયો હોવા તેવા 60 વર્ષથી મોટી ઉમરના લોકોને બુસ્ટર ડોઝની કામગીરી ચાલે છે. તેમજ 15થી 18 વર્ષના કિશોર માટે શાળા કે કોલેજમાં રસી આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
રાઉન્ડ ધ કલોક કંટ્રોલ રૂમ કાર્યરત
કોરોનાની ત્રીજી લહેરને પહોચી વળવા માટે કોરોનાની સારવાર, વેકસીનેશન સહીતની કામગીરીની માહિતી સ્થાનિકોને મળી રહે તે માટે 24 કલાક માટેના કંટ્રોલરૂપ કાર્યરત કરવામાં આવ્યો. કોરોનાને સંબંધીત કોઈ પણ મંજુવણ હોય તો આ હેલ્પલાઈન નંબર પર કોલને કરીને માહિતી અને માર્ગદર્શન સ્થાનિકો મેળવી છે.
ધનવંતરી રથ દોડતા થયા
શહેરમાં 22 જેટલા ધન્વંતરી રથ અને બે સંજીવવીની રથ દોડતા કરવામાં આવ્યા. લોકોની રોગપ્રતિકારક શકિત વધે તેમજ સામાન્ય લક્ષણો જણાય તો તરત સારવાર મળી રહે તે માટે આ પ્રકારના રથની કામગીરી વધારવામાં આવી છે. જામનગર શહેરમાં કોરોનાની માર્ગદર્શિકાનુ કડક પાલન માટે વિવિધ ટીમ દ્રારા કામગીરી કરવામાં આવે છે. 30મી ડીસેમ્બરથી 10 જાન્યુઆરી સુધીમાં સોશિયલ ડીસ્ટન્સના 122 કેસ કરી, કુલ 50,250 રૂપિયાનો દંડની વસુલાત કરી.
કોરોનાના સંક્રમણને અટકાવવા માટેના પ્રયાસો
જ્યારે માસ્ક વગર બહાર નીકળતા 73 વ્યકિત પાસેથી 73 હજાર રૂપિયાની વસુલાત કરી છે. જેમાં કુલ મળીને 195 કેસમાં કુલ 1,23,250 રૂપિયાની વસુલાત કરવામાં આવી છે. તેમજ રાત્રી કરફ્યુના ચુસ્તપણે અમલી કરવા માટે પોલીસના જવાનો દ્રારા રાત્રીના કામગીરી વધારામાં આવી છે. મહાનગર પાલિકા દ્રારા વિવિધ પ્રકારની કામગીરી કરીને કોરોનાના સંક્રમણને ફેલાતા અટકાવવા માટેના પ્રયાસો કરવામાં આવે છે. સાથે લોકોને પણ આ કામગીરીમાં સહકાર આપવા તેમજ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Rajkot : શાળાની બેદરકારી સામે આવી, જિલ્લા શિક્ષણાધિકારીએ આપ્યા તપાસના આદેશ
આ પણ વાંચો : અમદાવાદમાં ઉત્તરાયણ પર્વે પોલીસ આવી રીતે કરશે કોવિડ નિયમોનું સર્વેલન્સ